________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૫૧૯ આકર્ષણની લાગણીનું સંવેદન થાય તે વેદ. વેદ ત્રણ પ્રકારના છે. સ્ત્રીવેદ - પુરુષને સેવવાની ઈચ્છા થાય તે. પુરુષવેદ - સ્ત્રીને સેવવાની ઈચ્છા થાય તે.
નપુંસક વેદ - સ્ત્રી-પુરુષ ઉભયને સેવવાની ઈચ્છા થાય તે. વૈકિય શરીર= તે સડે નહિ, પડે નહિ, વિણસે નહિ, બગડે નહિ, મૃત્યુ પછી કલેવર વિસરાલા
(કપૂરની ગોટીની માફક) થાય, અથવા તે એક, અનેક, નાના, મોટા, ખેચર, ભૂચર,
દશ્ય, અદશ્ય આદિ વિવિધ રૂપ વિવિધ ક્રિયાથી બનાવે. વ્યવહાર રાશિ= જે જીવો અવ્યવહારરાશિમાંથી, સૂક્ષ્મ નિગોદમાંથી નીકળીને બીજી કોય ધારણ કરે
તે વ્યવહાર રાશિના જીવ કહેવાય છે. તે પાછા સૂક્ષ્મ નિગોદ કે સાધારણમાં જન્મ લે તો પણ વ્યવહારરાશિના જ કહેવાય. અર્થાત્ એકવાર પણ નિગોદનું સ્થાન છોડ્યા ત્યાર પછી તે જીવો વ્યવહાર રાશિના કહેવાય છે. એક સાથે વધારેમાં વધારે ૧૦૮ જીવો મોક્ષ જઈ શકે છે માટે એકસાથે વધારેમાં વધારે ૧૦૮ જીવો અવ્યવહારરાશિમાંથી વ્યવહાર
રાશિમાં આવે છે. વિષય = આત્મા ઈંદ્રિયો દ્વારા જે પદાર્થોને ગ્રહણ કરે છે તેને તે ઈન્દ્રિયોના વિષય કહેવાય છે.
ઈન્દ્રિયોના વિષય ૨૩ છે. ૩ શબ્દ, ૫ વર્ણ, ૨ ગંધ, ૫ રસ અને ૮ સ્પર્શ = ૨૩
વિષય. શરીર= શીર્યતે ઈતિ શરીર - જે શીર્ણ - વિશીર્ણ નાશ થવાના સ્વભાવવાળું છે તે શરીર. તેના
પાંચ પ્રકાર છે. ઓદારિક, વૈક્રિય, આહારક, તેજસ, કાર્મણ. સંઘયણ = સંહનન - શરીરની મજબૂતાઈ, શરીરમાં અસ્થિઓનું બંધારણ. તેના છ પ્રકાર છે. ૧. વજaષભનારાચ સંઘયણ - વજ = ખીલી, ઋષભ = પાટો, નારાચ = મર્કટબંધ. જે
શરીરની રચનામાં બે પડખેથી મર્કટબંધે કરી બાંધીને તેના પર હાડકાંનો પાટો વીંટાળી ખીલી જેવા હાડકાંથી સજ્જડ કર્યા હોય એવું બંધારણ, લોઢા જેવું મજબૂત સંઘયણ
હોય. ૨. ઋષભનારાચ સઘયણ - તે ઉપર જેવું જ પણ વજ = ખીલી ન હોય તેથી ઉપર કરતાં
થોડી ઓછી મજબૂતાઈ હોય. ૩. નારાચ સંઘયણ - તેમાં વજ અને ઋષભ = પાટો ન હોય માત્ર બે પડબે મર્કટબંધ હોય. ૪. અર્ધનારાચ સંઘયણ - એક પડખે મર્કટબંધ (લાકડી પર વીટલી રસ્સની જેમ) હોય. ૫. કીલિકા સંઘયણ - ખીલીથી બંને હાડકાં જોડાયેલા હોય. ૬. છેવટુ સંઘયણ - બંને હાડકાં અડીને રહેલા હોય. એમાં ખીલી ન હોય. છેદવૃત્ત =
હાડકાના અંદરના ભાગોના પરસ્પરના સંબંધરૂપ વર્તન જ્યાં હોય તે છેદવૃત્ત કે સેવાર્તા સંઘયણ કહેવાય છે.
સંઘયણ માત્ર ઓદારિક શરીરમાં હોય છે. સંજ્ઞા - ઈચ્છા, અભિલાષા કે અભિરૂચિ થાય તે સંજ્ઞા. વેદનીય અને મોહનીય કર્મના ઉદયથી
તથા જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી ભિન્ન ભિન્ન અભિલાષા થાય તે સંજ્ઞા. સંસારી જીવોને શારીરિક પ્રવૃત્તિના નિમિત્તરૂપ કેટલીક માનસિક વૃત્તિઓ જેવી કે આહારની ઈચ્છા, ભયની લાગણી, કામભોગની અભિલાષા, સંગ્રહવૃત્તિ વગેરે
થાય છે તેને સંજ્ઞા કહે છે. તે અહીં દશ પ્રકારની છે. ૧, આહારગ્સના - સધાવેદનીય કર્મના ઉદયથી આહાર અર્થે પદગલોને ગ્રહણ કરવાની ઈચ્છા.