________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૫૨૩ ૮) તનવાત - પાતળો હોય તે તનવાત કહેવાય. ઘનવાન અને તનવાત વાયુઓ ઘનોદધિની નીચે હોય છે.
વનસ્પતિકાય સાધારણ વનસ્પતિકાય ૧) કંદ - બધી જાતના કંદ. ૨) મૂળ - વૃક્ષાદિનો જમીનની નીચેનો અંદર ઢંકાયેલો ભાગ. ૩) અંકુરાયાહિ – અંકુરા આદિ. અંકુર એટલે વનસ્પતિને ઉગવાની એ અવસ્થા કે જયારે પાંદડા
વગેરે અવયવો ફૂટેલા હોતા નથી તેને કોંટા કે ફણગા કહે છે. આદિ શબ્દથી કિસલય = કૂંપળ અને પણગ = પંચવર્ણી ફૂગ થાય છે. મૂળા - મૂળાના કંદ સફેદ અને લાલ કલરના થાય છે. સૂરણ - ગોળ ચક્કર જેવી આકૃતિનું ૧૫ થી ૨૦ કિલો વજનવાળું જમીનની અંદર થાય છે.
અર્ણરોગ (હરસ - Piles)નાશક હોવાથી અશદન કહેવાય છે. ૬) કંદ - વજકંદ.
કાંદ - કાંદા - ડુંગળી ૮) કુંલા ફલ - બીજ વગેરે બંધાણા ન હોય એવા કોમળ ઉગતા ફળ. ૯) કુંલા પાન - કુમળા પાન - કુંપળ ગુપ્ત નસોવાળા પાંદડા. ૧૦) થોહર - થોર - તેમાં પાંદડા ન હોય કાંટાવાળી ડાંડીઓ હોય તેથી એનો મુખ્ય ઉપયોગ વાડ
બનાવવામાં થાય છે. ૧૧) ગુગલ - એક અજ્ઞાત વનસ્પતિ. ૧૨) ગલો - ગળો - એક પ્રકારની વેલ છે તે ખડક તથા વૃક્ષના આશ્રયે ચડે છે. તેમાં લીમડાના
વૃક્ષ પર ચડનારી ગળોને ઉત્તમ ગુણવાળી માનવામાં આવે છે. ૧૩) કુઆરય - કુંવાર - કુંવારપાઠું - જેના પાંદડાં ગર્ભવાળા અને પરનાળના જેવા અર્ધવર્તુળા તથા જાડા હોય છે.
પ્રત્યેક વનસ્પતિકાયા ૧) નાલિકેલિ - નાળિયેરનું વૃક્ષ. ૨) જાંબુ - જાંબુનું ઝાડ. ૩) આંબાય - આંબાનું, કેરીનું વૃક્ષ.
બેઈન્દ્રિય જીવો ૧) કુડા - કોડા - સમુદ્ર વગેરે જળાશયોમાં થાય છે. નાના મોટા અનેક પ્રકારના હોય છે.
આપણે જેનો કોડા કોડી તરીકે વ્યવહાર કરીએ છીએ તે આ પ્રાણીઓના મૃત કલેવરો છે. ૨) શંખ - તે પણ કોડાની જેમ જ સમુદ્રમાં થતા એક પ્રકારના કીડા છે. સફેદ કવચ જેવો
દેખાતો શંખ એ કીડાઓને રહેવાનું ઘર છે. ૩) ગંડોલા - પેટમાં થતા મોટા કૃમિ.
મેહર - કાષ્ટ કીડા, ઘુણા.
પુરા - પોરા - રાતારંગના કાળા મુખવાળા પાણીમાં ઉત્પન્ન થાય છે. ૬) અલસીઆ - અળસીયા - ખેતરમાં જમીન ખેડવાનું કામ કરે. ચોમાસામાં ખૂબ થાય. જ્યાં
ઘણું પાણી ભરાઈ રહે એવા ચોકડી વગેરેમાં પણ થાય એનો આકાર સાપ જેવો હોવાથી તેને ભૂનાગ કે શિશુનાગ કહેરાય છે.