________________
૨૭૭
જીવવિચાર રાસ એક અધ્યયન વૈજ્ઞાનિકોની દૃષ્ટિએ વનસ્પતિ જીવોમાં સંજ્ઞાઓ.
(વિજ્ઞાન અને ધર્મ - પં. ચંદ્રશેખર વિજયજી મ.પૃ. ૧૯૨) ૧) ફ્રેંચ વૈજ્ઞાનિક કવિ પોતાના ૧૮૨૮ના પ્રાણી રાજયમાં લખે છે કે વનસ્પતિ પણ આપણી પેઠે સચેતન છે. એવું અમુક સલ્તનતની વનસ્પતિ સૃષ્ટિમાં જોવા મળે છે. તેઓ માટી, હવા કે પાણીમાંથી હાઈડ્રોજન, ઓકિસજન, નાઈટ્રોજન વગેરે પોતપોતાના તત્ત્વો લે છે. રક્તાશય વગરની વનસ્પતિઓ જેને બીજા જંતુની પેઠે મોં કે હોજરી ન હોવા છતાં નીચલી પંક્તિના જંતુની પેઠે વિવર દ્વારા આહાર લઈને પોતાના દેહમાં પચાવે છે. ૨) વિખ્યાત સૂક્ષ્મદષ્ટા શોમાન તો ત્યાં સુધી કહે છે કે વનસ્પતિ અને જંતુરચનાની ગોઠવણનો પાયો એક જ છે. આહારસંજ્ઞા - ૩) “ક્યારે બોચ' સિદ્ધ કરી આપ્યું છે કે વનસ્પતિ પણ પોતાના ચેતન્ય વડે ખનિજ પદાર્થ લઈને, તેને પોતાને લાયક ખનિજ પદાર્થરૂપે પરિણામાવે છે. ૪) ઇથ્થાલીમ નામની વનસ્પતિ કીડાના શરીરને ખાઈને ઉદરપોષણ કરે છે. ૫) આપણો ખોરાક હોજરીમાં જઈને શુદ્ધ થઈ પુષ્ટિપ્રદ લોહી બને છે એ રીતે વનસ્પતિનો ખોરાક પત્રમાં શુદ્ધ થઈને પુષ્ટિકારક રસ બને છે. ૬) વનસ્પતિના મૂળ એવા શક્તિવાળા હોય છે કે તે ગમે ત્યાં પાણીના સ્થાને પહોંચી જાય છે. એક બાવળનું મૂળ પાણી માટે ૬૬ ફૂટ દૂર રહેલા કૂવામાં જઈ પડ્યું હતું. ૭) અમેરિકન ઉભિવેત્તા કર્ણીસે ઇ.સ. ૧૮૩૪ માંસાહારી વનસ્પતિની શોધમાં વનસ્પતિના સ્વભાવનું વર્ણન કર્યું હતું. ત્યારબાદ કાનબીયે આ કાર્ય કર્યું હતું. ત્યાર પછી ૪૦ વર્ષ બાદ ફુકરે તે વાતની પૂર્તિ કરતું ભાષણ કર્યું હતું.
આખરે ડાર્વિને ૧૫ વર્ષના પ્રયાસ બાદ માંસ ખાનારી વનસ્પતિની નામવાર ઓળખ આપી હતી જેમાંની કેટલીક નીચે મુજબ છે. અ) ડૂસેરા - ઇંગ્લેંડ, આસામ, બર્મા, છોટા નાગપુર વગેરે દેશોમાં થતી આ વનસ્પતિના પાંદડાં ભૂમિમાં સંલગ્ન રહે છે.
એના પાંદડાં પર ચીકાશવાળા સેંકડો નાના ભાગો હોય છે. તેના ઉપર મચ્છર, માખી બેસતાં જ ચોંટી જાય છે. પછી વનસ્પતિનો જીવ મચ્છર વગેરેને પાંદડાના મધ્યભાગ તરફ ઘસડી જાય છે. પછી પોતે જંતુ પર ઊંધા થઈને પોતાનો રસ તેની ઉપર નાંખે છે. પંદર વીસ મિનિટમાં જ તે જંતુ મરી જાય છે. અંતે ચારથી દશ કલાકે એ પાંદડાં ઉઘડે છે, અને ફરી કાંટામાં નવો રસ જમા થાય છે. એક પાંદડામાં આવી હિંસક ક્રિયા બે વાર થયા બાદ તે પાંદડું ખરી પડે છે. બ) સૂર્યશિશિર - આ વનસ્પતિ કુબી પનીર, પુષ્પરજ, નખ અને માંસ સુદ્ધાને પચાવી શકે છે. આશ્ચર્યની વાત એ છે કે તે ચરબી, તેલ વગેરે પદાર્થોને મૂત્રની પેઠે