________________
૩૯૬
શ્રાવક કવિ ઋષભદાસ કૃત જીવદયા જે અલૌકિક શક્તિને પ્રગટાવે છે. સુખસંપતિ પ્રગટાવે છે. એનું નિરૂપણ શ્રાવક કવિ ઋષભદાસે નીચેની ગાથામાં કર્યું છે. ૪૮૬ સકલ ધર્મમાહિં મૂખ્ય મંડો, જીવદયા તે સારીજી,
જેણઈ પર પ્રાણી નિજ સંતોષ્યા, સોય તર્યા નરનારીજી, વીર...... ૪૮૭ જીવદયા પાલતાં જાણો નીર્મલ અંદ્રી પંચજી,
દીર્ઘ આય તસ રોગ ન આવઈ, રૂપ ભલું સુખ સંચજી વીર... ૪૮૮ છેદન ભેદન તે નવી પામિ, તે કહીંઈ નહી દુખીલજી,
તે પંચઈ અંત્રી સુખ વલસઈ, તે નર સઘલઈ સુખીઓજી વીર... ૪૮૯ હુ સૂખીઓ સૂખ પામ્યો સબલું, સમજ્યો જીવ વીચારજી,
ગાબંધ કર્યો મિં એહનો પામી ગુરૂ આધારજી.
આ ચાર ગાથામાં કવિએ જીવદયાનું મહત્ત્વ આલેખ્યું છે. શ્રાવક માટે જીવદયાનું પાલન એટલે જયણાપૂર્વકનું, જીવન જીવવું. જેમ આપણને થતી શારીરિક કે માનસિક પીડા પસંદ નથી એમ જગતના કોઈપણ પ્રાણીને પીડા ગમતી નથી. પીડાનો અનુભવ જેવો આપણને થાય છે એવો જ અન્યને પણ થાય છે. જો આપણને શાંતિ સુખ વેદનારહિત જીવન ગમે છે તો બીજાને પણ એવું જ જીવન ગમે છે. તેથી બીજા જીવોને ઓછામાં ઓછું દુઃખ થાય, આપણે તેના દુઃખમાં નિમિત્ત ન બનીએ એવી જીવન શૈલી અપનાવવી તેનું નામ છે જયણા.
વાંદા, માંકડ, જૂ, વીંછી, ઉધઈ, માખી વગેરેના ઉપદ્રવથી નિર્દોષ કઈ રીતે બચાય. તેમની ઉત્પત્તિ ન વધે એવા ઉપાય યોજવા એ જયણાનું હાર્ટ છે. જેથી જીવદયાનું પાલન સહજ જ થઈ જાય છે. ‘જીવો અને જીવવા દો'નો મંત્ર સાર્થક બની જાય. “સર્વે નવાવ પ્રતિ ગીવિડ ન મરિનીષા’ દરેક જીવો જીવવા ઈચ્છે છે કોઈ મરવા ઈચ્છતું નથી, માટે શક્ય એટલા જીવોને દુઃખ આપવાની વૃત્તિથી દૂર રહેવું, તેમનું દુખ દૂર કરવું અને કારણ વગરની (અનર્થદંડ) હિંસાથી તો દૂર જ રહેવું તો જ જીવદયાનું પાલન સરખી રીતે થઈ શકે. “સર્વભૂતેષ આત્મવત્ એ ભાવનાને આત્મસાત્ કરવાની છે. કવિએ પણ કહ્યું છે કે -
‘જણઈ પરપ્રાણી નિજ સંતોષ્યા, સોય તર્યા નરનારીજી.’
જેમણે બીજા જીવોને પોતાના જેવા જ માન્યા છે તે નર નારી તરી જાય છે. જીવદયાનું પાલન કરવા માટે જીવોને ન મારવા એ જેટલું મહત્ત્વનું છે એટલું જ મહત્ત્વ એ જીવો પ્રત્યે પ્રેમ, કરૂણા, મૈત્રીભાવ કેળવવાનું છે. તેમ જ ગૃહકાર્ય કરતાં ખૂબ જ સાવચેતી રાખવી. વેરાયેલા-ઢોળાયેલા કણો-પાણી વગેરે વાળી જમીનને તરત જ સ્વચ્છ કરી લેવી જેથી જીવોત્પતિ જ ન થાય અને સહેજે હિંસાથી બચી જવાય. ઘરમાં યોગ્ય પ્રમાણમાં હવા ઉજાસ આવે તો પણ ઘર જીવજંતુ મુક્ત રહેશે. કદાય કોઈ કારણસર જીવોત્પતિ થઈ ગઈ તો સૂર્યાસ્ત-સંધ્યાકાળ સમયે ધૂપ કરવો. દિવસે