________________
૫૨૪
શ્રાવક કવિ ઋષભદાસ કૃત
જળો - તે પાણીમાં થતી બે - ત્રણ ઇંચ લાંબી ઈયળ જેવી હોય છે. એને બગડેલા લોહીને ચૂસવા માટે શરીરના ભાગ પર લગાડવામાં આવે છે બગડેલું લોહી ચૂસ્યા પછી છૂટી પડી જાય છે.
<)
સીપ - છીપ - છીપલા જે દરિયામાં થાય છે. તે નિર્જીવ થઈ જાય પછી તેના બહારના કવચ જે સફેદ ક્રીમ ઝાયવાળા હોય તેના રમકડાં તોરણ વગેરે બનાવવામાં આવે છે.
તેઈન્દ્રિય જીવો
૭)
૧) માંકડ - ખાટલા - ખાટ - ગોદડા - ગાદલાં વગેરેમાં ઉત્પન્ન થઈને માનવીના લોહી પર નિર્વાહ કરે છે.
૨)
કીડા - છાણમાં ઉત્પન્ન થતાં ગોમય કીડા અને ધાન્યમાં ઉત્પન્ન થતાં કીડા. ધનેડા, ભૂમિમાં મુખ રાખીને ચાલનારા ચોરકીડા વગેરે કીડાઓ છે.
3)
અંદ્રગોપ ઈન્દ્રગોપ - ગોકળગાય - લાલ વર્ણવાળા મંદગતિએ ચાલનારા જીવ.
૪)
૫)
૬)
૭)
૮)
૯)
-
ગીગોડા - કૂતરા વગેરેના કાનમાં ઘણી જાતના થાય છે.
જૂઆ - માનવી કે અન્ય તિર્યંચ જીવોના વાળમાં થતી ીંખ વગેરે.
ગધઈઆ - ગધૈયા - તે અવાવરૂ ભીની જમીનમાં ઉત્પન્ન થાય છે.
-
૨)
3)
૪)
કંથૂ - કંથવા બહુ જ બારીક ધોળા રંગના હોય છે અનાજ વગેરેમાં થાય છે. અઈઅલિ - ઈયળ - ખાંડ ગોળ વગેરેમાં થતી ઈયળ,
ઊઘઈ - જમીન, પુસ્તક વગેરેને કોતરી નાખનાર એક પ્રકારના કીડા. રાફડાના જીવ, ૧૦) સવાજીવ - તે વાળના મૂળમાં ઉત્પન્ન થઈ ત્યાં જ ચોટી રહે છે.
૧૧) મંકોડા - કાળા કલરના જમીનમાંથી ઊભરાઈને એકદમ ઝડપથી દોડતા કીડી જેવા દેખાતા
જીવ.
૧૨) ધીમેલિ - ઘયમલ્લિ - ધીની ઈયળને ગુજરાતીમાં ઘીમેલ કહે છે. ૧૩) જૂ - લીખના અર્થમાં લેવી.
૧)
ચોરેન્દ્રિય જીવો
ભમરા - તે અહીં તહીં ભ્રમણ કરતા હોવાથી ભ્રમર કહેવાય છે, છ પગવાળા હોવાથી ષટ્પદ અને ફૂલોના રસ - મધુને એકઠો કરનાર છે માટે મધુકર કહેવાય છે. તે એકદમ કાળા વર્ણના હોય છે. તેથી કાળા રંગ માટે ‘કાળા ભમ્મર’ની ઉપમા અપાય છે.
ભમરી - તે પીળા વગેરે અનેક રંગની હોય છે. તેના ચટકાની ખૂબ વેદના થાય છે. માખી - અતિ પ્રસિદ્ધ છે.
તીડ - ટોળાબંધ ઉત્પન્ન થઈને કોઈ પણ દિશામાં ખેતર પર પડે તો તેનો બધો જ પાક ખાઈ જાય છે. ખેતરને ખેદાન -મેદાન કરી નાંખે છે.
૫)
ડંસા - ડાંસ - વર્ષાકાળમાં ઉત્પન્ન થતા સિંધ દેશના પ્રસિદ્ધ જંતુ.
૬)
મસા - મશક - મચ્છર - દંશને મળતું બધી જ ઋતુઓમાં થતું જંતુ.
૭)
વીંછી - પૂછડાથી ઝેરી ડંખ મારે તો ઝેર ચડે અને ખૂબ વેદના થાય એવું જંતુ. ૮) ચાંચણ - ચાંચડ.
ઢીક - બગાઈ - ઢોર વગેરે પર બેસતી એક જાતની માખી.
૧૦) કંસારી - વાંદા - લાલ કલરના નાના - મોટા ભેજવાળા રસોડાદિમાં ઉત્પન્ન થતા જીવ.
પંચેન્દ્રિય જીવો - ચાર પ્રકાર - દેવ, તિર્યંચ, નારકી, મનુષ્ય
દેવ - જેમના વર્ણ - ગંધ - ઋદ્ધિ - લેશ્યા વગેરે દિવ્ય હોય તે.