________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૨૧૫. ચેતન જ સિદ્ધ થાય છે. ચિદણુ નિરવયવ, અવિભાજય તાત્વિક તેમ જ ચેતન છે, જે પોતાની શક્તિનું સ્વયં કેન્દ્ર છે. એ અનાદિ અનંત અને નિત્ય છે.
એફ. થિલીએ લાઈબનીઝના ચિદણુના લક્ષણને સ્પષ્ટ કરતા કહ્યું છે કે દ્રવ્ય એક નથી અનેક છે. એ ચેતન છે. સંસારના પ્રત્યેક પદાર્થ આ સરળ શક્તિરૂપ તત્ત્વોનો સંઘાત છે. શક્તિનું વિભાજન સંભવ નથી. તે અભૌતિક છે અને એમાં વિસ્તાર નથી. વિસ્તાર એ ભૌતિક પદાર્થોનો ગુણ છે. જેમાં વિસ્તાર નથી તે ભૌતિક નહિ તાત્વિક તેમ જ સરળ છે. આ સરળ અને તાત્વિક દ્રવ્યને ચિદણુ (મોનાડ) કહેવાય છે.
ચિદશુ સંવૃત્તિ સત, વ્યવહારિક સત્ ન હોતા પારમાર્થિક સત્ છે. એ ક્ષણિક સ્થાયી નહિ પરંતુ ચિરસ્થાયી છે. ચિદણુ સૃષ્ટિની પહેલા પણ હતા, સૃષ્ટિમાં છે અને સૃષ્ટિ પછી પણ રહેશે. એ આદિ અને અંતથી રહિત છે કેમ કે એ વિસ્તાર ગુણથી રહિત છે, ઉત્પન્ન અને વિનાશથી રહિત છે. તેથી એની શાશ્વતતામાં કોઈ શંકા નથી. | લાઈબનીઝ ચિદણુને સક્રિય દ્રવ્ય માને છે. એમના મતે ‘અર્થક્રિયાકારિત્વ' દ્રવ્યનું પ્રમુખ લક્ષણ છે. એની સક્રિયતા બે પ્રકારની છે. એક રૂપમાં ચિદણ સંપૂર્ણ જગતના પ્રતિનિધિ છે. એમના મતે “Monad is living mirror of universe." અર્થાત્ ચિદણુ જગતનું જીવતું જાગતું દર્પણ છે. એનો મતલબ એ છે કે સંપૂર્ણ જગતને આપણે ચિદણમાં જોઈ શકીએ છીએ. ચિદણુની બીજી સક્રિયતા એ કે પ્રત્યેક ચિદણ વ્યક્તિ વિશેષ છે. પોતાની ચિત્તશક્તિનું સ્વયં કેન્દ્ર છે. દરેકમાં પોતાની સ્વતંત્ર અને અવિભાજ્ય શક્તિ છે. કોઈ ચિષ્ણુ પોતાના અસ્તિત્ત્વ તેમ જ જ્ઞાન માટે બીજા કોઈ પર નિર્ભર નથી.
ચિદશું એવું દ્રવ્ય છે જયાં કાંઈ આવાગમનની શક્યતા નથી. ચિદણુની આ બીજી ક્રિયાને લાઈબનીઝના દર્શનમાં પ્રયાસ કહેવામાં આવે છે.
| લાઈબનીઝ ચિત્ત તત્ત્વ સિવાય કોઈ તત્ત્વનો સ્વીકાર નથી કરતા. તેમના મતે જેને લોકો અચેતન સમજે છે એમાં પણ આંશિક ચેતના છે. અચેતન એટલે ચેતનાનો અભાવ નહી પણ ઈષત્ ચેતના છે. ચેતનાના સ્તરોના આધાર પર એણે ચિદણુને પાંચ શ્રેણીમાં વિભક્ત કર્યા છે. ૧) અચેતન ચિદણ (Unconscious Monad) ૨) ઉપચેતન ચિદણુ (Subconscious Monad) ૩) ચેતન ચિદણ (Conscious Monad) ૪) સ્વચેતન ચિદણુ (Self Conscious Monad) ૫) સર્વચેતન ચિદણ (All Conscious Monad)
આમાંથી પ્રથમ બે ચિદણુને અલ્પજ્ઞ ચિદણુ (Naked Monad) કહ્યા છે. વિકાસની