________________
૨૭૪
શ્રાવક કવિ ઋષભદાસ કૃત જેનદર્શને જીવની આ વૃત્તિ - પ્રવૃત્તિને સંજ્ઞા નામ આપ્યું છે. સંજ્ઞાનું ઉપાદાના કારણ જીવે બાંધેલા કર્મ છે. અર્થાત્ વેદનીય અને મોહનીય કર્મના ઉદયથી તથા જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી જુદા જુદા પ્રકારની જે જે ઇચ્છા થાય છે તે પ્રમાણે જીવ પ્રવૃત્તિ કરે તેનું નામ સંજ્ઞા.
સંજ્ઞાના બે ભેદ છે. જ્ઞાન અને અનુભવ.
મતિશ્રુત આદિ પાંચ પ્રકારનું જ્ઞાન એ જ્ઞાન સંજ્ઞા છે. અનુભવ સંજ્ઞા ચાર, દશ કે સોળ બતાવી છે. સોળ સંજ્ઞા નિમ્નતર છે. ૧) આહારસંજ્ઞા - સુધા વેદનીયના ઉદયથી આહાર અર્થે પુગલોને ગ્રહણ કરવાની
ઇચ્છા તે આહાર સંજ્ઞા. ૨) ભય સંજ્ઞા - ભયમોહનીયના ઉદયથી ઉત્પન્ન થનાર ત્રાસરૂપ પરિણામનો વિચાર
તે ભય સંજ્ઞા. ૩) મૈથુન સંજ્ઞા - પુરૂષવેદ અથવા સ્ત્રીવેદ અથવા નપુંસકવેદના ઉદયથી કામભોગની
જે અભિલાષા તે મૈથુન સંજ્ઞા. ૪) પરિગ્રહ સંજ્ઞા - તીવ્ર લોભના ઉદયથી પરિગ્રહની જે અભિલાષા, લોભના
વિપાકોદયથી મૂચ્છ પરિણામ ઉત્પન્ન થાય તે પરિગ્રહ સંજ્ઞા. ૫) ક્રોધ સંજ્ઞા - ક્રોધ મોહનીયના ઉદયથી આવેશ ઉત્પન્ન થવાથી કઠોર હાવભાવ,
ચેષ્ટા, અંગો ધ્રુજવા વગેરે પરિણામ જણાય તે ક્રોધસંજ્ઞા. ૬) માન સંજ્ઞા - માન મોહનીયના ઉદયથી અહંકાર, ગર્વ આદિ પરિણામ જણાય તે
માન સંજ્ઞા. ૭) માયા સંજ્ઞા - માયા મોહનીયના ઉદયથી, અશુભ સંકલેશથી મિથ્યાભાષણ વગેરે
ક્રિયા જેનાથી જણાય તે માયા સંજ્ઞા. ૮) લોભ સંજ્ઞા - લોભ મોહનીયના ઉદયથી લાલસાથી સચેત - અચેત વગેરે
પદાર્થોની ઝંખના જેના દ્વારા જણાય તે લોભ સંજ્ઞા. ૯) લોક સંજ્ઞા - મતિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી વિશેષ અવબોધ (જાણવાની)
- ક્રિયા તે લોકસંજ્ઞા. ૧૦) ઓઘ સંજ્ઞા - મતિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી સામાન્ય જાણવાની ક્રિયા
તે ઓઘ સંજ્ઞા. ૧૧) સુખ સંજ્ઞા - શાતા વેદનીયના ઉદયથી જે સુખની અનુભૂતિ થાય તે સુખ સંજ્ઞા. ૧૨) દુઃખ સંજ્ઞા - અશાતાવેદનીચના ઉદયથી જે દુઃખની અનુભૂતિ થાય તે દુઃખ સંજ્ઞા. ૧૩) મોહ સંજ્ઞા - દર્શન મોહનીયના ઉદયથી જે મિથ્યાદર્શનરૂપ જણાય તે મોહ સંજ્ઞા. ૧૪) વિતિગિચ્છા સંજ્ઞા - મોહનીયના ઉદયથી ચિત્તભ્રમતા જણાય તે શોક સંજ્ઞા. ૧૫) શોક સંજ્ઞા - શોક મોહનીયના ઉદયથી દુઃખની લાગણી, આઘાત અનુભવાય તે શોક સંજ્ઞા.