________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૨૭૧ ૧૮૫ હુઈ એક હુંડ સંસ્થાન. સંમૂર્છાિમ મનુષ્ય ૧૮૯.. ષ સંસ્થાન તીહાં કણિ જોય. સંજ્ઞી તિર્યંચ ૨૦૦ હુંડ સંસ્થાન નિ દરસણ દોય. અસંજ્ઞી તિર્યંચ પંચે. ૨૭૦ હુંડ સંસ્કાન છઈ તસ એક... નારકીની ગાથા
આમ ૧૧ ગાથાઓમાં સંસ્થાનનો ઉલ્લેખ છે. દેવમાં સંસ્થાનનો ઉલ્લેખ કવિએ નથી કર્યો, વળી મનુષ્યમાં જુગલિયામાં પણ એક સમચતુરંત્ર સંસ્થાન હોય પણ જગલિયાનો તો અધિકાર જ આ રાસમાં નથી.
સંસ્થાનનું સ્વરૂપ જાણવાથી શું ફાયદો થાય ?
આજે બ્યુટી પાર્લરના યુગમાં જાતજાતની સૌંદર્ય સ્પર્ધાઓ (બ્યુટી કોન્ટેસ્ટો) યોજાય છે. મિસ યુનિવર્સ, મિસ વર્લ્ડ, વગેરે તેમ જ યુવાનો માટે પણ મિસ્ટર વર્લ્ડ જેવી અનેક સ્પર્ધાઓ યોજાય છે. ત્યારે ખ્યાલ આવે છે કે આ રૂપસુંદરીઓને આવી સુંદર દેહયષ્ટિ મળી છે તે ક્યા કારણથી મળી છે. આમાં સંસ્થાન નામ કર્મનું યોગદાન છે. એ સંસ્થાન નામ કર્મમાં પણ સમચતુરંત્ર સંસ્થાન એ પુણ્ય તત્ત્વની દેન છે. શુભ નામકર્મમાં એનો સમાવેશ થાય છે. આ શુભનામ કર્મનો બંધ ચાર કારણે થાય છે. કાયુ જયાએ – કાયાના યોગ સારા પ્રવર્તાવે (૨) ભાસુજીયાએ = ભાષાની સરળતાથી એટલે કે વચનના યોગ સારા પ્રવર્તાવવાથી (૩) ભાવ જયાએ = મનના યોગ સારા પ્રવર્તાવવાથી (૪) અવિસંવાયણાજોગેણં = અકલેશકારી પ્રવર્તન, ખોટા ઝગડા, વિવાદ, મત્સર આદિ ન કરવાથી. જેના ફળ સ્વરૂપે સમચતુરંત્ર સંસ્થાન મળે છે.
એવી જ રીતે મન, વચન, કાયાના યોગ અશુભ (ખરાબ) પ્રવર્તાવવાથી અને ક્લેશકારી પ્રવર્તન કરવાથી અશુભ નામ કર્મનો બંધ થાય છે જેના ફળ સ્વરૂપબાકીના પાંચ સંસ્થાનની પ્રાપ્તિ થાય છે.
આપણને આવી સુંદર દેહયષ્ટિ નથી મળી એનું કારણ પણ આમાંથી જાણવા મળે છે. તેને કારણે ચિંતન કરવાનું છે કે મેં પૂર્વે શુભનામ કર્મના દળિયા ભેગા નહિ કર્યા હોય. અથવા આપણને સારું રૂપ મળ્યું છે પણ હવે રાગ વગેરે કરીને એમાં લપટાવું નથી કારણ કે રૂપ સારૂં કે ખરાબ મળી શકે પણ રાગ - દ્વેષથી પર થતા જઈશું તો જ આત્માનું સાચું રૂપ પ્રાપ્ત થશે. અરૂપીપણાને પ્રાપ્ત કરી શકશું. જીવના ૫૬૩ ભેદમાં સંસ્થાન
નારકી | તિર્યંચ મનુષ્ય દેવ એકાંત હુંડ સંસ્થાના
૧૦૧ એકાંત સમચતુરસ્ત્ર સંસ્થાન
૧૭૨ ] ૧૯૮ છિ સંસ્થાન
૧૪
૩૮
૩૦
કુલ
૧૪
૩૦૩ | ૧૯૮