________________
૨૮૬
શ્રાવક કવિ ઋષભદાસ કૃત એક ન હોઈ શકે. લેગ્યામાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ છે એમ દરેક પોલિક પદાર્થમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ હોય જ. અને શરીર બધા પોદ્ગલિક જ છે. તેથી બધા શરીરમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ હોય. એ કારણથી લેગ્યા અને શરીરને એક જ ન મનાય. લેશ્યા આત્માના પરિણામ છે અને એ અનુસાર દ્રવ્ય લશ્યાનું નિર્માણ થાય છે જેમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ હોય છે.
એમાંથી માત્ર રંગનો અનુભવ કિર્લિયન ફોટોગ્રાફી દ્વારા થઈ શકે જયારે રેકી ચિકિત્સા પદ્ધતિના જાણકાર તજજ્ઞો આભામંડળના સ્પર્શનો અનુભવ કરી શકે છે. પરંતુ રસ અને ગંધનો અનુભવ થતો નથી એમ પણ આ પુસ્તકમાં જણાવ્યું છે.
(આભામંડળ જેનદર્શન તથા પ્રાયોગિક સંશોધન - પૃ.૪૩)
લેશ્યા અને ધ્યાન તેરાપંથી સંપ્રદાયના આચાર્ય શ્રી મહાપ્રજ્ઞજીએ પ્રેક્ષાધ્યાન અંતર્ગત વેશ્યા ધ્યાનનું વિસ્તૃત વર્ણન કર્યું છે. લેશ્યા ધ્યાનથી વ્યક્તિત્વનું રૂપાંતરણ થઈ શકે છે. એ માટે તેમણે ત્રણ પ્રશસ્ત લેશ્યાના રંગના ધ્યાન પર ભાર આપ્યો છે. જેમ કે લાલ રંગનું ધ્યાન કરવાથી શક્તિકેન્દ્ર (મૂલાધાર ચક્ર) અને દર્શનકેન્દ્ર (આજ્ઞાચક્ર) જાગૃત થાય છે. પીળા રંગનું ધ્યાન કરવાથી આનંદકેન્દ્ર (અનાહત ચક્ર) જાગૃત થાય છે. શ્વેતા રંગના ધ્યાનથી વિશુદ્ધિકેન્દ્ર (વિશુદ્ધ ચક્ર) જાગૃત થાય છે. તે જો લેશ્યાનું ધ્યાન દર્શનકેન્દ્ર પર અરૂણ રંગ (બાલસૂર્ય જેવો લાલ) માં કરવામાં આવે છે. પદ્મ લેશ્યાનું ધ્યાન જ્ઞાન કેન્દ્ર પર પીળા રંગનું થાય છે. શુક્લ લેશ્યાનું ધ્યાન જયોતિકેન્દ્ર પર પૂર્ણિમાના ચંદ્ર જેવા શ્વેત રંગમાં કરાય છે. તે જો લેશ્યાથી પરિવર્તનનો પ્રારંભ, પદ્મા લેશ્યાથી ચિત્તની પ્રસન્નતા અને શુક્લ લેશ્યાથી આત્મ સાક્ષાત્કાર થઈ શકે છે.
આ રીતે ત્રણ લેશ્યાઓનું ધ્યાન શરીરના ઉચ્ચ કેન્દ્રો પર કરવાથી આપણી ખરાબ મનોવૃત્તિઓ નષ્ટ થાય છે. અંતઃપ્રેરણા વિવેકબુદ્ધિથી સક્રિય થવાથી પ્રેમ, દયા, શાંતિ, નમ્રતા વગેરે દેવીગુણોનો પ્રાદુર્ભાવ અને વિકાસ થાય છે.
રંગવિજ્ઞાન મનુષ્યનું શરીર પૌદ્ગલિક છે તેથી તેમાં રંગ અવશ્ય હોય છે તેથી રંગોના આધાર પર કેટલુંક વિવેચન પ્રસ્તુત છે.
રંગનું અસ્તિત્ત્વ જીવનના દરેક ક્ષેત્રે છે. એક તરફ રંગને આધ્યાત્મિક અર્થ બ્રહ્માંડીય કિરણોથી જોયું તો બીજી તરફ ત્રિપાર્શ્વકાચ (Prism) દ્વારા અભિવ્યક્ત થવાવાળા સપ્તરંગી કિરણોને મનુષ્યના શરીર, મન અને આત્મા ત્રણે સાથે સંબંધિત કર્યા.
રંગ એ આપણા વિચારો, આદર્શો, સંવેગો, ક્રિયાઓ અને ઈન્દ્રિયજન્ય જ્ઞાન/ અનુભૂતિને વ્યક્ત કરવાનું એક માધ્યમ છે. રંગમાં એ ઉર્જા છે જે સ્વાચ્ય, વિશ્રામ, પ્રસન્નતા અને સુરક્ષાને પ્રભાવિત કરે છે.