________________
૩૭૨
શ્રાવક કવિ ઋષભદાસ કૃત
તેઈન્દ્રિયનું વર્ણન ૪૦ અને ૪૧મી ગાથામાં છે. ચૌરેન્દ્રિયનું વર્ણન ૪૪ અને ૪૫મી ગાથામાં છે. પંચેન્દ્રિયનું વર્ણન ૪૭મી ગાથામાં છે.
આમ એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય જીવોના પ્રકારનું સંક્ષિપ્ત-લાઘવયુક્ત શૈલીમાં વર્ણન થયું છે. નારકીનું વર્ણન
નારકીના વર્ણનમાં કવિની વર્ણનકલાની ચરમોત્કૃષ્ટતાની અનુભૂતિ થાય છે. નરકની ભૂમિઓનું વર્ણન તેમણે પોતાની કાવ્ય રૂપે કરી વર્ણન નિપુણતાને પ્રગટ કરી છે. એક સરખા વર્ણનથી નીરસતા ન લાગે એટલે કવિએ સાથે સાથે આયુષ્ય અને અવગાહનાનું સંયોજન કરીને વર્ણનને રોચક બનાવ્યું છે. એકવિધતા ન લાગે માટે અનેકવિધતાનો પ્રયોગ કર્યો છે. ભૌગોલિક, પૌદ્ગલિક અને આત્મિક વર્ણનનો ત્રિવેણી સંગમ છે જેની પ્રતીતિ નીચેની ગાથાઓથી થાય છે.
૨૫૩ સાતે નર્ગે પાથડા રહઈસ, ઉંચા જોઅણ ત્રણિ જો સહઈસ, લાંબા પોહોલાની સંખ્યાય, અશંખ્ય જોઅણ કેતા કહઈવાઈ. ૨૨૧ રગત મંશ સરખી ત્યાંહા મહી, અંધઃકાર ચઉંહું પાસાં સહી, ભીતિં ખડગ સરીખી ધાર, કહિતાં દૂખ ન આવઈ પાર. ૨૧૮ પછઈ દેવ કાપી ઘા ઘણઈ, બાહિરિ કાઢઈ નારક તણઈ, પારાની પિઠિ દેહ મલઈ, ત્રણિ વેદના ત્યાંહા નવી ટલઈ.
જૈનદર્શનમાં આ વિશ્વને ‘લોક’ તરીકે ઓળખવામાં આવે છે. એ લોક ત્રણ ભાગમાં વહેંચાયેલા છે.
વિશ્વના આકાર સંબંધી ગૌતમસ્વામી ભગવાનને પૂછે છે કે, ગૌતમ ઃ હે ભગવાન ! આ લોકનો (શું) કેવો આકાર છે.? ભગવાન ઃ ગૌતમ ! આ લોક સુપ્રતિષ્ઠત આકારવાળો છે. અર્થાત્ નીચેથી વિસ્તીર્ણ મધ્યમાં વરવજ્રનો આકાર અને ઉપરથી મૃદંગના આકારથી સંસ્થિત છે.
સુપ્રતિષ્ઠિત આકારનો અર્થ છે, ‘ત્રિશરાવસમ્પુટાકાર’. એક સરાવલું (કોડિયું) ઊલ્ટું મૂક્યું હોય એના પર બીજું સીધું મૂક્યું હોય અને એના પર ત્રીજું ઊંધું મૂક્યું હોય એવો આકાર. એની નીચેની પહોળાઈ ૭ રાજુ કે રજ્જુ કે રાજની છે. લંબાઈ ૧૪ કે રાજુની છે જેથી ૧૪ રાજલોકના નામે પણ ઓળખાય છે.
૧૪ રાજલોક ત્રણ ભાગમાં વહેચાંયેલો છે ત્રણે લોક મધ્યલોક, ઊર્ધ્વલોક અને અધોલોક આમાં તિર્ધ્વલોક સૌથી નાનો છે. લોકની મધ્યમાં આવેલો છે માટે મધ્યલોક કહેવાય છે. તેનાથી ઊર્ધ્વલોક મોટો છે અને તેનાથી પણ અધોલોક મોટો છે. (વિસંતિ ઝં મંતે જો પાતે, નોયમાં સુપયન સંતિ તો પાતે – હેટ્ટા વિચ્છિો, મન્ને સંરિવતે, વ્યિં વિસારે... ભગવતી ૭/૩)