________________
3७४
શ્રાવક કવિ ઋષભદાસ કૃત વા) તેને રત્નપ્રભા જાણવી. રત્નપ્રભા પૃથ્વી ત્રણ કાંડ કે ત્રણ ભાગમાં વહેંચાયેલી છે.
- તેમાં પ્રથમ ખરકાંડ એટલે કઠિન ભૂમિનો ભાગ છે અને તેમાં ૧૬ જાતિના રત્નો ઉત્પન્ન થાય છે. (જનતત્ત્વ પ્રકાશ પૂ.પપ જીવાભિગમ સૂત્ર ભા. ૨ પૃ.૨૬ સૂત્ર૪ ‘રયUTધ્વથાણ ,ઢવી... વંગાલ રિ!' બધા કાંડ, રત્નપ્રભાથી તમસ્તમઃ પૃથ્વી તથા ધનવાત આદિ વલયો ઝાલર જેવા આકારવાળા હોય. એજન ૫.૫૩) તે રત્નો કાળા કોયલા જેવા છે. એનો પ્રથમનો રત્નકાંડ એક હજાર જોજનનો છે. કુલ ૧૬ કાંડ છે. તે સર્વ મળી ૧૬૦૦૦ જોજનનો ખરકાંડ છે. ૮૦૦૦૦ જોજનનો અપબહુલકાંડ છે, ૮૪૦૦૦ જોજનનો પદ્મબહુલકાંડ છે. એમ બધા મળીને કુલ ૧,૮૦૦૦૦ જોજનનો પૃથ્વીપિંડ છે. ૧૬ કાંડ-રત્નકાંડ, વજકાંડ, વેડુર્યકાંડ, લોહિતાક્ષકાંડ, મસારગલ્લકાંડ, સૌગંધિક કાંડ, જયોતિરસકાંડ, અંજનકાંડ, અંજનપુલાકકાંડ, રજતકાંડ, જાતરૂપકાંડ, અંકકાંડ, સ્ફટિકકાંડ, રિઝકાંડ, હંસગર્ભ કાંડ પુલક્કાંડ છે. એ અપેક્ષાએ તેને રત્નપ્રભા કહેવામાં આવે છે.
પહેલી રત્નપ્રભા પૃથ્વી રત્નપ્રધાન હોવાથી ૧ રાજ લાંબી, ૧ રાજ પહોળી તથા ૧,૮૦,૦૦૦ યોજન જાડી છે. એમાંથી ૧ હજાર યોજન નીચે અને ૧ હજાર જોજન ઉપર છોડીને મધ્યમાં ૧,૭૮૦૦૦ જોજનની પોલાર છે, જેમાં ૧૩ પાથડા અને ૧૨ આંતરા છે. પ્રત્યેક પાથડો ૩૦૦૦ યોજનાનો છે અને આંતરો ૧૧૫૮૩ ૧/૩ યોજનનો છે. ઉપરના બે આંતરા છોડીને નીચેના દસ આંતરામાં (પહેલા બે આંતરા ખાલી છે) અસુરકુમાર આદિ ૧૦ જાતિના ભવનપતિ દેવો રહે છે.
પ્રત્યેક પાથડાની મધ્યમાં એક હજાર યોજનની પોલાર છે, જેમાં ૩૦,૦૦,૦૦૦ નારકાવાસા છે. જેમાં અસંખ્યાત કુંભીઓ અને અસંખ્યાતા નારકીના જીવો છે. તેમનું ઉત્કૃષ્ટ દેહમાન (અવગાહના) ૭|| ધનુષ અને ૬ આંગુલ છે. જઘન્ય દેહમાના ઉપજવા આશ્રી આંગુલના અસંખ્યાતમાં ભાગનું હોય પર્યાપ્તો થાય પછી અવગાહના વધતા વધતા કોઈ ત્રણ હાથ સુધી વધે તે જઘન્ય કહેવાય ઉત્કૃષ્ટ સવા એકત્રીસ હાથ જેટલો (એટલે કે ૭ || ધનુષ્ય થાય. એનું આયુષ્ય જઘન્ય ૧૦,૦૦૦ વર્ષનું ઉત્કૃષ્ટ એક સાગરોપમનું હોય.
નારકીમાં ઉપજવા માટેના જે સ્થાન છે તે કુંભીઓના નામથી ઓળખાય છે.
કુંભીઓ ચાર પ્રકારની છે (૧) ઊંટના ગળા જેવી વાંકી, (૨) ઘી તેલ વગેરેના કરવાળા જેવી-ઉપરથી પહોળી અને નીચેથી સાંકડી, (૩) ડબ્બા જેવી ઉપરથી નીચે સુધી એક જ સરખી, (૪) અફીણના ડોડવા જેવી પેટ પહોળું અને મોટું સાંકડું અને અંદર ચારે બાજુ તીક્ષ્ણ ધારવાળી.
અહીં કવિએ ચોથા પ્રકારની કુંભીનું વર્ણન કરતાં કહ્યું છે કે “ઉપજવાના કુંડયમ ઘડા, માંહિ પોહોલા મોઢઈ સાંકડા” આ કુંડામાં નારકીનો જીવ ઉપજે અંતર્મુહૂર્ત પછી પર્યાપ્તો થઈને એની અવગાહના વધે એટલે દેહ વધવા માંડે એટલે એમાંથી