________________
૫૨૨
શ્રાવક કવિ ઋષભદાસ કૃત ૧૯) લુણ - મીઠું - વડાગરું, ઘસિયું, સિંધવ, બિડલવણ, કાચલવણ, સંચળ વગેરે ખાણમાંથી નીકળતું તેમ જ દરિયાના પાણીમાંથી બનતું.
અપકાયા ૧) ભોમિકૂપ - ભૂમિ સંબંધી ભૂમિમાંથી નીકળતું. કૂવા, વાવ વગેરેમાં તળિયે જે સરવાણીઓ
ફૂટે કે આવ આવે છે તે ભૂમિનું પાણી કહેવાય. ૨) આકાશજલ - આકાશમાંથી વરસતું મેઘનું પાણી, વરસાદ કે અંતરીક્ષનું પાણી.
હિમ - બરફનું પાણી.
ઓસ - ઝાકળ, જલકણ, વનસ્પતિ વગેરે પર જામતા પાણીના સૂક્ષ્મ બિંદુ. કરાય = કરા - વરસાદમાં બરફના નાના ગોળ ટૂકડા પડે તેને કરા કહે છે. ધુઆરય - ધુમ્મસ - વરાળવાળી હવાનું ઠંડકને લીધે પાણીરૂપ થઈ ઝીણી છાંટમાં રાતના અને પરોઢિયામાં વરસવું તે. હરીતણુ - લીલી વનસ્પતિ ઉપર પાણીના બિંદુઓ ફૂટી નીકળે છે તે. ધનોદધિ - ધન + ઉદધિ = જામી ગયેલા પાણીનો સમૂહ પૃથ્વી તથા વિમાનો ધનોદધિના આધારે ટકેલા છે.
તેઉકાય જાલા = જવાલા - અગ્નિમાંથી શિખા પ્રગટે કે ભડકો થાય તેને જવાલા કહે છે. ૨) ભૂસર્ડિ - મુમ્મર = ભાઠાનો અગ્નિ, ભરસાડ, છાણાં વગેરે બળી ગયા પછી તેના પર રાખો
વળી જાય છે તેને ભાઠો કે ભરસાડ કહે છે તેમાં અગ્નિના નાના કણ હોય છે. ૩) અંગાર - ઈંગાલ - જે અગ્નિ જવાલારહિત હોય છે. કાષ્ઠ વગેરેના અગ્નિમાંથી જવાલા શમી.
જતા અંગારા રહે છે. ૪) ઉલ્કાપાત - ઉલ્કાનો અગ્નિ કેટલીકવાર આકાશમાંથી અગ્નિના કણો ખરે છે તેના કારણે
જેના મોટા લીસોટા પડે છે. તેને ઉલ્કાપાત કહે છે. કણગ - આકાશમાંથી ખરતા અગ્નિકણો. વીજળી - વિદ્યુત આદિ વીજળી. વરસાદના દિવસોમાં આકાશમાં જે વીજળી થાય છે તેમાં એક પ્રકારનો અગ્નિ હોય છે. તેમ જ વીજળીના દીવામાં પણ સૂક્ષ્મ તારો એકદમ તપવાથી આગ્નિ પ્રગટ થાય છે.
વાઉકાય ઓભામગ - ઉલ્કામક - જે વાયુ. તણખલાં વગેરેને ઊંચે ચડાવીને ભમાવે તે ઉલ્કામક છે. ૨) ઓકલીઆ - ઉત્કાલિક વાયુ - જે રહી રહીને વાય અને જેનાથી ધૂળમાં રેખાઓ પડે છે તે
ઉત્કાલિક વાયુ છે. મંડલ - જે મંડલાકારે વાય અને પાંદડા વગેરેને મંડલાકારે એટલે ગોળ ગોળ ચક્રાવો લેતા.
ભમાવે તેને માંડલિક વાયુ કહેવાય છે. ૪) મૂખ - મુખમાંથી ઉચ્છવાસરૂપે નીકળતો વાયુ એવો અર્થ થાય પરંતુ શાસ્ત્રોમાં વાયુકાયનો
આવો ભેદ પ્રાયઃ આવતો નથી એટલે મહ કે મુહ હોવું જોઈએ. શ્રી શાંતિસૂરિના ‘જીવવિચાર
માં ‘મહ’ એવો પાઠ છે જેનો અર્થ મહાવાયુ કે વંટોળિયો થઈ શકે. ૫) ગુંજારવ વાય – ગુંજારવ કરતો વાયુ (સૂસવાટા કરતો વાય એ વાયુ હોવો જોઈએ)
સુધ વાયરો - જે વાયુ મંદમંદ વહેતો હોય તે શુદ્ધ કહેવાય છે. ૭) ઘનવાત - જે વાયુ પામેલા બરફ જેવો ઘન હોય (Solid Air) તે ઘનવાયુ કહેવાય.
૩)