________________
૨૧૬
શ્રાવક કવિ ઋષભદાસ કૃત દષ્ટિથી તેઓ ખૂબ જ પછાત છે. ૧) અચેતન ચિદશુમાં - ન્યૂનતમ એટલે કે નહિવત્ ચેતના છે જેને ચેતનાભાસ કહી શકાય. ૨) ઉપચેતન ચિદણમાં - સ્વપ્નાવસ્થાની ચેતના છે. આ સ્તરમાં પ્રાણસ્પંદન થાય છે. અહીં ક્ષીણતર સંવેદના થતી રહે છે. આ વનસ્પતિજગતની સ્થિતિ છે. ૩) ચેતન ચિદણ - એમાં ચેતન જાગૃત રહે છે આ સ્તર ક્ષીણ જ્ઞાન અને સ્પષ્ટ સંવેદનનું છે. એ પશુજગતની સ્થિતિ છે. ૪) સ્વચેતન ચિદણું - આ સ્પષ્ટતર જ્ઞાનનું સ્તર છે. આ સ્તર આત્માનું સ્તર છે. આ માનવજગતની સ્થિતિ છે. ૫) સર્વચેતન ચિદણ - આ ઉત્કૃષ્ટ જ્ઞાનનું સ્તર છે. અહીં આત્માનો વિકાસ પૂર્ણરૂપે થયેલ છે. એ ચિદણુઓનો ચિદણુ અથવા ઈશ્વર ચિદણુની સ્થિતિ છે.
લાઈબનીઝે દેહચિદણુ અને આત્મચિદણુ વચ્ચે પૂર્વસ્થાપિત સામંજસ્ય સ્વીકાર્યું છે. ઈશ્વર દ્વારા સૃષ્ટિની પહેલાં જ સામંજસ્ય સ્થાપિત છે. સર્વ ચિદણુઓમાં સમાન પરિવર્તન થાય એવું સામંજસ્ય છે. શરીર અને આત્માનો સંબંધ આ સામંજસ્યને કારણે થાય છે.
આમ લાઈબની ખૂબ જ સૂક્ષ્મતાથી ચિદણુના સ્વરૂપ, લક્ષણ, ભેદ વગેરેની વ્યાખ્યા કરી છે તો પણ એમાં કેટલીક વિસંગતિઓ છે. જેમ કે - ૧) ચિદણુઓને સ્વતંત્ર માનવા અને પૂર્વસ્થાપિત સામંજસ્ય દ્વારા સંબંધ સ્થાપિત કરવો તર્કસંગત નથી. પરસ્પર વિરોધાભાસ છે. ૨) ચિદણુઓને છિદ્રહીન કહેવા અને સમસ્ત વિશ્વનું પ્રતિબિંબ એમાં પડે છે એ માનવું પણ યોગ્ય નથી પરંતુ પરસ્પર વિરોધાભાસ છે. ૩) ચિદણુઓને એકરૂપ માનવા અને એના વિવિધ સ્તરો સ્વીકારવા એ કેવી રીતે શક્ય છે? ૪) ચિદણુઓને અવિનાશી કહીને ઈશ્વર દ્વારા નિર્મિત માનવા પણ યોગ્ય નથી. ૫) ચિદણુઓને પૂર્ણ કહી તારતમ્ય દ્વારા અપૂર્ણ માનવા વિરોધાભાસથી યુક્ત છે. ૬) સ્વતંત્ર ચિત્ શક્તિ માનીને એને બાધા પહોંચાડનાર સૂક્ષ્મ જડતાને માનવી એ વિરોધાભાસ જ છે. ૭) ઈશ્વરને ચિદણુ કહીને ચિદશુઓને સઝા માનવા કોઈ રીતે યોગ્ય નથી.
આમ વિરોધી તથ્યોથી સિદ્ધ થાય છે કે લાઈબનીઝનો ચિદણુવાદ તાર્કિક દ્રવ્યવાદ નથી.
લાઈબનીઝના ચિદણુવાદ અને જૈનદર્શનના આત્મવાદની તુલના સમાનતા – ૧) બંને દર્શનમાં આત્માની પ્રકૃષ્ટતા સ્વીકારી છે તેથી બંને અધ્યાત્મવાદી છે.