________________
૨૭૬
શ્રાવક કવિ ઋષભદાસ કૃત ओह चइतु मलं चडंति रुख्खेसु वल्लीओ ॥ ४५१॥ अन्यैरपि वृक्षाणां । मैथुन संज्ञाभिधीयते। तथोक्तं शृंगारतिलके।
सुभग कुरुबकस्त्वं नो किमालिंगनोक्तः किमु मुखमदिरेच्छुः केसरो नो हृदिस्थः।
त्वयि नियतमशोके युज्यते पादघातः
प्रियमितिपरिहासात्पेशलं कचिदूचे ।। ४५२ ।। तथा पारदेऽपि स्फारशंगारया स्त्रियावलोकितः कूपादुल्ललतीति लोके
શ્રય || રતિil. અર્થાત્ - આ સંજ્ઞાઓ સર્વ એકેન્દ્રિય જીવોમાં પણ હોય છે એમ વૃક્ષના દૃષ્ટાંતથી બતાવે છે તે આ પ્રમાણે ૧) વૃક્ષોનો આહાર પાણી હોય છે. ૨) સંકોચના ભયથી સંકોચ પામે છે. ૩) લતાઓ - વેલાઓ તંતુઓ વડે વૃક્ષોને વીંટી વળે છે એ પરિગ્રહ સંજ્ઞા છે. ૪) સ્ત્રીના આલિંગનથી કુરબક વૃક્ષ ફળે છે તે મૈથુન સંજ્ઞા છે. ૫) કોકનદ એટલે રક્ત જળકમળ હુંકાર શબ્દ કરે છે એ ક્રોધસંજ્ઞા છે. ૬) રૂંદતી નામની વેલી ઝૂરે છે એ માન સંજ્ઞા. ૭) વેલડીઓ ફૂલોને ઢાંકી રાખે છે એ માયા. ૮) (બીલપ્લાંસવા) પૃથ્વીમાં નિધિ ઉપર બિલ પલાશ વૃક્ષ પોતાના મૂળ ઘાલે છે એ લોભ સંજ્ઞા છે. ૯) રાતે કમળપુષ્પો સંકોચાઈ જાય છે એ લોકસંજ્ઞા અને ૧૦) વેલાઓ માર્ગ મૂકીને વૃક્ષ પર ચઢે છે એ ઓઘ સંજ્ઞા ૪૪૮ થી ૪૫૧.
વૃક્ષોમાં મૈથુન સંજ્ઞા છે એમ અન્યજનો પણ કહે છે. શૃંગારતિલક ગ્રંથમાં કહ્યું છે કે -
કોઈ સ્ત્રી પોતાના પતિને હાસ્યયુક્ત વચનો કહે છે કે - હે સુંદર તું મારો ‘કુરબક છે, છતાં મને કેમ આલિંગન કરતો નથી? તું મારો હૃદય કેસર (વૃક્ષ) છો, છતાં મારા મુખમદિરાની ઇચ્છા કેમ કરતો નથી ? તું મારે મન અશોક વૃક્ષ છો, તો તને તો હું પાદપ્રહાર કરીશ જ. I૪૫૨૫
વળી સુંદર શૃંગારમાં સજ્જ થયેલી સ્ત્રી દષ્ટિ કરે તો કુવામાંથી પારો ઉછાળા મારે છે એમ પણ લોકોક્તિ છે.
નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ (નવતત્વ પ્રકરણ બાલાવબોધ પૃ. ૧૫૬.) માં પણ આ ગાથાઓ યથાતથ્ય મળી આવે છે.
આ દશ પ્રકારની સંજ્ઞાઓ સર્વ સંસારી જીવોમાં હોય છે. છકાયના જીવોમાં હોય છે. ગુણસ્થાન આશ્રી ૧ થી ૬ ગુણસ્થાન સુધી સંજ્ઞા હોય છે.
‘આધ્યાત્મ પળે’ પૂ. બાપજીના વચનામૃતોમાં પૃ. ૧૨૪ માં લખ્યું છે કે ઇચ્છા કરતા પણ સંજ્ઞા હલકી છે. ઇચ્છા મનનો વિષય છે માટે સંજ્ઞીને જ હોય. સંજ્ઞા અસંજ્ઞીમાં પણ છે. ઈચ્છાને યોગમાં લીધી છે પણ સંજ્ઞાને ક્યાંય યોગમાં લીધી નથી.