________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૨૮૭ રંગ વિજ્ઞાનમાં માન્ય મુખ્ય સાત કિરણો દ્વારા મનુષ્યની આધારભૂત માનસિકતા અને પ્રવૃત્તિનો ઉદ્ભવ થાય છે એમાં મનોવૈજ્ઞાનિકોએ અધ્યયન પ્રયોગ દ્વારા જે વિશેષતાઓ પ્રાપ્ત કરી છે તે નીચે મુજબ છે.
રંગવિશેષતા ૧ બેંગની (રીંગણ) = જાંબલી આધ્યાત્મિકતા ૨ ભૂરો (ડાર્ક બ્લ્યુ).
અંતઃ પ્રેરણા ૩ નીલો = આસમાની વાદળી રંગા ધાર્મિક રૂચિ ૪ લીલો.
સામંજસ્ય અને સહાનુભૂતિ ૫ પીળો.
બૌદ્ધિકતા ૬ નારંગી
ઉર્જા લાલ
જીવંતતા. આ જ કિરણો આગળ જઈને ઉપરંગોમાં વિભક્ત થઈ જાય છે. રંગ ચેતનાના બધા સ્તરોમાં પ્રવેશીને ભૌતિક તથા આધ્યાત્મિક પ્રભાવ બતાવે છે. એક જ રંગના વિભિન્ન પ્રકારોના પ્રભાવની અવધારણા લેશ્યા સિદ્ધાંતમાં વેશ્યાગત ભાવોની તરતમતામાં શોધી શકાય છે.
આગમ સાહિત્યમાં આ તરતમતા આ પ્રકારે બતાવાઈ છે. કૃષ્ણ લેશ્યા - અશુદ્ધત્તમ - કિલwતમ નીલ ગ્લેશ્યા - અશુદ્ધત્તર - કિલખતર કાપોત લેશ્યા - અશુદ્ધ - ક્લિષ્ટ તેજો લેશ્યા - શુદ્ધ - અક્લિષ્ટ પદ્મ લેશ્યા - શુદ્ધત્તર – અક્લિષ્ટતર શુક્લ લેગ્યા - શુદ્ધત્તમ - અલિષ્ટતમ - આમ સંકલેશનું ચરમ બિંદુ કૃષ્ણ લેશ્યા છે અને અસંકલેશનું ચરમ બિંદુ શુક્લ લેશ્યા છે. પ્રત્યેક રંગ લેશ્યાનો આધાર એની કષાયાત્મક ચેતનાની અશુદ્ધિ અને વિશુદ્ધિ છે.
તેમ જ આગમમાં વેશ્યાના સ્થાનક અસંખ્યાતા બતાવ્યા છે.
લેશ્યા દ્વારા અંદરના રસાયણોની માહિતી મળી શકે છે. આ બાબતે અનેક વૈજ્ઞાનિકોએ પરિક્ષણ કર્યા છે. વ્યક્તિનું આચરણ પરસેવાની ગંધ દ્વારા જાણી શકાય છે. સારી ગંધ પવિત્ર વ્યક્તિત્વનું અને ખરાબ ગંધ દુષ્ટ વ્યક્તિત્વનું સૂચન કરે છે.
જૈન તીર્થંકરોના શારીરિક અતિશયોની ઓળખમાં સુગંધને પણ એક મહત્ત્વપૂર્ણ તત્ત્વ માનવામાં આવ્યું છે. તીર્થંકરના શરીરમાં કમળના ફૂલ જેવી ગંધ આવે છે જે શુભ ભાવોનું પ્રતીક છે.
અમેરિકામાં ઇ.સ. ૧૮૯૩થી વિશ્વવિદ્યાલયો અને કોલેજમાં પોતાના મુખ્ય