________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૨૧૭. ૨) બંનેના મતે આત્મા અમૂર્ત, ચેતન, અવિભાજય, નિત્ય અને વિશિષ્ટ છે. ૩) લાઈબનીઝના મતે ચિદણ વિકાસ માટે પ્રયત્ન કરે છે. દરેક નીચલો ચિદણુ ઉપલા ચિદણ તરફ પહોંચવાનો પ્રયાસ કરે છે. એવી જ રીતે જેનદર્શનમાં પણ પુરૂષાર્થ દ્વારા કોઈ પણ નિમ્ન જીવ વિકાસ કરી શકે છે. કોઈ જીવના વૈશિષ્ટટ્યને બીજા પ્રભાવિત નથી કરી શકતા આમ આ સંદર્ભમાં બંનેમાં એકતા છે. ૪) ચેતનાના અલગ અલગ સ્તર બંનેમાં માન્ય છે. લાઈબનીઝ - અચેતન, ઉપચેતન, ચેતન, સ્વચેતન અને સર્વચેતન ચિદશુ એમ પાંચ સ્તરને માને છે. તો જેનદર્શન એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચોરેન્દ્રિય અને પંચેન્દ્રિય એમ પાંચ સ્તરને સ્વીકારે છે. જેનદર્શનના એકેન્દ્રિય જીવની તુલના ઉપચેતન ચિદણુ સાથે, ત્રણ વિકલૈંદ્રિય જીવોની તુલના ચેતન ચિદણુ સાથે, પંચેન્દ્રિય જીવોની તુલના સ્વચેતના ચિદણુ સાથે અને સર્વચેતન ચિદણુની તુલના સિદ્ધ સાથે કરી શકાય. ૫) લાઈબનીઝના દર્શનમાં પરમ શુદ્ધ અને પરમ ચેતનરૂપ ઈશ્વરને સ્વીકાર્યો છે. એ જ રીતે જૈનદર્શનમાં પરમાત્માને સર્વશ્રેષ્ઠ જીવ માનવામાં આવ્યો છે, જે સર્વચેતન તેમ જ શુદ્ધરૂપ છે.
આ રીતે લાઈબનીઝ અને જેનદર્શનના આત્મવાદની સમાનતા જાણી, હવે તેની અસમાનતા પર નજર કરીએ. અસમાનતા – ૧) આત્માની વિશિષ્ટતાનું પ્રતિપાદન કરવાને કારણે જેનદર્શન આત્મવાદી ગણાય છે. પરંતુ લાઈબનીઝ આત્માની વ્યાપકતા સ્વીકારીને આત્મવાદીના સ્થાન પર સર્વાત્મવાદી બની ગયા. જડને પણ ઈષત્ ચેતનવંત માને છે માટે. ૨) જેનદર્શને એકેન્દ્રિય જીવોના અસ્તિત્વને સ્વીકારીને આત્માની સૂક્ષ્મ વિવેચના. કરી છે એવી અન્ય કોઈ ભારતીય દર્શનમાં પણ જોવા નથી મળતી. પરંતુ લાઈબનીઝ જેન આત્મવાદથી એક ડગલું આગળ વધ્યા છે. એમણે તો એકેન્દ્રિય જીવો ઉપરાંત જડ તત્ત્વોમાં પણ આત્મા (ચેતના) નો સ્વીકાર કર્યો છે. એમના મતે સંસારના કણ - કણ પત્થરથી લઈને મનુષ્ય સુધી ચેતના વ્યાપેલી છે એ અચેતનનો અર્થ ચેતનાનો. અભાવ ન માનતા ઈષત્ ચેતના અર્થાત્ આંશિક ચેતના કરે છે. ૩) જેનદર્શન ચેતનવાદી છે ત્યાં લાઈબનીઝ સર્વ ચેતનવાદી છે. જેનદર્શન અચેતના તેમ જ ચેતનના કેતને સ્વીકારે છે. જયારે લાઈબનીઝ માત્ર ચેતનાની વ્યાપકતાને જ
સ્વીકારે છે. સર્વચેતનની માન્યતાથી લાઈબનીઝ અતિ અધ્યાત્મવાદી કહી શકાય પણ યથાર્થવાદી ન કહી શકાય. સંસારમાં પ્રત્યક્ષથી અનુભવાય છે કે ચેતનની સાથે સાથે અચેતન પણ સત્ છે. ૪) જેનદર્શનમાં આત્મા અને જગતની ભિન્નતાનો સ્વીકાર કરાયો છે અહીં આત્મા અને જગતની એકરૂપતા નથી સ્વીકારી જયારે લાઈબનીઝે “All monad are living