________________
૩૭૦
શ્રાવક કવિ ઋષભદાસ કૃત અલ્પબદુત્વનું ગુંથન કર્યું છે. જીવોના ભિન્ન ભિન્ન પ્રકારોની પ્રરૂપણા કરી છે. પુનઃ જીવોનો દિશા સંબંધી અલ્પબદ્ધત્ત્વને કાવ્યરૂપે ગૂંથીને એક ગહન વિષયને સહજતાથી પ્રસ્તુત કર્યો છે. પ્રભુના ઉપદેશોને સુંદર રીતે રજૂ કરીને જીવદયાનું મહત્ત્વ પ્રસ્થાપિત કર્યું છે. આમ ‘વ’ જેવા ભારેખમ વિષયને હળવે હલેસે વહેતો રાખીને “જીવવિચાર રાસ’ની ફળશ્રુતિ બતાવી છે.
આમ મૃતભંડારમાંના કેટલાક અમૂલ્ય રત્નોનું દર્શન કવિએ અહીં સફળતાપૂર્વક કર્યું છે. કવિએ જેન શાસ્ત્રની તાત્વિક વાતોને ક્યાંક સરળ તો ક્યાંક ગહન રીતે ગૂંથી લઈને કાવ્ય અને તત્ત્વજ્ઞાનનો સુંદર સુમેળ કર્યો છે, જેથી આ કૃતિ વિદ્વદ્ભોગ્ય બની છે. તો સાથે સાથે જન સામાન્યને પણ સ્પર્શી જાય તેવી બની છે.
વર્ણનાત્મક રૌલી. શ્રાવક કવિ ઋષભદાસ રચિત “જીવવિચાર રાસ’નું વિષયવસ્તુ ગહન છે. તેની અભિવ્યક્તિ પ્રતીતિજનક કરવા માટે કવિએ વર્ણનશૈલીનો ઉપયોગ કર્યો છે.
કવિને જ્યાં જરૂર લાગી ત્યાં વિસ્તારપૂર્વક વર્ણનો કર્યા છે જ્યાં જરૂર ન લાગી ત્યાં લાઘવયુક્ત શૈલીમાં વર્ણન કર્યા છે. આ વર્ણનોને પ્રતીતિજનક બનાવવા કવિએ દષ્ટાંતોનો ઉપયોગ પણ કર્યો છે. શરૂઆતમાં પ્રથમ તીર્થંકરનું વર્ણન ત્યાર બાદ પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય ત્રસકાયનું વર્ણન સંક્ષિપ્ત શૈલીમાં કર્યું છે. નારકીનું વર્ણન ૨૧૨ થી ૨૮૯ એમ ૭૮ ગાથામાં અપ્રતિમ વિસ્તૃત વર્ણન કર્યું છે. ૭૯ થી ૮૮ એ દશ ગાથામાં એકેન્દ્રિયમાં સંજ્ઞાનું વર્ણન ખૂબ જ અસરકારક રીતે છે. વનસ્પતિ જીવોને આ સંજ્ઞા કેવી રીતે હોય છે એ સચોટ રીતે સદષ્ટાંત વર્ણવ્યું છે. તો મનુષ્યના અધિકારમાં લશ્યાનું દૃષ્ટાંત સહિત ૧૫૩ થી. ૧૬૦ ગાથામાં નિરૂપણ કરીને છે દર્શનમાં આ પ્રકારના જીવો હોય તે દર્શાવ્યું છે. કાયસ્થિતિ જેવા ગહન વિષયને પણ વર્ણન દ્વારા સરળ બનાવી દીધો છે. તો નીગોદનું વર્ણન રોમાંચક છે. આઠે ખાણનું વર્ણન એમની કુશળતાને નિર્દેશે છે. વનસ્પતિના અઢાર ભારનું વર્ણન દાદ માંગી લે એવું છે. અલ્પબહુર્વ અંતર્ગત ગૌતમદ્વીપનું ને અધોલોકનું વર્ણન વિષય અનુરૂપ જ છે. અંતમાં ગુરૂ, પિતામહ અને પોતાનું વર્ણન છે. એમાંના કેટલાક વર્ણનો રજૂ કરૂં છું. પ્રારંભમાં કવિએ પ્રથમ તીર્થંકરનું વર્ણન આલેખ્યું છે. જેની પ્રતીતિ નીચેની પંક્તિઓ વાંચતા થાય છે. તીર્થંકરનું વર્ણન - ૪ સમરિ સુખ બહુ ઉપજઈ પ્રણમઈ પરીમાણંદ,
કનકવર્ણ જસ દેહડી, પંજું ઋષભ નિણંદ. પ્રથમ જિનેશ્વર એ સહી, મહિઅલી પહિલો રાટ, પ્રગટ કરી જેણઈ વલી, મુગત્યનયરની વાટ.