________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૨૭૫ ૧૬) ધર્મ સંજ્ઞા - મોહનીય કર્મના ક્ષયોપશમથી ક્ષમા, કોમળતા, સરળતા આદિ પરિણામ જેના દ્વારા જણાય તે ધર્મ સંજ્ઞા.
ઉપરમાંથી પ્રથમ ચાર સંજ્ઞાનું સ્વરૂપ - શ્રી ઠાણાંગ સૂત્ર, સામાયિક સૂત્ર, દંડક વગેરેમાં છે. ૧૦ સંજ્ઞાનું સ્વરૂપ - ભગવતી શ. ૭ના ઉદ્દેશા - ૮માં તથા પ્રજ્ઞાપનાના ૮મા પદમાં ૧૬ સંજ્ઞાનું સ્વરૂપ - આચારાંગ નિર્યુક્તિ ગાથા ૩૮ - ૩૯.મા.
આ સંજ્ઞાઓ દરેક સંસારી જીવમાં ઓછા વત્તા પ્રમાણમાં હોય જ છે. એટલે સિદ્ધ થાય છે કે
આ સંજ્ઞાઓ સંજ્ઞી - અસંજ્ઞીની નિયામક નથી. શાસ્ત્રોમાં સંજ્ઞી અસંજ્ઞીના જે ભેદો બતાવ્યા છે તે હેતુવાદ, દીર્ઘકાલિક અને દૃષ્ટિવાદ આ ત્રણ સંજ્ઞાની અપેક્ષાથી છે.
૧) હેતુવાદિકી સંજ્ઞા - દેહના પાલન માટે ઇષ્ટનું ગ્રહણ અને અનિષ્ટનો ત્યાગ. ૨) દષ્ટિવાદિકી સંજ્ઞા - જિનેશ્વરોએ કહેલા તત્ત્વોને સારી રીતે જાણે.
૩) દીર્ઘકાલિકી સંજ્ઞા - મનમાં આગળ - પાછળનો - ભૂત - ભવિષ્યનો - વિચાર કરીને કાર્ય કરે.
અસંજ્ઞી જીવોમાં સંજ્ઞાનો સદંતર અભાવ છે એવું નથી પરંતુ તેમની સંજ્ઞા સ્પષ્ટ કે વ્યક્ત નથી હોતી પણ અવ્યક્ત હોય છે.
સોળ સંજ્ઞામાંથી પ્રથમ દશ સંજ્ઞા ત્રસ અને સ્થાવર બંનેમાં હોય. બાકીની છ સંજ્ઞા ત્રસ જીવોને જ હોય છે.
પ્રથમ દશ સંજ્ઞા સ્થાવર જીવોમાં કઈ રીતે હોય તે વનસ્પતિની આહાર, વિકાસ, સંકોચન વગેરે વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા સિદ્ધ થાય છે. જેનું શ્રાવક કવિ ઋષભદાસે ગાથા ૭૯ થી ૮૯માં સુંદર વર્ણન કર્યું છે.
એ ગાથાઓ જાણે લોક પ્રકાશ - દ્રવ્યલોકમાં કહેલી ગાથાઓનું પ્રતિબિંબ ના હોય એવી લાગે છે.
લોકપ્રકાશમાં ૩ જા સર્ગમાં ગાથા નં. ૪૪૮ થી ૪૫૨ આ ગાથાઓ પ્રાચીન ગાથામાંથી લેવામાં આવી છે. एताश्च वृक्षोपलक्षणेन सर्वेकेन्द्रियाणां साक्षादेवं दर्शिताः। तद्यथा -
रुखाण जलाहारो संकोअणिया भयेण संकुइयं। निअतन्तुएहिं वेढइ वल्ली रुख्खे परिगहेइ॥ ४४८॥
इत्थिपरिरंभणेण कुरुबगतरुणो फलंति मेहुणे | તદ પોનસ 2 હંટરે મુઝડ કરો || છઠe II
माणे झरइ रुअंती छायइ वल्ली फलाइं मायाए। लोभे बिल्लपलासा खिवंति मूले निहाणवरिं॥ ४५०॥ रयणीए संकोओ कमलाणं होइ लोग सन्नाए।