________________
૨૧૮
શ્રાવક કવિ ઋષભદાસ કૃત mirror of the world.' કહીને એમણે બધા ચિદણુઓને જગતના જીવતા જાગતા દર્પણ કહ્યા છે. અર્થાત્ એમનું માનવું છે કે પ્રત્યેક ચિદણમાં સંપૂર્ણ જગત પ્રતિબિંબિત થાય છે.
જેનદર્શનમાં સંસારી આત્મા અર્થાત્ બદ્ધ આત્માનો પોતાના કર્મોને કારણે જગતથી સંબંધ છે પરંતુ પરમાત્મા તો પૂર્ણરૂપથી જગતથી પર છે. લાઈબનીઝના પરમ ચિદ ઈશ્વર પણ જગતથી પૂર્ણતયા પર નથી તેથી બંનેના ચેતનવાદમાં ભિન્નતા છે. ૫) લાઈબનીઝના મતમાં ચેતન જ ચેતનની સત્તા છે તો પછી ચેતનામાં તારતમ્યતા (સ્તરો) શા માટે? જેનદર્શનમાં તો ચેતનાની તારતમ્યતા જડ તત્ત્વોની બાધાને કારણે સિદ્ધ છે. જે આત્મા કર્મ પુદ્ગલોથી (અજીવ તત્ત્વથી) જે માત્રામાં આવૃત્ત હોય એ માત્રાના આધાર પર ચેતનાના વિવિધ સ્તર છે આમ જડ તત્ત્વનું અસ્તિત્વ માનવાના કારણે ચેતનાના સ્તર સિદ્ધ છે. પરંતુ લાઈબનીઝના દર્શનમાં જડ તત્ત્વનું અસ્તિત્ત્વ સ્વીકારાયું નથી તો પછી ચેતનાના પાંચ પ્રકાર અચેતન, ઉપચેતન, ચેતન, સ્વચેતન અને સર્વચેતન કેવી રીતે થાય ? જો કે આ સમસ્યાથી છૂટકારો પામવા એમણે સૂક્ષ્મ જડતા (Materia Prima) નો સ્વીકાર કર્યો છે. એ સૂક્ષ્મ જડતા જે રૂપમાં પ્રભાવિત કરે છે એ રૂપને એમણે સ્થૂળ જડતા (Materia Secunda) કહી છે. એ જ ચેતનામાં અવરોધક શકિત છે. એ શું છે ? કેવા રૂપમાં છે ? એનો ઉત્તર લાઈબનીઝના દર્શનમાં મળતો નથી. તેથી કહી શકાય કે લાઈબનીઝના દર્શનમાં ચેતનાના સ્તર પ્રમાણિકતાથી દૂર છે. ૬) જેનદર્શન આત્માને નિત્ય તેમ જ શાશ્વત માને છે. આત્મા ઉત્પત્તિ તેમ જ વિનાશથી પર છે અને અનાદિ અનંત છે. જ્યારે લાઈબનીઝ ચિદશુઓને નિત્ય અને શાશ્વત કહે છે તો બીજી બાજુ એને ઈશ્વરસર્જિત બતાવે છે તો પછી શાશ્વત કેવી રીતે? ૭) જેનદર્શનમાં કોઈ આત્મા કોઇ અન્ય આત્મા દ્વારા નિયંત્રિત નથી. સ્વનિયંત્રિત છે. જયારે લાઈબનીઝના મતમાં ચિદણુને સ્વતંત્ર માનવા છતાં ઈશ્વર દ્વારા નિયંત્રિત માનવામાં આવ્યા છે. અસંખ્ય ચિદણુઓમાં સામંજસ્ય ઈશ્વરને કારણે છે. ૮) જેનદર્શનમાં આત્માના વિવિધ સ્તર સ્વીકારવા છતાં પણ પૂર્વ સ્થાપિત સામંજસ્યા જેવી કોઈ વ્યવસ્થા સ્વીકારી નથી. જ્યારે લાઈબનીઝે ચિદણુઓની તારતમ્યતા સ્વીકારીને પૂર્વ સ્થાપિત સામંજસ્યનો સ્વીકાર કર્યો છે.
નિષ્કર્ષતઃ કહી શકાય કે જેન આત્મવાદ અને લાઈબનીઝના ચિદણુવાદમાં અનેકાનેક સમાનતા હોવા છતાં બંનેના સિદ્ધાંતમાં અનેક અંતર પણ છે.
ઉપસંહારઃ પશ્ચિમી તત્ત્વજ્ઞાનમાં આત્માના સ્વરૂપની વિચારણામાં બુદ્ધિતત્ત્વ, વિચારતત્ત્વ કે તાર્કિકતાને આત્માના સર્વશ્રેષ્ઠ તત્ત્વ તરીકે ઘટાવવાનું લાક્ષણિક વલણ જણાય છે. આત્માની દેહમુક્ત અવસ્થામાં પણ તે બુદ્ધિતત્ત્વને લીધે દેવી છે