________________
૩૬૮
શ્રાવક કવિ ઋષભદાસ કૃત અહીં શ્રાવક કવિ ઋષભદાસે આઠમી ગાથામાં જીવવિચારનો સંબંધ કોની સાથે છે એ સ્પષ્ટ કર્યું છે. કહઈસ્યુ વ્યવરી જીવવીચાર, શાંતિસૂરિ જેહનો કરન્હાર, આગમ અર્થ બીજા મનિ ધરં, શાહાસ્ત્રતણી હું રચના કરૂં. અહીં કવિ પ્રગટ કરે છે કે આ રચના હું મારી મતિથી નહિ પણ આચાર્ય શાંતિસૂરિના જીવવિચાર અને આગમ શાસ્ત્રોના આધારે કરું છું એટલે જેમને આચાર્ય શાંતિસૂરિ કે શાસ્ત્રો પર શ્રદ્ધા છે એવા શ્રદ્ધાળુ આત્માઓને ગ્રાહ્ય બને છે. પ્રયોજન - ગ્રંથરચનાનું પ્રયોજન જણાવવાથી ભાવક (વાચક)ને ગ્રંથરચનાના હેતુ પરત્વે કોઈ શંકા કરવાનું કારણ રહેતું નથી. કવિએ નીચેની ગાથા દ્વારા પ્રયોજના
બતાવ્યું છે. ૪૮૫ ભણઈતાં સુણતાં સંપદિ, ઓછવ આંગણય આજજી,
જીવ વીચાર સુણીજીઉં રાખઈ, દેહનિ સીવપૂર રાજજી વીર.. આ રાસનું અધ્યયન કરવાથી મુક્તિની પ્રાપ્તિ થાય છે એ ફળશ્રુતિ દ્વારા
કવિએ પ્રયોજન બતાવ્યું છે. (૫) અધિકારી –
અધિકારીનું સૂચન કરવાથી જેઓ તેના અધિકારી છે તે જ તેના પઠનમાં પ્રવૃત્ત થાય છે. અહીં શ્રાવક કવિ ઋષભદાસે ૫૦૨ ની અંતિમ ગાથામાં એના અધિકારી કોણ છે એનું સૂચન કરી દીધું છે. ૫૦૨ ઋષભદાસ કહઈ જે નર સૂણસિ, તે ઘરિ રીધ્ય ભરાસિજી,
સુખસાતા સૂધ ગુરૂની સેવા દિન દિન ઉછવ થાઈજી. વીર... ‘જે નર સૂણસિં' એટલે સમસ્ત મનુષ્ય જાતિ આ રાસ સાંભળવાના અધિકારી છે. આ રાસ સાંભળવાથી ઘરે રિદ્ધિ-સિદ્ધિ ભરાશે અર્થાત્ ખૂબ સુખ-સંપત્તિવાન બનશે. લોકો આ રાસનો ભાવ સમજીને જીવદયા. પાળશે તો ખૂબ સુખી થશે. લોકો સુખી થાય એ પ્રયોજન છે માટે અધિકારી પણ લોકો જ છે.
મધ્યકાલીન રાસાઓના કવિઓ રાસાને અંતે ગુરૂ પરંપરા, રચના સ્થળ, ચનાકાળ, રચના સમય અને ફળશ્રુતિનું આલેખન કરે છે. કવિ ઋષભદાસ પણ એ જ પરંપરાને અનુસર્યા છે, જે નીચેની ગાથાઓથી
સ્પષ્ટ થાય છે. ૪૯૦ શ્રી વીજયાનંદસુરી સ્વર સમર્યો, તપગચ્છ ઠાકુરવારૂજી,