________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૩૬૭ તેથી જ્ઞાન સંપાદન ક્ષેત્રે સુંદર વ્યવસ્થા જળવાઈ રહેતી.
(૧) મંગલાચરણ - કોઈ પણ કૃતિની રચના વખતે મંગલાચરણ કરવાથી શાસ્ત્ર રચના સમયે ઉત્પન્ન થતા વિપ્નો નાશ પામે છે. આદિ, મધ્ય અને અંત એમ ત્રણ જગ્યાએ મંગલાચરણ કરવામાં આવે છે. આદિ (શરૂઆત) મંગલ શાસ્ત્રાર્થનો નિર્વિઘ્ન પાર પામવા માટે કરાય છે. મધ્ય મંગલ શાસ્ત્રાર્થની સ્થિરતા માટે કરાય છે અને અંતિમ મંગલ શિષ્ય-પ્રશિષ્યાદિની પરંપરામાં શાસ્ત્રાર્થનો વિચ્છેદ ન થાય તે માટે કરાય છે. અર્થાત્ એમની રચના દીર્ઘકાળ સુધી જીવંત રહે તે માટે કરાય છે.
આદિ મંગલરૂપે શ્રાવક કવિ ઋષભદાસે પ્રારંભમાં સાત ગાથામાં સરસ્વતી દેવી અને પ્રથમ તીર્થંકર ઋષભદેવને નમસ્કાર કર્યા છે. મધ્ય મંગલ - ૧૩૩ મી ગાથામાં ‘વીર તણઈ શરિ નામ્યતો’ પ્રભુ વીરના શીરને નમન કરીને કહેવાની વાત છે એ મધ્ય મંગલ છે. અંતિમ મંગલ - છેલ્લે ૫૦૦મી ગાથામાં કવિએ અંતિમ મંગલ કર્યું છે. ૫૦૦ સકલ મૂનીસર નિ શરિ નામી, પ્રણમી કવિતા પાયજી,
અરિહંત દેવ તણાઈ આરાધી, સમરી બ્રહ્મસુતાયજી. આ ગાથામાં સકળ મુનિઓને વંદન કરી, અરિહંત દેવની આરાધના કરીને સરસ્વતીનું સ્મરણ કરી કવિતાની રચના કરી છે એમ કહીને કવિએ અંતિમ મંગલ પણ કર્યું છે.
આમ ત્રણે મંગલ આ કૃતિમાં થયા છે. જે કવિની તીર્થંકર દેવ, સરસ્વતી દેવી અને મુનિશ્વારો પ્રત્યેની ભક્તિને પ્રગટ કરે છે. વળી તીર્થકરોની સ્તુતિને કારણે આ કૃતિ જેન ધર્મનું પ્રતિનિધિત્વ કરે છે એ પણ જાણી શકાય છે. (૨) વિષય-અભિધેય -
જેન ગ્રંથના પ્રારંભમાં મંગલાચરણ પછી આ ગ્રંથમાં કયા વિષયનું નિરૂપણ કરશે કવિ તેનું સૂચન કરે છે અને તેથી ભાવક તેના અધ્યયન-અધ્યાપનની પ્રવૃત્તિ કરવી કે નહિ તેનો નિર્ણય કરી શકે છે. અહીં પણ કવિ ઋષભદાસે મંગલાચરણ પછી પોતે કઈ કૃતિની રચના કરવા માગે છે તેનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. ગાથા ૭ આદિનાથ ચરણે નમી, કહિસ્ય જીવ વીચાર... આ ગાથા દ્વારા પોતે ‘જીવવિચારની રચના કરવાના છે એ સિદ્ધ થાય છે. સંબંધ સંબંધનો નિર્દેશ કરવાથી આ ગ્રંથ કે કૃતિને કેટલી પ્રમાણભૂત ગણવી તેનો ખ્યાલ ભાવકને આવી શકે. જો એવું સ્પષ્ટીકરણ ન હોય તો સંભવ છે કે પાઠકો તેને સ્વતંત્ર મતિનિરૂપણ માની લે અને તેથી તેના અધ્યયન અધ્યાપનની પ્રવૃત્તિ કરવી કે નહિ એવા વિચારમાં પડી જાય છે.