________________
૨૨૦
શ્રાવક કવિ ઋષભદાસ કૃત જીવરસ (Protoplasm) તરીકે ઓળખાય છે. જીવરસ પાણીના માધ્યમમાં વ્યાપેલી સૂક્ષ્મ કણિકાઓ, સૂક્ષ્મ તંતુઓ કે કલાઓ (Membraines) તેમ જ નલિકાઓનો બનેલો છે. જીવરસ પોતાની ક્રિયાશીલતા પ્રમાણે મુરબ્બામય અર્ધઘન (Gel) અને પ્રવાહીમાં તરતા કાંપના અણુઓ કેવી દ્રવ (Sol) સ્થિતિઓ વચ્ચેની અવસ્થાઓમાં સતત પરિવર્તન પામતો રહે છે. જીવરસનું સર્વસામાન્ય માધ્યમ પાણી છે અને તેનું પ્રમાણ જીવરસની ક્રિયાશીલતા ઉપર આધારિત છે. કોષમાં પાણીની અવરજવરમાં જીવરસની સંકોચનશીલતા અગત્યનો ભાગ ભજવે છે.
વેજ્ઞાનિક માન્યતા પ્રમાણે જીવને સજીવની સંજ્ઞા આપવામાં આવી છે. સજીવ વિશેની વિચારણા આ પ્રમાણે છે.
બહારથી મેળવેલા તત્ત્વો વડે સ્વસંવર્ધન, પોષણ, રક્ષણ અને સંચાલન કરનારી પ્રજનનશીલ ભૌતિક પદાર્થોની અવસ્થા. વિષાણુ (Virus) એક નિર્જીવ ન્યૂક્લિયો પ્રોટીનનો કણ છે. પરંતુ યોગ્ય સજીવ કોષના સંપર્કમાં આવતાં કોષમાં રહેલ જેવિક ઘટકોની મદદથી વિષાણુ ક્રિયાશીલ બને છે અને પોતાના જેવા કણોનું સર્જન કરે છે. સજીવની વિશેષતાઓઃ ૧) ચયાપચય (metabolism) - સજીવો રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા જેવી. અણુઓ અને અણુઓમાં આવેલ કાર્યશક્તિનો ઉપયોગ કરી શકે છે અને ચયાપચયી પ્રક્રિયાઓ દ્વારા પોતાને જોઈતા શરીર રચનાલક્ષી ઘટકોનું ઉત્પાદન કરે છે. પરિણામે સજીવો વૃદ્ધિ સાધવા ઉપરાંત જીર્ણ થયેલ ભાગોનું પ્રતિસ્થાપન કરે છે. સજીવો જૈવિક કાર્યશક્તિને સૂર્યકિરણોમાંથી પ્રાપ્ત કરે છે. વનસ્પતિ સૃષ્ટિ સૌર કિરણોમાં રહેલી કાર્યશક્તિનું રાસાયણિક શક્તિમાં પરિક્રમણ કરે છે. બધા સજીવો તેનો ઉપયોગ જેવી પ્રતિક્રિયાઓમાં કરતા હોય છે. ઓક્સિડેશન પ્રતિક્રિયાને અધીન મુક્ત થતી. કાર્યશક્તિને ઉચ્ચ કાર્યશક્તિલક્ષી એડેનસીન - ટ્રાઈ - ફોસેફેટ (ATP) અણુમાં સંઘરવામાં આવે છે. ATPમાં સંઘરેલ કાર્યશક્તિને મુક્ત કરી સજીવો તમામ જેવી. ક્રિયાઓમાં તેનો ઉપયોગ કરે છે. ૨) ગતિઃ બધા સજીવો એક યા બીજી રીતે હલનચલન કરતા હોય છે. વનસ્પતિમાં આ હલનચલન આંતરિક છે (દા.ત. રસનું વહન) દિવસ દરમ્યાન સૂર્યમુખી સૂર્યપ્રકાશ તરફ નમે છે, જ્યારે રાતરાણીનું ફૂલ રાતે ખીલે છે અને દિવસ દરમ્યાન સંકોચાય છે. સ્પર્શ થતાની સાથે લજામણીનાં પાંદડાની પર્ણિકાઓ બિડાય છે. હલનચલન કરી પ્રાણીઓ ખોરાક મેળવે છે, સાથીના સંપર્કમાં આવે છે તેમ જ સામાજિક જીવના વિતાવે છે. ૩) પ્રત્યાચારઃ સજીવો પર્યાવરણના ફેરફારોથી ઉદ્દીપ્ત બની પ્રત્યાચાર દર્શાવે છે. વૃક્ષોના મૂળ જમીન અને પાણી તરફ આકર્ષાય છે. હરણ જેવા વનસ્પત્યાહારી. પ્રાણીઓ પોતાની જાતને બચાવવા હિંસક પ્રાણીઓથી દૂર ભાગે છે જ્યારે સિંહ જેવાં