________________
૨૮૪
શ્રાવક કવિ ઋષભદાસ કૃત ૭) સ્થિતિ - બધાની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત છે. નીચે ઉત્કૃષ્ટ સ્થિતિ બતાવી છે.
કૃષ્ણ લેશ્યાની - ૩૩ સાગરોપમને અંતર્મુહૂર્ત અધિક નીલ ગ્લેશ્યાની - ૧૦ સાગરને પલ્યોપમનો અસં.ભાગ અધિક કાપોત લેશ્યાની - ૩ સાગરને પલ્યોપમનો અસં.ભાગ અધિક તેજો લેશ્યાની - ૨ સાગરને પલ્યોપમનો અસં.ભાગ અધિક પદ્મ લેશ્યાની - ૧૦ સાગરને અંતર્મુહૂર્ત અધિક શુક્લ લેગ્યાની - ૩૩ સાગરને અંતર્મુહૂર્ત અધિક
અન્ય દર્શનમાં લેયા અન્ય દર્શનોમાં લેશ્યાનો સ્પષ્ટતમ ઉલ્લેખ મળતો નથી. રંગની વ્યાખ્યા પ્રાયઃ બધા દર્શન ગ્રંથોમાં મળે છે. રંગોનું વર્ણન મળે છે. બૌદ્ધદર્શન – પુરણ્યકશ્યપે બૌદ્ધ સાહિત્યમાં રંગોના આધાર પર છ અભિજાતિઓ નિશ્ચિત કરી હતી. ૧) કૃષ્ણ અભિજાતિ - કૂરકર્મવાળા, સોકરિક, શાનિક આદિ જીવોનો વર્ગ. ૨) નીલ અભિજાતિ - બૌદ્ધ ભિક્ષુ તથા અન્ય કર્મવાદી ક્રિયાવાદી ભિક્ષુઓનો વર્ગ. ૩) લોહિત અભિજાતિ - એક શાટક નિગ્રંથોનો. ૪) હરિદ્રા અભિજાતિ - શ્વેત વસ્ત્રધારી કે નિઃવસ્ત્રા ૫) શુક્લ અભિજાતિ - આજીવક શ્રમણ - શ્રમણીઓનો વર્ગ. ૬) પરમશુક્લ અભિજાતિ - આજીવક આચાર્યનંદ, વત્સ, કૃશ, સાંકૃત્ય, મસ્કરી, ગોસાલક આદિનો વર્ગ.
આ વર્ગીકરણનો મુખ્ય આધાર અચલતા છે એમાં વસ્ત્રોના અલ્પીકરણ કે પુણ્ય ત્યાગના આધાર પર અભિજાતિઓની શ્રેષ્ઠતાનું પ્રતિપાદન કર્યું છે. આ વર્ગીકરણને લશ્યાના વર્ગીકરણથી કોઈ સંબંધ નથી. મહાભારત – લેશ્યાનું વર્ગીકરણ છ અભિજાતિઓની અપેક્ષાથી મહાભારતના વર્ગીકરણથી અધિક નિકટ છે.
સનત્કુમારે દાનવેન્દ્ર વૃત્રાસુરને કહ્યું છે પ્રાણીઓના વર્ણ છ પ્રકારના હોય છે. કૃષ્ણ, ધુમ, નીલ, રક્ત હારિદ્ર અને શુક્લ. આમાંથી પ્રથમ ત્રણ વર્ણનું સુખ મધ્યમ હોય છે. લાલ વર્ણ અધિક સહ્ય હોય છે. હરિદ્ર વર્ણ સુખકર અને શુક્લ વર્ણ અધિક સુખકર હોય છે. કૃષ્ણ વર્ણની નીચ ગતિ થાય છે. તે નરકમાં લઈ જવાવાળા કર્મોમાં આસક્ત રહે છે. નરકથી નીકળવાવાળા જીવોનો વર્ણ ધુમ્ર હોય છે. તે પશુ – પક્ષીની જાતિનો રંગ છે. નીલ વર્ણ મનુષ્ય જાતિનો રંગ છે. રક્ત વર્ણ અનુગ્રહ કરવાવાળા