________________
જીવવિચાર રાસ એક અધ્યયન
પ૨૫ ૧) વ્યંતરાજી - વાણવ્યંતર - વનમાં ફરનારા દેવ. તિર્થ્યલોકમાં રહેનારા. તેના ૧૫ ભેદ છે. ૨) ભવનપતી - અધોલોકમાં આવેલા ભવનોમાં રહેવાવાળા દેવ. તેના દશભેદ છે. ૩) દેવલોક - ઊર્ધ્વલોકમાં આવેલા બાર વિમાનરૂપી આવાસોમાં રહેનારા દેવ. દેવ લોકના નામ
(૧) સુધર્મ (૨) ઈસ્થાન = ઈશાન (૩) સનત કુમાર (૪) મહેન્દ્ર (૫) બ્રહ્મ = બ્રહ્મલોક (૬) સંતક = લાંતક (૭) સ્યુકેર = મહાશુક્ર (૮) સહઈસાર = સહસાર (૯) આનત =
આણત (૧૦) પ્રાણત (૧૧) આર્ણ = આરણ (૧૨) ઉંચીત = અચૂત. ૪) ગ્રીહીવેષ - ગેયક - લોકમાં ગ્રીવાના સ્થાને આવેલા સ્થાનોમાં રહેનારા દેવ. તેના નવા
ભેદ છે. ૫) કુલભૂખીજી - કિલ્વીષી - અપરાધી દેવ. તીર્થંકર - સાધુ - સાધ્વીના અવર્ણવાદ બોલનારા
જીવ આવા દેવ થાય છે ત્યાં ઢઢપણા (અછૂત)ને પામે છે. ત્યાં તેમનું કોઈ માન હોતું
નથી. ૬) ત્રીજગજભગ - ત્રિ.જંબકા દેવ - ત્રણે કાળમાં સવાર - સાંજ અને મધ્યાહ્ન અસ્તુ - અસ્તુ
(જે રોતું હોય તે રોતું રહેજો અને જે હસતું હોય તે હસતું રહેજો) એમ કહેતા ફરે છે. તેના દશ ભેદ છે. પરમાધામી - પરમ અધમના કરવાવાળા, નારકીના જીવોને વાઢ - કાપનું દુઃખ આપનારા દેવ. તેના પંદર પ્રકાર છે.
જોતષી - જ્યોતિષી - પ્રકાશિત વિમાનોમાં રહેવાવાળા, પ્રકાશ આપવાવાળા. ૯) અનુત્તર વ્યમાનના - જેની યુતિ, કાંતિ, વેશ્યા, સ્થિતિ વગેરે ઉત્તમ (શ્રેષ્ઠ) છે તે અનુત્તર
વિમાનમાં રહેવાવાળા દેવો. ૧૦) બ્રહ્મ દેવલોક - ૧૨ દેવલોકમાંનું પાંચમું દેવલોક. ૧૧) લોકાંતીક - પાંચમાં દેવલોકને અંતે રહેવાવાળા છે માટે લોકાંતિક. તીર્થંકર દેવ દીક્ષા લેવાના
હોય ત્યારે આવીને કહે અહો ! ત્રિલોકીનાથ ! તીર્થમાર્ગ પ્રવર્તાવો, મોક્ષમાર્ગ ચાલતો કરો. આવું કહેવાનો એમનો જીતવ્યવહાર છે.
તિર્યંચ જે તિરછ - આડા ચાલે તે જીવો તિર્યંચ કહેવાય છે. ૧) જલચર - પાણીમાં રહેનાર - જે જીવો પાણીમાં ઉત્પન્ન થાય છે અને પાણીમાં જ હરીફરીને
પોતાનું જીવન વ્યતીત કરે છે તે જલચર કહેવાય છે. તેના પાંચ ભેદ છે. (૧) મત્સ્ય - વિવિધ - વર્ણ - કદ આકાર ધરાવતા, સોનેરી - રૂપેરી આભાવાળા માછલા. કેટલાંક
માછલાના શરીરમાંથી વીજળી જેવો પ્રકાશ નીકળે છે. વ્હેલ નામના કદાવર માછલા વહાણમાં ગાબડા પાડવામાં ને ઊથલાવવામાં માહેર હોય છે. આખે આખા માનવીને ગળી પણ જાય છે. મનુષ્યના આકારના પણ માછલા હોય છે. કચ્છપ - કાચબાની જાતિ. નાના - મોટા અનેક કદના ઢાલવાળા જીવો જલાશયના કિનારે ઢાલમાં પોતાના હાથ - પગ - માથું ગોપવી દઈને પથ્થર જેવા નિચેત થઈને પડચા રહે છે. મકર - મગર - મોટા તળાવ, સમુદ્ર, સરોવર, નઈમાં તીણદાંત અને ભયંકર પૂંછડા ધરાવનાર વિવિધ કદના જીવો. જલાશયની બહાર ચૂપચાપ પડડ્યા રહે છે. તેના રંગ માટી સાથે એવો મળી જાય છે કે નજીક પહોંચીએ ત્યાં સુધી ખ્યાલ પણ ન આવે. લાગ મળતા
જ મનુષ્ય કે પ્રાણીને પગેથી ખેંચીને પાણીમાં લઈ જઈને શિકાર બનાવી દે છે. (૪) ગ્રાહ - મોટા સરોવર કે સમુદ્રમાં ઉત્પન્ન થાય છે તાંતણા જેવા લાંબા શરીરવાળા છે.