________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૨૮૫ દેવવર્ગનો રંગ છે. હરિદ્ર વર્ણ વિશેષ દેવતાઓનો રંગ છે. શુક્લ રંગ શરીરધારી સાધકોનો રંગ છે. જૈન દર્શનની વેશ્યા અને મહાભારતના વર્ણ નિરૂપણમાં ઘણું સામ્ય છે. ગીતાન – ગીતામાં ગતિના કૃષ્ણ અને શુક્લ એ બે વર્ગ કરાયા છે. કૃષ્ણ ગતિવાળો વારંવાર જન્મમરણ કરે છે. શુક્લ ગતિવાળો જન્મમરણથી મુક્ત થઈ જાય છે. પતંજલિ – પતંજલિએ કર્મની ચાર જાતિઓ બતાવી છે. કૃષ્ણ - કૃષ્ણ, શુક્લ - અશુક્લ, શુક્લશુક્લ અને અશુક્લ - અકૃષ્ણ. યોગીની કર્મ જાતિ અશુક્લ - અકૃષ્ણ હોય છે. શેષ જાતિઓ બધા જીવમાં હોય છે. અતાતર –
ઉપનિષદમાં પ્રકૃતિને લોહિત, શુક્લ અને કૃષ્ણ કહેવાય છે.
આમ આ બધા દર્શન કે ગ્રંથોમાં વર્ણ કે રંગના આધાર પર ઉલ્લેખો પ્રાપ્ત થાય છે પણ એને વેશ્યા તરીકેની કોઈ પુષ્ટિ મળતી નથી.
મનોવૈજ્ઞાનિક પરિપ્રેક્ષ્યમાં લેશ્યા (પ્રેક્ષા સાહિત્યના આધારે) સ્કૂલ અને સૂક્ષ્મ ચેતનાનું સંપર્ક સૂત્ર લેશ્યા છે.
આપણા અસ્તિત્ત્વના કેન્દ્રમાં ચેતન્ય (દ્રવ્યાત્મા) છે. આપણા ચેતન્યની ચારે તરફ કષાયના વલયના રૂપમાં કાર્મણ શરીર છે. કર્મથી ઘેરાયેલા આત્મતત્ત્વની જે પણ પ્રવૃત્તિ થશે એણે કષાયના વલયથી પસાર થવું પડશે. ચેતન્યના અસંખ્ય સ્પંદન નિરંતર કષાયને ભેદીને બહાર આવી રહ્યા છે. આ સ્પંદન જ્યારે સૂક્ષ્મ શરીરથી થઈને બહાર નીકળે છે તો એનું એક સ્વતંત્ર તંત્ર બને છે જે અધ્યવસાય તંત્ર કહેવાય છે.
અધ્યવસાયના અસંખ્ય સ્પંદનોથી એક ભાવધારા બને છે. ભાવતંત્રના માધ્યમથી કર્મવર્ગણાના પુદ્ગલ નિરંતર વિપાકરૂપે બહાર આવે છે. અધ્યવસાયની સૂક્ષ્મ પરિણતિ લેશ્યા તરીકે ઓળખાય છે. લેશ્યા સ્થળ અને સૂક્ષ્મ બંને શરીરોથી જોડાયેલી છે.
લેશ્યા કષાયરંજિત અધ્યવસાયોની ચિત્ત (મન)ના માધ્યમથી સ્થૂલ શરીરમાં અભિવ્યક્તિ આપે છે.
લેશ્યા આપણા આત્મપરિણામોથી બને છે અને પછી નવા પરિણામો બનાવવામાં નિમિત્તભૂત થાય છે.
આભામંડળ અને લેયા. આચાર્ય વિજય નંદીઘોષ દ્વારા લિખિત “આભામંડળ’માં આગમોના પ્રમાણ આપીને આધુનિક સંદર્ભમાં, વેજ્ઞાનિક રીતે વેશ્યાનું મૂલ્યાંકન કરવાનો સુંદર પ્રયત્ન કર્યો છે. એમણે આભામંડળ અને તેજસ શરીર બંનેને એક જ માન્યું છે. આભામંડળનો ઉલ્લેખ લેગ્યા તરીકે કર્યો છે. એ અર્થમાં વિચારીએ તો તેજસ શરીર અને આભામંડળ