SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૩૬૯ હીર પટોધર હાથિં દીક્ષા, ભવિક લોકનો તારૂજી. વીર...... ૪૯૧ જનમતણો જે કઈ બ્રહ્મચારી, પરણ્યા સંયમ નારીજી, ક્રોધ માન માયા નહી મનમાં, આગમ અર્થ વીચારીજી, વીર.. ૪૯૨ તુઝ ૨ ચરણે શરિ નામઈવીતા તત્ત્વભેદ લહઈસાજી, ગુરૂ આધારિ જ્ઞાન લહીનઈ કીધો જીવ વિચારજી.....વીર..... ૪૯૩ સવંત સોલ છત્યરા વરશે, આસો પૂર્તિમ સારજી, ખંભ નયર માંહિ નીપાઓ, રચીઓ જીવવીચારજી. વીર. આમ કવિએ આ ચાર ગાથામાં પોતાના ગુરૂની મહત્તા, પરંપરા, રચના વર્ષ, રચના સમય, રચના સ્થાન વગેરેનું નિરૂપણ કર્યું છે. વિષય વસ્તુ શ્રાવક કવિ ઋષભદાસ રચિત “જીવવિચાર રાસ’નું વિષયવસ્તુ વિચારતાં જણાય છે કે આ રાસનો વિષય પરંપરાગત એટલે કે સામાન્ય રીતે મધ્યકાલીન સાહિત્યના રાસાઓમાં પ્રાપ્ત થાય છે તેવો પસંદ કર્યો નથી. કારણ કે કવિએ આ રાસનો વિષય કોઈપણ કથાને આધારે લીધો નથી પરંતુ પોતે જેન તત્ત્વજ્ઞાન વિષયક જે વિચારણા કરી છે તેમાંથી “જીવવિચાર’ વિષયને પસંદ કરી તેના આધારે રચના કરી છે. જીવવિચાર રાસ’ના વિષયવસ્તુ પર નજર કરતાં એમાં મુખ્ય તત્ત્વ ‘જીવ’ નજરે ચડે છે. જીવની ઋદ્ધિ વગેરે પર વિચાર વિમર્શ કરવામાં આવ્યો છે. એના મૂળ ભાવ માટે કવિએ “શ્રી પન્નવણા સૂત્ર’, ‘શ્રી જીવાભિગમ સૂત્ર', એમના પુરોગામી આચાર્ય રચિત “જીવવિચાર પ્રકરણ” ઉપદેશમાલા અવસૂરિ, સંસક્ત નિયુકિત,સિદ્ધ પંચાશિકા વગેરે ગ્રંથોનો આધાર લીધો છે. તેની પ્રતીતિ નીચેની ગાથાઓ દ્વારા થાય છે. ૧૭૫ જૂઓ શાહાસ્ત્ર પૂર્નિવણા માંહિ સમુમિ ઉપજઈ ત્યાંહિ.... ૧૭૬ ઉપદેશ માલા અવચૂર, તીણ સોલ ઠામ સંપૂર, સંસક્ત નીરયુગતિ માહિં, સોલ ઠામ કહ્યાં વલી ત્યાંહિ આ રાસમાં પ્રથમ જીવના મુખ્ય બે ભેદ સિદ્ધ અને સંસારીનો ઉલ્લેખ કરીને સૌ પ્રથમ સંસારી જીવોના બે ભેદ ત્રસ અને સ્થાવરની અંતર્ગત પ્રથમ સ્થાવર જીવોની અને પછી ત્રસ જીવોની રૂપરેખા આપી છે. ત્યારબાદ એકેન્દ્રિયથી પંચેન્દ્રિય જીવોના ભેદ-પ્રભેદમાં પ્રાપ્ત થતી ઋદ્ધિનું વિસ્તૃત વર્ણન કર્યું છે. એમાં પણ કવિએ સંજ્ઞા, વેશ્યા જેવા વિષયો દૃષ્ટાંત સાથે વર્ણવ્યા છે. એમને જ્યાં જરૂર લાગી ત્યાં વર્ણનોમાં વિસ્તાર કર્યો છે તો ક્યાંક લાઘવયુક્ત શૈલીનો પ્રયોગ પણ કર્યો છે. વર્ણનોને પ્રતીતિજનક બનાવવા કવિએ દૃષ્ટાંતનો પણ ઉપયોગ કર્યો છે. સંસારી જીવોના વર્ણન પછી સિદ્ધ જીવોના પ્રકાર તેમ જ તેના પંદર દ્વારનું રસાત્મક આલેખન કર્યું છે. ત્યારબાદ પાંચે ગતિ, ઈંદ્રય, કાય, યોગ અને વેદ આશ્રી
SR No.022850
Book TitleJeev Vichar Ras Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorParvati Nenshi Khirani
PublisherSaurashtra Kesri Pranguru
Publication Year2013
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy