________________
૨૮૮
શ્રાવક કવિ ઋષભદાસ કૃત શૈક્ષણિક વિભાગોને બતાવવા માટે રંગ-સંકેત નિર્ધારિત કર્યા છે. અભિવ્યક્તિ પાછળ રંગોનો પ્રભાવક પણ જોડાયેલો હતો. જેમ કે ધર્મશાસ્ત્રો માટે સિંદૂરી રંગ, દર્શનશાસ્ત્ર માટે નીલો રંગ, વિજ્ઞાન માટે સોનેરી પીળો રંગ, એંજિનિયરીંગ માટે નારંગી રંગ અને સંગીત માટે ગુલાબી રંગ માનવામાં આવ્યો છે.
રંગ અને ભાવોનો અરસપરસ સંબંધ વ્યક્તિત્વના બાહ્ય અને આત્યંતર બંને પક્ષથી જોડાયેલ છે. શારીરિક, માનસિક તેમ જ ભાવાત્મક સ્વસ્થતાના સંદર્ભમાં પણ લેશ્યા એક ચિકિત્સાની ભૂમિકા નિભાવી શકે છે વ્યક્તિ આધિ, વ્યાધિથી મુક્ત થઈને સમાધિ સુધી પહોંચી શકે છે.
ક્રમશઃ રંગ પ્રમાણે હિંસાદિ ભાવો પ્રગટ થાય છે. રંગ સારા ન હોય તો ભાવ સારા ન હોય અને રંગ સારા હોય તો ભાવ સારા હોય આ જ વાત જેનાગમમોમાં છે જે આગળ - વર્ણ - ગંધ - તેમ જ લક્ષણની ભૂમિકામાં બતાવવામાં આવી છે. સ્વરવિજ્ઞાનમાં પણ બતાવ્યું છે કે વિભિન્ન તત્ત્વોના વિભિન્ન વર્ણ પ્રાણીઓને પ્રભાવિત કરે છે. એમના મતે મૂલતઃ પ્રાણતત્ત્વ એક છે પરંતુ અણુઓના જૂનાધિક વેગ કે કંપની અનુસાર પાંચ ભેદ થાય છે.
રંગોથી પ્રાણીજગત પ્રભાવિત થાય છે આ સત્યના જેટલા સંકેત મળે છે એમાં લેશ્યાનું વિવરણ સર્વાધિક વિશદ અને સુવ્યવસ્થિત છે. આગમોમાં વર્ણ ગંધ, રસ, સ્પર્શ, લક્ષણાદિ રૂપ વિવરણ જોવા મળે છે. એવું અન્ય સ્થાને નથી મળતું. આમ લેયા એ જેનદર્શનનો એક મૌલિક સિદ્ધાંત છે.
કવિ ઋષભદાસે જીવવિચારમાં કરેલું વેશ્યાનું નિરૂપણ ગાથા ૭૧ છઈ દસ હજાર વરસનું આય, વેશ્યા ચાર તેહસિં કહઈવાય.
કૃષ્ણ, નીલ, કાપોતહ જેહ, તેજુ લેશા કહી તેહ આ ગાથા દ્વારા એકેન્દ્રિયની ચાર લેશ્યાનું પ્રરૂપણ થયું છે. એકેન્દ્રિય જીવમાં પૃથ્વી, પાણી વનસ્પતિમાં ચાર લેશ્યા હોય. કૃષ્ણ,નીલ, કાપોત અને તેજો.
એકેન્દ્રિયમાં જે જીવ દેવગતિમાંથી આવ્યો હોય તે અપેક્ષાએ ચાર લેશ્યા કહી છે. જે જીવ તિર્યંચ અને મનુષ્યગતિમાંથી આવીને ઉપજયો હોય એ અપેક્ષા ત્રણ જ લેશ્યા હોય. તેજો વેશ્યા ન હોય. તેજો વેશ્યા પણ અપર્યાપ્તામાં જ હોય, પર્યાપ્તામાં ન હોય. પર્યાપ્તામાં ત્રણ જ વેશ્યા હોય. તેજો લેશ્યાવાળો એકેન્દ્રિય જીવ ક્યારેય પણ તેજો લેશ્યામાં મરે નહિ કારણ કે દેવ, નારકી જ્યાં ઉત્પન્ન થાય ત્યાં પર્યાપ્તા થઈને જ મરે.
તેમ જ એકેન્દ્રિય જીવ તેજો લેગ્યામાં આયુષ્યનો બંધ પણ ન પાડે કારણ કે નિયમ છે કે જે લેગ્યામાં આયુષ્યનો બંધ પડે એ જ લેગ્યામાં કાળ કરે/મૃત્યુ થાય. બંધ સમયની વેશ્યા પરભવમાં લઈ જવા માટે આવે છે. પૃથ્વીકાય આદિ તેજો લેશ્યામાં કાળ કરતા નથી કારણ કે તેજો લેશ્યા અપર્યાપ્તામાં જ હોય ને તેજો લેશ્યા હોય એ જીવ પર્યાપ્ત થયા વગર મરે નહિ માટે તેજ લેગ્યામાં આયુષ્યનો બંધ ન પાડે.