________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૫૨૧
સ્થાવર -જે જીવો પોતાની મેળે હલન ચલન ન કરી શકે તે. સુખદુઃખના સંજોગોમાં ભય જેવા કારણો હોય તો પણ પોતાની મરજી પ્રમાણે ખસી ન શકે. જે જીવોને અનુકૂળતા મેળવવાની ઈચ્છા હોય છતાં અને આવેલી પ્રતિકૂળતા દૂર કરવાની ઈચ્છા હોવા છતાં ય એક સ્થાનેથી બીજા સ્થાને પોતાની સ્વેચ્છાએ ન જઈ શકે તે સ્થાવર જીવ કહેવાય.
૧)
૨)
૩)
૫)
૬)
૭)
સ્ફટિક રતન - આરપાર દેખાય તેવો પારદર્શક કિંમતી પથ્થર. જેમાંથી ચશ્મા, પ્રતિમા, માળા વગેરે બને છે.
‘જીવવિચાર રાસ’માં આવેલા સંસારી અને સિદ્ધના પ્રકાર ષટ્લવનીકાય (ગાથાના ક્રમ પ્રમાણે)
પૃથ્વીકાય
મણિ - સમુદ્રમાં ઉત્પન્ન થતું એક જાતનું રત્ન.
રત્નો ખાણમાં કર્કેતન વગેરે અનેક જાતના થાય છે. શાસ્ત્રોમાં ગોમેદક આદિ ૧૪ પ્રકારના રત્નો બતાવ્યા છે. આજે મુખ્યત્વે માણેક, પોખરાજ, નીલ, પન્ના વગેરે રત્નો પ્રસિદ્ધ છે.
-
૪) હરિયાલ (Orpiment) - ખાણમાંથી નીકળતી એક જાતની પીળા રંગની માટી જેવી ઝેરી વસ્તુ તે ઔષધ તરીકે તેમજ પુસ્તકમાં લખાયેલ નકામા અક્ષરો છેકી નાખવામાં વપરાય છે. ખડી - સેઢી - સફેદ કલરની માટી, પાટી પર લખવા કે ભીંતો ઘોળવા વપરાય.
હીંગલ - હિંગળોક - સિંદુર લાલ રંગના ગાંગડા તેમાંથી પારો નીકળે છે (Sulphurate of Mercury). ૧ શેર જેટલા હિંગળોકમાંથી પોણો શેર જેટલો પારો નીકળે.
પરવાળા - લાલ રંગના સમુદ્રમાં થાય. એના મોટા બેટ હોય છે. (Coral
-
પરવાલ
lland)
૮)
પારો - પારદ - પ્રવાહી સ્વરૂપમાં ખાણમાંથી નીકળતી ખૂબજ વજનદાર ચળકતી ધાતુ (રસેન્દ્ર) ઔષધિ - રસાયણ વગેરેમાં વપરાય છે.
૯) વાંની - રમચી, સોનાગેરૂ. આ લાલમાટી કુંભારને ત્યાં હોય.
૧૦) સુરમો - સૌવીરાંજન - શ્વેત - શ્યામ વર્ણનો ખનીજ પદાર્થ જેનું બારીક ચૂર્ણ નેત્રાંજન તરીકે વપરાય છે.
૧૧) ધાતુ - સોનું, રૂપું. તાંબુ, કલાઈ, જસત, સીસું, લોઢું એ સાત પ્રકારની ધાતુની માટી શાસ્ત્રમાં બતાવી છે. જે ખાણમાં હોય ત્યારે સચેત હોય. અગ્નિકર્મ વગેરેથી અચેત બને છે. ૧૨) અરણેટો - એક જાતનો પોચો પથ્થર. તે પથ્થરના ટૂકડાથી મિશ્રિત શ્વેત માટી રૂપ હોય. ૧૩) આભલા - અબરખ - (Mica) પંચરંગી પડ પ્રતરવાળો ખનીજ પદાર્થ. રસાયણ - ઔષધિમાં વપરાય છે.
-
૧૪) ઉસ - ખારાવાળી માટી - ક્ષાર - ખારો વગેરે.
૧૫) પલેવો - પલેવક એક જાતનો પોચો પથ્થર.
૧૬) તુરી - ફટકડી - મીઠાના ગાંગડા જેવો ખનીજ પદાર્થ. ૧૭) પાહાંણ
પાષાણ - ધોળા, કાળા, ભૂખરવા, લાલ, પીળા, ચીકણાં, બરડ, મગશીલ, આરસ, અકીક, કસોટી, ચીરોડી, શીલા, કાંકરા વગેરે અનેક જાતના પત્થર - પાણા. ૧૮) માટી - કાળી, ધોળી, લાલ, ભૂખરી, ચીકણી, ખરબચડી વગેરે કેટલીક રજરૂપે તો કેટલીક
ઢેફારૂપે હોય છે.