________________
૨૭૨
શ્રાવક કવિ ઋષભદાસ કૃત
ઉષાયા
કષાયના અર્થો
કમ્ + આયથી કષાય શબ્દ બન્યો છે. કર્યું એટલે સંસાર અને આય એટલે લાભ. જેનાથી સંસારની વૃદ્ધિનો લાભ થાય તે કષાય.
જે શુદ્ધ સ્વભાવી જીવને કલુષિત અથવા કર્મથી મલિન કરે છે તેને કષાય કહે છે. શ્લેષ ધાતુથી કષાય શબ્દ બન્યો છે ફલૂષ ધાતુનો ક૬ આદેશ થઈ જાય છે.
(દંડક એક અધ્યયન - પૃ. ૨૨૭) ક્રોધાદિ પરિણામ આત્માને ફગતિમાં લઈ જવાને કારણે કષે છે. આત્માના સ્વરૂપની હિંસા કરે છે તેથી એ કષાય છે. (દંડક એક અધ્યયન - પૃ. ૨૨૭) આત્માની અંદરના અશુભ - કલુષ પરિણામને કષાય કહે છે.
| (સાગરનું બિંદુ પૃ. ૨૬૫) જે કર્મરૂપી ક્ષેત્રને ખેડીને તેને સુખદુઃખરૂપી ધાન્યની ઉપજ માટે વાવે છે તેને કષાય કહે છે. કષાયને સંકલેશ કહ્યા છે. સંકલેષ એટલે ખળભળાટ, અનુકૂળ પદાર્થ ન મળવાથી, અનુકૂળ કાર્ય ન થવાથી સંકલેષ શરૂ થાય છે. પોતાનું ધાર્યું ન થાય તો ધાર્યું કરાવવા આત્મા અનેક પ્રકારના ઘોડા ઘડે છે એનું નામ સંકલેશ. ક્રોધ - માન - માયા - લોભનો પ્રભાવ જયારે જીવ પર પડે છે. ત્યારે જીવનો ખળભળાટ જોવા જેવો હોય છે.
જીવ પર જયારે ક્રોધ સવાર થાય છે. ત્યારે ગમે તેવા પ્રેમીજનને પણ હતો ન હતો કરી નાંખે છે.
જ્યારે માન સવાર થાય છે, ત્યારે નાના મોટાનું ભાન ભૂલી જાય છે ને વિનયને પણ નેવે મૂકી દે છે.
માયાવી વ્યક્તિને કોઈ મિત્ર જ હોતું નથી ને તેની જાળ પોતાનું ધાર્યું કરાવવા ચારે બાજુ બિછાવતો હોય છે.
લોભ તો સર્વનો વિનાશ કરે છે. જ્યારે જીવ લોભવશ બને છે, ત્યારે સારાસાર કંઇ જોતો નથી કે નથી જોતો ભવિષ્યને. લોભવશ થતાં પુત્ર પરિવાર પ્રત્યેની ફરજ કે માતાપિતા અને ગુરૂજનોનો ઉપકાર પણ ભૂલી જાય છે. કષાયના ૧૬ ભેદ કહ્યા છે. ક્રોધાદિ દરેકના ચાર ચાર પ્રકાર બતાવાયા છે. ક્રોધના - અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણીય, પ્રત્યાખ્યાનાવરણીય, સંજવલન એ ચાર ભેદ છે. એમ ૧૬ ભેદ છે. પન્નવણા પદ ૧૪માં કષાયના આધાર, ઉત્પત્તિ, નિવૃત્તિ, અવસ્થા વગેરેના ભેદથી ૧૩૦૦ x ૪ ક્રોધ, માન, માયા, લોભના મળીને કષાયના પ૨૦૦ ભાંગા બતાવ્યા છે. અથવા બીજી રીતે ૩૪૦૦ ભાંગા થાય છે.
શ્રાવક કવિ ઋષભદાસે જીવવિચાર રાસમાં કષાયનું આલેખન નીચેની ગાથાઓમાં કર્યું છે.