________________
શ્રાવક કવિ ઋષભદાસ કૃત
પરિણમાવવા.
યથાખ્યાત -જે અકષાયના રૂપમાં પ્રખ્યાત છે તે અથવા જેવું સંપૂર્ણ ચારિત્ર હોવું જોઈએ તેવું શુદ્ધ ચારિત્ર.
૫૧૮
યુગલિક - જુગલિયા - એક પુરુષ અને એક સ્ત્રીનું જોડું. વ્યવહાર અને ધર્મપ્રવર્તનની પૂર્વે પ્રાચીન સમયમાં આ મનુષ્યો થતા હતા. તેઓ એક માતાની કુક્ષિએ જન્મતા અને માતા - પિતાના મૃત્યુ પછી પતિ - પત્ની તરીકે જીવતા અને સંતાન (એક યુગલ) ને જન્મ આપ્યા પછી છ માસ બાદ સાથે મરીને સ્વર્ગમાં જતાં.
મન, વચન, કાયાની પ્રવૃત્તિ અર્થાત્ મન, વચન, કાયા દ્વારા આત્મ પ્રદેશોનો થતો પ્રયોગ. મન - વચન કાયાનો વ્યાપાર. યોગ એટલે આત્મપ્રદેશનું કંપન.
યોનિ = (જીવોનું ઉત્પત્તિ સ્થાન તે ચોર્યાશી લાખ છે.) સંસારી જીવોનું ઉત્પત્તિ સ્થાન. યોનિ
એટલે ઉત્પત્તિ ક્ષેત્રમાં લીધેલો પ્રથમ આહાર. ઉત્પત્તિ સ્થાન તો અસંખ્ય છે. પરંતુ જે ઉત્પત્તિસ્થાનનાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાન એક સરખાં હોય તે બધાની એક જ યોનિ ગણાય આવી કુલ્લે યોર્યાશીલાખ યોનિઓ છે.
યોગ
-
રસજ - મદિરાદિ રસમાં ઉત્પન્ન થવાવાળા જીવ.
લેશ્યા - યોગની પ્રવૃત્તિથી ઉદ્ભવતા આત્માના શુભાશુભ પરિણામ. તેને કારણે કર્મ આત્મા સાથે ચોટે છે, તેને લેશ્યા કહે છે. લેશ્યા છ પ્રકારની છે.
૧) કૃષ્ણ - પાંચ આશ્રવનું સેવન, તીવ્ર આરંભ, દ્વેષ, હિંસા વગેરે પરિણામવાળાને આ લેશ્યા હોય. ૨) નીલ ઈર્ષ્યા, કદાગ્રહ, મૂર્ખ, માયાવી, ગૃદ્ધ, પ્રમાદ, રસલોલુપતા વગેરે પરિણામવાળાને આ લેશ્યા હોય.
૩) કાપોત - વાંકાબોલાપણુ, વક્તા, માયા, મિથ્યાભાષણ, ચોરી, જૂઠ, માર્ત્ય વગેરે પરિણામવાળાને આ લેશ્યા હોય.
૪) તેજો - મર્યાદા, અમાયી, અચપલ, અકુતૂહલ, વિનય, તપ વગેરે પરિણામવાળાને આ લેશ્યા હોય.
૫) પદ્મ - ઉપશમ કષાય, પ્રશાંત ચિત્ત, મિતભાષી, જીતેન્દ્રિય વગેરે પરિણામવાળાને આ લેશ્યા હોય.
૬) શુક્લ - ધર્મ - શુક્લધ્યાન, ચિત્ત સમાધિ, મોક્ષની ઈચ્છા વગેરે પરિણામવાળાને આ લેશ્યા હોય.
લોક - જેમાં જીવદિ છ દ્રવ્યો રહેલા છે એટલા ક્ષેત્રને લોક કહેવાય છે.
.
વનસ્પતિકાય - વનસ્પતિ જ જે જીવોનું શરીર છે તેવી બધી લીલોતરી - કંદમૂળ વગેરે. વાયુકાય= પવન એજ જે જીવોનું શરીર છે તે.
વિકથા - આત્માનું અહિત કરવાવાળી કથા. આત્મામાં વિષય - વિકારની વૃદ્ધિ કરે એવી કથાઓ. એવી વિકથા ચાર પ્રકારની છે. સ્ત્રી - પુરૂષ કથા, ભત્તકથા, દેશકથા અને રાજકથા. વિગલેન્દ્રિય = જે જીવોને ઈંદ્રિયોની વિકલતા = ઓછાપણું છે તે વિકલેન્દ્રિય. બે - ત્રણ - ચાર ઈન્દ્રિયવાળા જીવ તેમને બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરેન્દ્રિય જીવો પણ કહે છે.
વિભંગ જ્ઞાન - મિથ્યાદૃષ્ટિને થતું અવધિજ્ઞાન તે વિભંગજ્ઞાન. રૂપી દ્રવ્યોને જાણનારૂં જે મર્યાદિત દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનું અયથાર્થ જ્ઞાન થાય તે વિભંગજ્ઞાન. વેદ-વિકારની અભિલાષા પોતાનાથી વિજાતીય એવા સ્ત્રી-પુરૂષ પ્રત્યે મોહ મૈથુનભાવ જાગે,