________________
૩૭૧
જીવવિચાર રાસ એક અધ્યયન
પઢમ મુનીશ્વર એહવો પ્રથમઈ કેવલજાન, ઋષભ કહિ રંગિ ધરૂં ઋષભદેવનું ધ્યાન. જેણઈ ધ્યાનિં મતિ નીમલી સફલ હુઈ અવતાર, આદિનાથ ચરણે નમી, કહિસ્ય જીવ વીચાર.
આ ચાર ગાથાની અંદર આ અવસર્પિણી કાળના છ આરામાંથી ત્રીજા આરાના છેડે થયેલા ઋષભદેવ નામના પ્રથમ તીર્થંકરનું દેહ, ઋદ્ધિ, મહત્તા અને ભાવનું સંક્ષિપ્ત વર્ણન કર્યું છે.
અવસર્પિણી અને ઉત્સર્પિણી દરેક કાળમાં ૨૪ તીર્થંકર થાય. ચોવીશમાં તીર્થંકર થયા પછી અમુક કાળ પછી મોક્ષનગરીના દ્વાર બંધ થાય એટલે કે એ ક્ષેત્રમાંથી મોક્ષે જવાનું બંધ થાય. પછી નવી ચોવીશી થાય ત્યારે તેમાં જે પ્રથમ તીર્થંકર થાય તે મોક્ષમાર્ગનું પ્રવર્તન કરે પછી ત્યાંથી મોક્ષે જવાનું ચાલુ થાય. એ રીતે આ અવસર્પિણીકાળમાં પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ થયા. જેમનું બીજું નામ શ્રી આદિનાથ હતું. ધર્મની આદિ (શરૂઆત) કરી તેથી આદિનાથ કહેવાયા. તીર્થંકર સર્વશ્રેષ્ઠ પુણ્યનો ભોગવટો કરે છે. એમનાથી શ્રેષ્ઠ કોઈનું પણ પુણ્ય હોતું નથી. એમનું સ્મરણ કરવાથી આપણા પણ અનંત કર્મોની નિર્જરા થાય છે એટલે ખૂબ સુખની પ્રાપ્તિ થાય છે. એવા તીર્થંકરને પ્રણામ કરવાથી પરમ આનંદની પ્રાપ્તિ થાય છે. એમનો દેહ સોના જેવો સુંદર છે, એમની પૂજા કરું છું એમ કવિ કહે છે. એમની ઋદ્ધિનું વર્ણન કરતાં કવિ આગળ કહે છે કે,
આ અવસર્પિણીકાળના એ માત્ર પ્રથમ જિનેશ્વર જ નહિ પરંતુ પ્રથમ રાજાધિરાજ પણ હતા. આ પૃથ્વીના પ્રથમ રાજા હતા. એમણે મોક્ષમાર્ગની પ્રરૂપણા કરી અર્થાત્ મોક્ષનો રસ્તો, મુક્તિનગરનો માર્ગ બતાવ્યો હતો. આ અવનિના પ્રથમ મુનીશ્વર પણ હતા અને પ્રથમ કેવલજ્ઞાન પ્રાપ્ત પણ એમને જ થયું હતું. એવા ઋષભદેવનું આનંદપૂર્વક ધ્યાન ધરતાં મતિ નિર્મળ થાય છે અને આપણો અવતાર સફળ બની જાય છે. આમ કરીને એમની મહત્તા પ્રગટ કરી છે.
પાંચ સ્થાવર અને ત્રસકાયના પ્રકારોનું વર્ણન સંક્ષિપ્ત શૈલીમાં કર્યું છે. આપણો જીવ કેવા કેવા પ્રકારોમાં ઉત્પન્ન થયો તેનું સંક્ષેપમાં વર્ણન કર્યું છે. જેમ કે
પૃથ્વીકાયનું વર્ણન ગાથા ક્રમ ૧૧, ૧રમાં છે. અપકાયનું વર્ણન - ૧૪મી ૧૫મી ગાથામાં નિરૂપ્યું છે. તેઉકાયનું વર્ણન એક જ ગાથા ૧૮માં છે. વાઉકાયનું વર્ણન ગાથા ૨૦, ૨૧માં તથા વાયરાના જીવો કેવી રીતે હણાય છે એનું પણ સુંદર વર્ણન ગાથા રર થી ૨૪ માં થયું છે. વનસ્પતિકાયનું વર્ણન ર૬ થી ૨૮ અને ૩૧ થી ૩૩ મી ગાથામાં પ્રરૂપ્યું છે. બેઈન્દ્રિયનું વર્ણન ૩૮ અને ૨૯મી ગાથામાં છે.