________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૨૧૯ તેવો અભિગમ પણ જોવા મળે છે. મુખ્યત્વે આ ગ્રીક અભિગમ છે.
ખ્રિસ્તી સંતોએ પણ તર્કબુદ્ધિ તેમ જ સંકલ્પ તત્ત્વને આત્માના સ્વરૂપની વિચારણામાં મહત્ત્વનું સ્થાન આપ્યું છે.
આધુનિક યુગના ફિલસૂફોએ દ્રવ્યગુણપર્યાયની પરિભાષામાં આત્માનું સ્વરૂપ સમજાવ્યું છે અને આત્માના સ્વરૂપની ચર્ચા બાહ્ય ભૌતિક પદાર્થના અસ્તિત્વ અને તેના જ્ઞાનની શક્યતાના સંદર્ભમાં જ આધુનિક તત્ત્વજ્ઞાનમાં વધુ વિકસી છે. આત્મા. શરીરથી સ્વતંત્ર એવો પદાર્થ છે તેવું ન સ્વીકારનાર ચિંતકોએ પણ આત્મા કે સ્વતત્વને વિશે કેવળ ભૌતિકવાદી અભિગમ જ રજૂ કર્યો છે તેવું નથી. દા. ત. એરિસ્ટોટલ, સ્પિનોઝા કે કાટ જેવા ફિલસૂફો તવાદી કે સ્પષ્ટ રીતે ભૌતિકવાદી પણ નથી. વીસમી સદીના ચિંતનમાં વિચારવાદી (idealist) કે ભૌતિકવાદી (materialist) ન હોય તેવા ઘણા ચિંતકો આત્મા - શરીરના સંબંધની ચર્ચા કરવાને બદલે મન - શરીરના સંબંધની ચર્ચા કરે છે.
વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જીવી જીવ માટેની વૈજ્ઞાનિક માન્યતા –
કરોડો વર્ષ પહેલાં પૃથ્વી પર જ્યારે સજીવ પદાર્થ ઉત્પન્ન થયો નહોતો ત્યારે સૂર્યમાંથી પ્રકાશનાં કિરણો રૂપે શક્તિનો પ્રવાહ પૃથ્વી પર પડીને ગરમી રૂપે વિકસિત થયો હશે. કાળક્રમે સ્વતંત્ર ક્રિયાત્મક શક્તિને મેળવી, તેને પોતાની સ્થિતિ જાળવવામાં તેમ જ વિકસાવવામાં વાપરી શકવાની ક્ષમતા ધરાવતા નાજુક તંત્રો આકસ્મિક રીતે વિકસ્યાં હશે. આજની જીવસૃષ્ટિ તેમાંથી વિકસી હોવાનું મનાય છે. એક માન્યતા પ્રથમ વનસ્પતિ ઉત્પન્ન થઈ, પછી જીવ અને છેલ્લે મનુષ્ય ઉત્પન્ન થયો.
જીવનનું ગૂઢ રહસ્ય ઉકેલવા માનવી અનાદિકાળથી પ્રયત્ન કરતો આવ્યો છે તેને અંગે તેણે પાર વગરનું ચિંતન કર્યું છે તેમ જ પ્રયોગો પણ કર્યા છે. સૂક્ષ્મદર્શકની શોધ બાદ તેને નવી દૃષ્ટિ મળી અને સજીવસૃષ્ટિના અતિસૂક્ષ્મ જીવો તેની નજરે ચડી ગયા, આવા સૂક્ષ્મ જીવોની કલ્પના તો તેણે કરી જ હતી. પણ સૂક્ષ્મદર્શકે તેને તે પ્રત્યક્ષ કરી આપ્યા. તેણે સજીવસૃષ્ટિના એકમ એવા કોષ જોયા અને કોષમાં રહેલા દ્રવ્યોનું ભૌતિક તેમ જ રાસાયણિક રીતોથી પૃથક્કરણ કર્યું એમાં તેને ઘણી બધી ઉપયોગી માહિતી મળી પણ જીવનનું ગૂઢ રહસ્ય સમજવા તે સાવ અપૂરતી હતી. વીસમી સદીમાં અનેક વિજ્ઞાનીઓએ સજીવસૃષ્ટિનો તાગ લેવા સવિશેષ પ્રયત્ન કર્યો. વળી ઈ.સ. ૧૯૩૨ માં થયેલા વીજાણુ સૂક્ષ્મદર્શકની શોધે તેને અધિક પ્રોત્સાહન આપ્યું.
ઓગણીસમી સદીમાં કોષવાદનો વિકાસ થયો. સૂક્ષ્મદર્શક દ્વારા તેમાં ચાલી રહેલી ચય-અપચય ક્રિયાની સમજણ મળી, છેલ્લા કેટલાક વર્ષોમાં કોષની આંતરિક રચના અને કાર્ય અંગે અઢળક માહિતી ભેગી થઈ છે. કોષ જે પદાર્થનો બનેલો છે તે