________________
૨૭૦
શ્રાવક કવિ ઋષભદાસ કૃત પ્રકારની પરખ સરળતાથી થઈ શકે છે.
ફળફૂલ ઉગતી વખતે અનંતા જીવ હોય, એમાંથી અસંખ્યાતા, પછી સંખ્યાતા જીવો રહે છે તે પ્રમાણે આકારનું નિર્માણ થઈ જાય પછી વૃદ્ધિ થાય. હુંડ એટલે કોઈ નિશ્ચિત આકાર નહિ. વિવિધ આકારોવાળું સંસ્થાન. વળી વનસ્પતિના કેટલાક પ્રકારોમાં તો ઘણા જીવોના શરીર ભેગા થઈને પણ આકાર બન્યો હોય છે જેમ કે તલસાંકળીમાં ઘણા તલ ભેગા થઈને ચોરસ વગેરે આકારો થાય છે. પૃથ્વીકાયના જીવોના શરીરનો આકાર મસુરની દાળ જેવો, અપકાયના શરીરનું સંસ્થાન પરપોટાના આકારનું, અગ્નિકાયના શરીરનું સંસ્થાન સોયની ભારીના આકાર અને વાયુકાયના જીવોના શરીરનું સંસ્થાન ધ્વજા - પતાકા જેવું.
પ્રત્યેક વનસ્પતિકાયના જુદા જુદા અનેક આકારના સંસ્થાનો હોય છે. પ્રત્યેક વનસ્પતિકાય સિવાયના કોઈનું એક શરીર જોઈ શકાતું નથી. તેથી તેના સંસ્થાનો પણ જોઈ શકાતા નથી. સૂક્ષ્મ પૃથ્વી આદિનું બાદર પૃથ્વી આદિ પ્રમાણે સંસ્થાન છે. સૂક્ષ્મ અને બાદર સાધારણ વનસ્પતિનું સંસ્થાન પણ વિવિધાકૃતિ છે. ક્યારેક પ્રત્યેક વનસ્પતિનું પણ એક જીવનું શરીર જોઈ શકાતું નથી. નિગોદનું દારિક શરીર પરપોટા જેવા આકારવાળું (એટલે નક્કર ગોળા જેવું) કહ્યું છે.
| (સંગ્રહણી વૃત્તિ રા. વા. ૮/૧૧/૮/૫૭૬/૩૨). પ્રત્યેક વનસ્પતિકાયનું અનિત્થસ્થ (અનિયત) કહ્યું છે. તથા વાઉકાય વેક્રિયા શરીર રચે તો તે પણ ધ્વજાના આકારે જ રચે છે.
(શ્રી તત્ત્વાર્થ વૃત્તિ. પન્નવણા - ૩, ૨૧મું પદ સૂત્ર - ૨) જીવવિચારમાં સંસ્થાન –
નારકી, પાંચ સ્થાવર, ત્રણ વિક્લેન્દ્રિયમાં એક સુંડ સંસ્થાન હોય. સંજ્ઞી મનુષ્ય, સંજ્ઞી તિર્યંચ આ બંનેમાં છ છ સંસ્થાન હોય. દેવમાં એક સમચતુરસ્તત્ર સંસ્થાના હોય. સંમૂર્છાિમ મનુષ્ય અને અસંડી તિર્યંચ પંચૅ.માં એક ફંડ સંસ્થાન હોય. એની ગાથાઓ નીચે મુજબ છે. ૭૩ એક સંસ્થાન હંડ તસ હોયએકેન્દ્રિયની ગાથા ૯૧ સંસ્થાન હૂડ હોઈ એક તેહસિં... બેઈન્દ્રિયની ગાથા ૧૦૧ હુંડ સંસ્થાન કષાઈ ચ્યાર ... તેઈન્દ્રિયની ગાથા ૧૧૦ હુંડક કહું સંસ્થાન રે... ચોરેન્દ્રિયની ગાથા ૧૧૮ પાંચ શરીર નિં ષ સંસ્થાન ... પંચેન્દ્રિયની ગાથા ૧૪૫ ષટ્ સંસ્થાન માનવનિ લહું શ્રી જિનવચન વ્યવરી કહું ૧૪૬ સમચરિસંને પહિલું લસું નીગ્રોધ તે પણિ બીજૂ કહ્યું,
મનુષ્યના છ સંસ્થાનનું નિરૂપણ. સંસ્થાન સાદિ વામણ વલી, કુબજ હુંડ કહઈ કેવલી.