________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૨૮૯
એવી જ રીતે સૂક્ષ્મ એકેન્દ્રિયમાં નિયમથી તેજો લેશ્યા ન હોય. કારણ કે દેવ બાદરમાં જ ઉપજે સૂક્ષ્મમાં નહિ. એવી જ રીતે બાદર સાધારણ વનસ્પતિમાં પણ ન ઉપજે. બેઈન્દ્રિયમાં - તેઈન્દ્રિયમાં – ચૌરેન્દ્રિયમાં
૯૩ લેશ્યા ત્રણિ હોય વલી તેહનિં ક્રીષ્ન, નીલ, કાપોત... લેશા ત્રણિનો કહું વીચાર
ક્રીષ્ન નીલ કાપોતહ જેહ ત્રેઅંદ્રીનિં ભાખું તેહ.
૧૦૧,૧૦૨
...
૧૦૭ એણી પરિ રાજ્ય કરતાં રે, કહું ચઉ ંદ્રી ભાવ રે,
લેશા ત્રણિ કહી, કૃષ્ણ, નીલ કાપોત સુ એ...
આમ ત્રણ વિકલેન્દ્રિયમાં કૃષ્ણ, નીલ અને કાપોત આ ત્રણ લેશ્યા હોય. પંચેન્દ્રિયમાં લેશ્યા
૧૧૮ પંચેદ્રી નઉ કહુ વીચાર, લેશ્યા છઈ કષાય ચ્યાર.
પંચેન્દ્રિયમાં છ લેશ્યા કહી છે પણ એના ચાર ભેદ નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવમાં લેશ્યા ઓછીવધુ હોય તે બતાવી છે.
દેવમાં લેશ્યા
અહીં ગાથામાં દેવની લેશ્યા નથી બતાવી પણ શાસ્ત્રાનુસાર વિચારતા દેવગતિમાં છ લેશ્યા હોય તેમાંથી દેવીને ચાર લેશ્યા હોય. ભવનપતિ અને વાણવ્યંતરમાં પ્રથમની ચાર લેશ્યા કૃષ્ણ, નીલ, કાપોત અને તેજો હોય તેમની દેવીમાં એ જ ચાર લેશ્યા. (એક દેવ આશ્રી એક જ લેશ્યા હોય. ઘણા દેવ આશ્રી ચાર લેશ્યા) જ્યોતિષીમાં માત્ર એક જ તેજો લેશ્યા હોય.
વૈમાનિકમાં ત્રણ લેશ્યા હોય. તેજો, પદ્મ અને શુક્લ.
૧ લા-બીજા દેવલોક અને પહેલાં કિલ્લીષીમાં એક તેજો લેશ્યા હોય.
૩ જું, ૪ છું, ૫ મું દેવલોક, બીજું કિલ્લીષી અને નવ લોકાંતિક એ ૧૩ ભેદમા એક પદ્મલેશ્યા હોય.
૬ થી ૧૨ દેવલોક, નવ ગ્રેવેચક, પાંચ અનુત્તર વિમાન, ત્રીજું કિલ્લીષી એ ૨૨ ભેદમાં એક શુક્લ લેશ્યા હોય. દેવી બીજા દેવલોક સુધી જ છે માટે એમાં પદ્મ અને શુક્લ લેશ્યા ન હોય. તેથી એમાં ચાર લેશ્યા હોય.
દેવના ૯૯ પ્રકાર છે. તેના અપર્યાપ્તા મળીને ૧૯૮ ભેદ છે. એમાં લેશ્યા અપર્યાપ્તા અને પર્યાપ્તા બંને ભેદમાં હોય છે.
૧૦૨ ભેદ
૧૨૮ ભેદ
૨૬ ભેદ
૪૪ ભેદ
કૃષ્ણ, નીલ, કાપોતમાં
તેજો લેશ્યામાં દેવના
પદ્મમાં
શુક્લમાં
કૃષ્ણ, નીલ, કાપોત, તેજો ૧૦૨,
એકાંત તેજો લેશ્યા
૨૬
એક પદ્મ લેશ્યા
એક શુક્લ લેશ્યા
કુલ
૨૬
૪૪
૧૯૮