________________
૫૨૦
શ્રાવક કવિ ઋષભદાસ કૃત
૨. ભયસંજ્ઞા - ભયમોહનીય કર્મના ઉદયથી ઉત્પન્ન થનાર ત્રાસરૂપ પરિણામનો વિચાર. ૩. મૈથુનસંજ્ઞા - સ્ત્રી-પુરૂષ-નપુંસક વેદ મોહનીયકર્મના ઉદયથી કામભોગની અભિલાષા થવી.
૪. પરિગ્રહસંજ્ઞા - લોભના વિપાકોદયથી મૂર્છાને કારણે સંગ્રહવૃત્તિ થાય તે.
૫. ક્રોધસંજ્ઞા - ક્રોધમોહનીયકર્મના ઉદયથી આવેશ ઉત્પન્ન થાય તે.
૬. માનસંજ્ઞા - માનમોહનીયકર્મના ઉદયથી અહંકારાદિના પરિણામ જણાય તે.
૭. માયાસંજ્ઞા - માયામોહનીયકર્મના ઉદયથી મિથ્યાભાષણ વગેરે ક્રિયા જેનાથી જણાય તે. ૮. લોભસંજ્ઞા - લોભમોહનીયકર્મના ઉદયથી લાલસા, ઝંખના ઉત્પન્ન થાય તે.
૯. લોકસંજ્ઞા - મતિજ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી વિશેષ અવબોધ (જાણવાની) ક્રિયા તે. ૧૦. ઓઘસંજ્ઞા - મતિજ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી સામાન્ય અવબોધ (જાણવાની) ક્રિયા તે.
સંજ્ઞી - જેને મન હોય તે સંજ્ઞી કહેવાય. ભૂત, ભવિષ્ય, વર્તમાનનો વિચાર કરીને જીવે તે.
.
સંસારી - જેમાં એક ગતિમાંથી બીજી ગતિમા સરી જવાનું કામ નિરંતર ચાલી રહ્યું છે તે સંસાર કહેવાય છે. આવા સંસારમાં રહેલા જીવો તે સંસારી. એવા સંસારી જીવોનો મુખ્ય બે ભેદ છે. ત્રસ અને સ્થાવર.
સંસ્થાન - શરીરની આકૃતિ. તે છ પ્રકારના હોય છે. સંસ્થાન ઔદારિક, વૈક્રિય અને આહારક
શરીરમાં હોય છે.
સિદ્ધ
૧. સમચતુરસ્ત્ર સંસ્થાન - પગથી માથા સુધી શોભાયમાન શરીર, પલાંઠી વાળીને બેસતાં ચારે બાજુ સરખી આકૃતિ થાય.
૨. ન્યગ્રોધ પરિમંડળ સંસ્થાન - કમરથી માથા સુધી શોભાયમાન શરીર.
૩. સાદિ સંસ્થાન - પગથી કમર સુધી શોભાયમાન શરીર.
૪.
વામન સંસ્થાન - હાથ, પગ, માથાની આકૃતિ ઠીંગણી હોય.
૫. કુબ્જ સંસ્થાન - હાથ, પગ, માથું, ગ્રીવા ઓછા - અધિક પ્રમાણવાળા હોય અને અન્ય અવયવ સુંદર હોય.
૬. હુંડ સંસ્થાન - સર્વ અવયવ અશુભ હોય.
સંમૂર્ચ્છિમ- જે જીવો સ્ત્રી - પુરુષના સંયોગ વગર સ્વયં પોતાની મેળે જ ઉત્પન્ન થાય તે સંમૂર્ચ્છિમ છે. તે અસંજ્ઞી જ હોય.
સાગરોપમ - સાગરની ઉપમા દ્વારા જે કાળને જાણી શકાય તે. ૧૦ ક્રોડાક્રોડી પલ્યોપમ જેટલો સમય તે સાગરોપમ. તેની ગણના દેવ, નારકીનું આયુષ્ય, કર્મોની સ્થિતિ અને કાળચક્ર માપવામાં થાય છે.
જે જીવો આઠ પ્રકારના કર્મોથી સર્વથા મુક્ત છે, જેમના સર્વ કાર્યો સિદ્ધ થયા છે. જે મુક્તિને વર્યા છે તે સિદ્ધ છે. સંસાર સાગરનો પાર પામી ગયા છે માટે તેમને સિદ્ધ, બુદ્ધ, પારગત, મુક્ત વગેરે નામથી ઓળખાય છે. તેમનું સ્થાન લોકાગ્રે સિદ્ધશિલા ઉપર સિદ્ધ ક્ષેત્રમાં છે.
સૂક્ષ્મ - ચક્ષુ અગ્રાહ્ય એવા જીવો જે કોઈના દ્વારા પ્રતિઘાત - બાધા પામતા નથી, તે આખા લોકમાં ભર્યા છે. હણ્યા હણાય નહિ, માર્યા મરે નહિ, અગ્નિમાં બળે નહિ, પાણીમાં ડૂબે નહિ, નજરે દેખાય નહિ, બે ભાગ થાય નહિ. એમને ફ્કત વિશિષ્ટ જ્ઞાની જ જાણે અને દેખે. સૂક્ષ્મ નામકર્મના ઉદયથી મળે.