________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૨૨૧
પ્રાણીઓ હરણ જેવા પ્રાણીઓનું ભક્ષણ કરવા લલચાય છે. માનવી દુર્ગંધ પ્રત્યે અણગમો વ્યક્ત કરે છે, જ્યારે સુવાસથી આકર્ષાય છે.
૪) વૃદ્ધિ : તાજા જન્મેલા સજીવો ક્રમશઃ વૃદ્ધિ પામી પુખ્ત સ્વરૂપ પ્રાપ્ત કરે છે. વનસ્પતિસૃષ્ટિ પાણી, કાર્બનડાયોક્સાઈડ જેવા સાદા અણુઓને સંકીર્ણ સ્વરૂપમાં ફેરવીને પોતાની વૃદ્ધિ સાધે છે. જ્યારે પ્રાણીઓ વૃદ્ધિ માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વનસ્પતિસૃષ્ટિ પર અવલંબે છે.
૫) અનુકૂલન : પ્રત્યેક સજીવ પોતાના પર્યાવરણમાં રહેવા અનુકૂલન પામેલો છે અને પર્યાવરણમાં બદલાતાં પરિબળોને અનુકૂળ થવા પ્રયત્નશીલ રહે છે. જમીન પર વસતા સજીવો હવામાં રહેલ વાયુની મદદથી શ્વસનક્રિયા કરે છે. જયારે જળવાસી સજીવો શ્વસનક્રિયા માટે પાણીમાંના દ્રાવ્ય વાયુનો ઉપયોગ કરે છે. અનુકૂલન ક્ષણિક સમય માટે પણ હોઈ શકે છે. સમુદ્ર સપાટીથી ઊંચાઈ, આબોહવા, વિવિધ સજીવોનું સામીપ્ટ અને ખોરાક વગેરેમાં પ્રસંગોપાત દેખાતા ફેરફારોથી પણ સજીવો અનુકૂળ થતા રહે તે અનિવાર્ય છે.
૬) પ્રજનન : સજીવો પ્રજનન દ્વારા જીવન ટકાવીને વંશવેલો ચાલુ રાખે છે. અજાતીય (Asexual) અને જાતીય (sexual) એમ બે પ્રકારનું પ્રજનન હોય છે. મોટે ભાગે નર અને માદા એવા બે પ્રજનન કોષોના (gamet) ફલનથી નવા સજીવો ઉદ્ભવે છે. સામાન્યપણે માતા અને પિતા અનુક્રમે માદાકોષ અને નરકોષ પેદા કરે છે. ૭) રાસાયણિક જૈવી ઘટકો ઃ સજીવોના શરીરના બંધારણના ભાગરૂપે અગત્યનાં તત્ત્વો તરીકે કાર્બન, હાઈડ્રોજન, નાઈટ્રોજન, ઓક્સિજન, ફોસ્ફરસ અને ગંધક જેવા પરમાણુઓ તેમાં આવેલા છે. અલ્પ પ્રમાણમાં આવેલ પરમાણુઓમાં લોહ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સોડિયમ, ક્લોરિન જેવા તત્ત્વોનો સમાવેશ થાય છે. સજીવોમાં આવેલા મોટાભાગના અણુઓ કાર્બોદિતો, લિપિડો, પ્રોટીનો અને ન્યૂક્લિઈક એસિડોના કાર્બનિક સંયોજનો છે.
આમ વિજ્ઞાન પણ જીવમાં વિવિધ વિશેષતાઓને સ્વીકારે છે. વૈજ્ઞાનિક રીતે વનસ્પતિમાં જીવની સિદ્ધિ
જગદીશચંદ્ર બોઝ નામના મહાન વિજ્ઞાનશાસ્ત્રી નાનપણથી જ વિજ્ઞાનમાં રસ ધરાવતા હતા. ઈંગલેન્ડમાં વિજ્ઞાનનું ઉચ્ચ શિક્ષણ લઈને કલકત્તામાં પોતાની પ્રયોગશાળા સ્થાપી હતી. (જે આજે પણ છે.)
એમની શોધ મુજબ જડ મંનાતી વસ્તુઓમાં પણ ચેતન છે. જેમ એક માણસ ઉપર થાક, તાપ, ઠંડક, પ્રકાશ, ઉદ્દીપન અને વિષની અસર થાય છે અને થાકેલા માણસને આરામ આપવાથી તે પાછો તાજો બને છે તેમજ એક વૃક્ષને અથવા ધાતુને પણ થાય છે. તેઓ ઝાડપાન ને વેલાઓમાં રહેલી શક્તિ વિશે શોધ કરતા. તેમણે ઝાડને હૃદય છે, માણસની જેમ ઝાડની નાડીમાં ધબકારા થાય છે એમ પ્રયોગથી સિદ્ધ કરી આપ્યું છે. ઝાડની શક્તિ જાણવા માટે તેમણે પ્રતિધ્વનિ નોંધનાર નવું યંત્ર