________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૩૭૩ સમતલની નીચે નવસો યોજન તેમ જ તેની ઉપરના નવસો યોજનનો અર્થાત્ અઢારસો યોજનનો મધ્યલોક છે જેનો આકાર ઝાલરની પેઠે બરાબર આયામ-વિખંભલંબાઈ અને પહોળાઈવાળો છે. મધ્યમ લોકની ઉપરનો સંપૂર્ણ ઊર્ધ્વલોક છે જેનો આકાર પખાજ જેવો છે. મધ્યલોકની નીચેનો ભાગ અધોલોક કહેવાય છે જેનો આકાર ઊંધા શરાવ-શકોરા જેવો છે, અર્થાત્ નીચે નીચે વિસ્તીર્ણ છે.
(જીવાભિગમ પ્રતિપત્તિ ૩, નરકના ૩ ઉદ્દેશ). નારકોના નિવાસસ્થાનની ભૂમિઓ નરકભૂમિ કહેવાય છે જે અધોલોકમાં છે. એવી ભૂમિઓ સાત છે. એ સાતે ભૂમિઓ સમશ્રેણિમાં ન હોતા એકબીજાથી નીચે છે એમનો આયામ-લંબાઈ અને વિખંભ-પહોળાઈપરસ્પર સમાન નથી. પરંતુ નીચેનીચેની ભૂમિની લંબાઈ પહોળાઈ અધિક અધિક છે. અર્થાત્ પહેલી ભૂમિથી બીજીની લંબાઈ પહોળાઈ અધિક છે. બીજીથી ત્રીજીની એમ સાતમી સુધી અધિક અધિક છે.
એ સાતે ભૂમિઓ એકબીજાથી નીચે છે. પરંતુ એકબીજાને અડીને રહેલી નથી. અર્થાત્ એકબીજાની વચમાં બહુ જ મોટું અંતર છે. આ અંતરમાં ઘનોદધિ, ઘનવાત, તનવાત અને આકાશ એ ચાર ગોળાર્ધ ક્રમથી નીચે નીચે છે. અર્થાત પહેલી. નરકભૂમિની નીચે ઘનોદધિ છે. ઘનોદધિની નીચે ઘનવાત છે, ઘનવાતની નીચે તનવાતા અને તનવાતની નીચે આકાશ છે.
આકાશ પછી બીજી નરક ભૂમિ છે. બીજી નરકની નીચે પાછા ક્રમશઃ ઘનોદધિ, ઘનવાત, તનવાત અને આકાશ છે. એ રીતે સાતમી ભૂમિ સુધી બધી ભૂમિઓની નીચે આ ક્રમ છે. સાતમી નરકના ચાર ગોળાર્ધ પછી અનંતો અલોક છે. જીવવિચાર રાસમાં વ્યક્ત થયેલું નારકીનું સ્વરૂપ. ૨૧૧ ત્રિજંચ ભેદ વ્યવરી કહ્યો, કહું હવઈ નારક વાત.
ઉતપતિ સાતઇ લોકમાં, સુણ તેહનો અવદાત.
આ દૂહામાં હવે પોતે શું કહેવાના છે તેની પરિકલ્પના રજૂ કરી છે. ત્રિર્યચનું વર્ણન પૂરું થયું હવે નારકીનો અધિકાર કહ્યું છે. સાતે ભૂમિમાં આપણે ઉત્પન્ન થઈ શકીએ છીએ તેનો વિચાર સાંભળવાનું કહે છે.
પ્રથમ નરકનું વર્ણન - ગાથા ક્રમ ર૧ર થી રર૭ એમ કુલ ૧૬ ગાથાનું વર્ણન - જંબુદ્વીપના બરાબર મધ્ય ભાગમાં મહાવિદેહ ક્ષેત્ર આવેલું છે. તે મહાવિદેહ ક્ષેત્રની બરાબર મધ્યમાં મેરૂ પર્વત આવેલો છે તે મેરૂ પર્વત સમભૂતલા નામની પૃથ્વીની સપાટી પર હોય છે ત્યાંથી નીચેનો સાત રાજુ જેટલો વિસ્તાર છે. એમાં સાત પ્રકારની પૃથ્વી આવેલી છે જે સાત નરકના નામે ઓળખાય છે. એના નામ સહિતનું વર્ણન હવે હું કરું છું અર્થાત્ કવિ અહીંથી નરકનું વર્ણન કરે છે.
એમાં પ્રથમ રત્નપ્રભા નામની પૃથ્વી એટલે કે નરક છે. રત્નપ્રભા એટલે કે પૃથ્વી રત્નમયી છે કે રત્નના બાહુલ્યવાળી છે (પ્રમશો ત્રિરૂપવાવી વાહૂએવાવી