________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૨૭૩ એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય, દેવ, મનુષ્ય તિર્યંચ, નારકી બધામાં ચાર પ્રકારના કષાય હોય છે. અહીં એકેન્દ્રિયની ગાથામાં કષાય નથી બતાવ્યા, પણ હોય. ૯૧ કહું જ કષાઈ ચ્યાર... બેઈન્દ્રિયમાં ચાર કષાય છે. ૧૦૧ કષાઈ ચ્યાર.. તેઈન્દ્રિયમાં ચાર કષાય છે. ૧૦૮ ચ્ચાર કષાઈ હોય રે.. ચોરેન્દ્રિયમાં ચાર કષાય છે. ૧૧૮ લેશ્યા છઈ કષાય ચ્યાર... પંચેન્દ્રિયમાં ચાર કષાય છે. દેવમાં કષાય નથી બતાવ્યા પણ ચાર કષાય હોય. ૧૪૩.. કહું હવઈ માનવ ભેદ
ચ્ચાર કષાય છઈ જેહમાં મનુષ્યમાં ચાર કષાય છે. ૧૮૩ સંમૂર્છાિમ મનુષ્યમાં ચાર કષાય - ‘ભાખ્યા ચ્યાર કષાઈ
ગર્ભજ પંચેન્દ્રિયમાં કષાયનો ઉલ્લેખ નથી પણ સંમૂર્છાિમ તિર્યંચ પંચે. માં ૧૯૯મી ગાથામાં ચાર કષાય બતાવ્યા છે. નારકીની ૨૬૪મી ગાથામાં ચાર કષાય બતાવ્યા છે. જીવના ૫૬૩ ભેદમાં કષાય હોય છે.
કષાયનું ચિંતન - કષાય આત્માનો ખતરનાક શત્રુ છે. કષાય જીતાઈ જાય પછી કર્મની ફોજ પીછેહઠ કરવા લાગે છે. કષાય અને યોગની કર્મબંધમાં જુગલબંધી હોય છે. કષાયના જવાથી યોગ પણ મંદ થઈ જાય છે. યોગથી થતો કર્મબંધ જલ્દીથી ખરી જાય એવો થાય છે. કષાયની હાજરીમાં થતો બંધ મજબૂત હોય છે. માટે કષાયને જીતવાનો પ્રયત્ન કરવો જરૂરી છે.
સંજ્ઞા સંજ્ઞા શબ્દનો અર્થ આભોગ એટલે કે તે તે વિષયનું આકર્ષણ.
જગતના દરેક જીવોને શારીરિક પ્રવૃત્તિના નિમિત્તરૂપ કેટલીક વૃત્તિઓ જેવી કે આહારની ઈચ્છા, ભયની લાગણી, કામભોગની અભિલાષા, સંગ્રહવૃત્તિ, મૂચ્છ, આવેશ, અહંકાર, ફૂડકપટ, લાલસા, કંઈક વિશેષ જાણવાની વૃત્તિ, સામાન્ય રીતે કાર્ય કરવું, પ્રસંગોપાત સુખદુઃખનો અનુભવ મતિનું મૂંઝાઈ જવું, કાર્ય પ્રસંગે ચિત્તભ્રાંતિ થવી, આઘાત લાગવો, પોતાને ઈષ્ટ લાગે તે પ્રમાણે ધર્મનું પાલન કરવું વગેરે હોય છે.
તેમાં આહાર, ભય, કામભોગની અભિલાષા, સંગ્રહવૃત્તિ, આવેશ, અહંકાર, કપટ અને લાલસા એ બહુલતયા ચિત્તાવલંબી છે. અર્થાત્ પોતાના માનસિક પરિબળો પર નિર્ભર છે. તેમાં બાહ્ય પરિબળો ઓછો ભાગ ભજવે છે. કોઈ બાબતના વિશેષજ્ઞાન માટે બહુલતયા બાહ્ય પરિબળની અપેક્ષા રહે છે. જે ક્રિયા જે રીતે થતી. હોય તેને તે રીતે કરવા માટે પરંપરાની અપેક્ષા રહે છે. સુખદુઃખ, મોહ, શોકનો અનુભવ, ચિત્તભ્રાંતિ, ઈષ્ટધર્મ પાલન વગેરે સ્વતઃ અને પરતઃ બંને રીતે હોઈ શકે છે. તેના કારણો પરતઃ હોય છે પણ તેની અનુભૂતિ સ્વતઃ હોય છે.