________________
૨૨૨
શ્રાવક કવિ ઋષભદાસ કૃત શોધી કાઢયું. એ યંત્રથી ઝાડ ઉપર થતી નાનામાં નાની અસર આપણને સ્પષ્ટ રીતે દેખાય છે. એમણે બીજું એવું યંત્ર શોધી કાઢયું કે જેનાથી છોડની અંદરની ક્રિયાઓ. દશ કરોડગણી મોટી દેખાય છે. ઝાડમાં ચાલતી શ્વાસોચ્છવાસની ક્રિયા સિદ્ધ કરવા પણ એમણે વીજળીની સળીઓ નામનું યંત્ર શોધી કાઢયું છે. તેઓ કહેતા કે સર્વમાં એક જ જીવન વ્યાપેલું છે. આવી નવી નવી શોધો કરી આપણા અદ્વૈતવાદને વિજ્ઞાનના પ્રયોગથી સ્થાપિત કરી એમણે વિજ્ઞાનને નવી જ દૃષ્ટિ આપી છે તથા વિજ્ઞાનના ક્ષેત્રમાં હિંદને ઊંચું પદ અપાવ્યું છે. (ભગવદ્ગોમંડળ પૃ. ૩૩૯૫)
આમ જીવ અને જીવન પર આજ પર્યત સંશોધન ચાલી રહ્યું છે.
ચાર્લ્સ ડાર્વિન જેવા ઉત્ક્રાંતિવિદો એ તો કહ્યું પણ છે કે જીવો અનુકૂલન સાધતા રહે છે તેથી નવી નવી જાતિઓ ઉદ્દભવ પામે છે. અને જૂની જાતિઓ નાશ પામે છે. ‘જીવતત્ત્વના કર્તા નારાયણ હેમચંદ્ર લખે છે કે. “ડાર્વિન ચાર્લ્સ - મનુષ્યની ઉત્પત્તિ વાંદરામાંથી માને છે પણ એમ એનું કહેવું નથી પણ એ કહે છે ગોરિલા, ચિપાંઝી મનુષ્યના પૂર્વજ નથી. પણ જ્ઞાતિભાઈ જેવા છે. અતિ પ્રાચીનકાળમાં મનુષ્યના પિતૃપુરૂષ જળચર પ્રાણી હતા એવ પણ ડાર્વિને કહ્યું છે.”
(“જીવતત્વ’ નારાયણ હેમચંદ્ર પૃ. ૮૭) જો કે જૈનદર્શન તો ચિપોઝી, ગોરિલા વગેરેને તિર્યંચ જાતિમાં માને છે. અને મનુષ્યની જાતિ અલગ છે. જળચરનો સમાવેશ પણ તિર્યંચમાં જ મનાય છે. વાંદરા મનુષ્યના પૂર્વજ નથી પણ મૂળથી જ વાંદરા અને મનુષ્ય અલગ અલગ જાતિના જ છે.
પૂ.પં. ચંદ્રશેખર વિજયજી કૃત ધર્મ અને વિજ્ઞાન ના આધારે આત્મા સંબંધી વૈજ્ઞાનિકોના મંતવ્યો.
' (પૃ. ૫૦થી પ૬નો સાર) આત્મા અંગે લગભગ બધા વૈજ્ઞાનિકોનો વિચાર દેહ - આત્મા એક જ છે એવો હતો. દેહથી અતિરિક્ત કોઈ ચેતના માનવા તૈયાર જ ન હતા.
પરંતુ હવે કેટલાક વૈજ્ઞાનિકો આત્મા અંગે પણ કંઈક ચિંતન કરવા લાગ્યા છે અને તેઓ દેહથી ભિન્ન, દેહમાં રહેનારી એવી કોઈ ચેતનાની કલ્પના તો જરૂર કરે છે. જે નીચેના વિદ્વાન વૈજ્ઞાનિકોના અભિપ્રાયથી સિદ્ધ થાય છે. ૧) આલ્બર્ટ આઈન્સ્ટાઈનઃ ‘હું જાણું છું કે સમગ્ર પ્રકૃતિમાં ચેતના - તત્ત્વ કામ sélzaj 89.' (I belive that intelligence is manifested through out all nature - The Modern Review of Colcutta, July, 1936) ૨) સર એ. એસ. એકિંગ્ટનઃ “હું ચેતન્યને મુખ્ય માનું છું અને ભૌતિક પદાર્થોને ગોણ માનું છું. જરીપુરાણો નારિત્તકવાદ હવે ચાલ્યો ગયો છે. ધર્મ એ આત્મા અને મનનો વિષય છે. અને તે કોઈ પણ પ્રકારે દૂર કરી શકાય તેમ નથી. I regard consciousness as fundamental. I regard matter as derivative from con