________________
૨૯૦
શ્રાવક કવિ ષભદાસ કૃત મનુષ્યમાં લેશ્યા -
૧૫૩ થી ૧૫૯ એ સાત ગાથા દ્વારા મનુષ્યની લશ્યાનો નિર્દેશ તો કર્યો છે પણ એમાં છ લેશ્યાના ભાવ કેવા હોય એ પણ બતાવ્યું છે. જેમ કે ગામ લુંટવા નીકળેલા છ મનુષ્યમાંથી કૃષ્ણ વેશ્યાવાળો કહે છે મનુષ્ય કે પશુ જે સામે મળે એને હણવો જોઈએ. ત્યારે નીલ ગ્લેશ્યાવાળો એને અટકાવતા કહે છે કે બધાને શા માટે હણવા જોઈએ માત્રા મનુષ્યને જ હણવો જોઈએ. ત્યારે કાપોત લેશ્યાવાળો બોલ્યો માણસમાં બે પ્રકાર છે તેમાં સ્ત્રી હત્યા કરવાની શાસ્ત્રમાં મનાઈ છે માટે નરને જ મારવો. આ સાંભળીને તેનો લેશ્યાવાળો બોલ્યા વગર રહી ન શક્યો એણે એ ત્રણેને અટકાવતા કહ્યું સકળ પુરૂષને મારવાની આપણે શું જરૂર છે આપણે તો માત્ર ક્ષત્રિયથી જ કામ છે ત્યારે પદ્મ લેશ્યાવાળો કહે છે ક્ષત્રિયમાં પણ ઘણાં પ્રકાર છે એમાંથી જે શસ્ત્રધારી હોય તેને જ મારવો જોઈએ એ બધાનું સાંભળીને શુક્લ લેશ્યાવાળો બોલ્યા કે શસ્ત્રધારીને પણ એ સામો ન થાય તો મારવાનો નથી. શાસ્ત્રોમાં જાંબુવૃક્ષનું દષ્ટાંત પ્રસિદ્ધ છે.
આમ આ સાત ગાથા દ્વારા ક્રમશઃ વેશ્યાવાળાના ભાવ કેવા છે તે બતાવ્યું છે. કૃષ્ણ લેશ્યાવાળા જીવ કરતાં ક્રમશઃ ક્રૂરતા ઓછી છે એ અહીં બતાવ્યું છે. શરૂઆતની લેશ્યાવાળા ભારેકર્મી છે પછી ક્રમશઃ હળુકર્મી છે. જુગલિયામાં પ્રથમની ચાર લેશ્યા હોય. જેનો અહીં ઉલ્લેખ નથી. સંમૂર્છાિમ મનુષ્ય - ૧૮૩. લેશા ત્રણિ પહિલી તસ કહીઇ..
ત્રણ પ્રથમની કૃષ્ણ, નીલ, કાપોત લેશ્યા સંમૂચ્છિક મનુષ્યમાં હોય.
ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય. ૧૮૮ ત્રીજંચ ભેદ હવઈ વ્યવયરી કહું ષ લેશા ગર્ભજ નિ લહુ.
ગર્ભજ તિર્યંચમાં છ એ છ લેશ્યા હોય.
સંમૂર્છાિમ તિર્યંચ પંચેન્દ્રિયમાં ૧૯૮ ત્રીજંચ ભેદ કહ્યા વલી દોય, સમુચ્છિમ જીવ ઘણા પણિ હોય.
લેશા ત્રણિ કષાય ચ્યાર... સંમૂર્છાિમ તિર્યંચ પંચેન્દ્રિયમાં પ્રથમની ત્રણ અપશસ્ત લેશ્યા હોય.
નારકીમાં લેશ્યા ૨૬૩... લેશા ત્રણ પહઇલી નીરધાર.
નારકીને પ્રથમની ત્રણ લેશ્યા હોય એમ સમુચ્ચય બતાવ્યું છે. ૧,૨,૩ એ ત્રણ નરકમાં કાપાત લેશ્યા હોય. ૩,૪,૫ એ ત્રણ નરકમાં નીલ ગ્લેશ્યા હોય. ૫,૬,૭ એ ત્રણ નરકમાં કૃષ્ણ લેશ્યા હોય.
આમાં ત્રીજી અને પાંચમી એ બે નરકમાં બે લેશ્યા હોય બાકીનામાં એક એક