________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૨૬૯ ૯૮) બધા અંગોને નાના બનાવવામાં કારણભૂત વામન સંસ્થાન હોય છે.
(રાજવાર્તિક ૮/૧૧/૮/૫૭૭/૩) વામણા શરીરને વામન સંસ્થાન કહે છે. જે કર્મના ઉદયથી શાખાઓને હસ્વતા અને શરીરને દીર્ઘતા પ્રાપ્ત થાય તે વામન સંસ્થાન.
(ધવલા. ૬/૧,૯,૧૩૪/૭૧/૮) ૬) હંડ સંસ્થાન –
જેમાં શરીરના સર્વ અંગ - પ્રત્યંગો લક્ષણહીન હોય, બેડોળ હોય તે ફંડ સંસ્થાન.
| (કર્મગ્રંથ ભા.૧ પૃ. ૧૪૬) સર્વ અવયવ અશુભ હોય તે રૂઢ, મૂઢ મૃગાપુત્ર લોઢિયાની જેમ. | (શ્રી બૃહ જેન થોક સંગ્રહ સં. કાંતિભાઈ, જશવંતભાઈ પૃ.- ૯૮).
જેના દરેક અંગોપાંગ પ્રમાણહીન હોય અર્થાત્ સમાનતારહિત અનેક આકારવાળા પથ્થરોથી ભરેલી મશક સમાન બધી બાજુથી વિષમ આકારને હુંડ કહે છે. તેના સંસ્થાન સમાન જેનું સંસ્થાન હોય તેને ઠંડક સંસ્થાન કહેવાય છે.
(. એ. અ. પૃ. ૨૧૮ ધવલા ૬/૧,૯,૧,૩૪/૭૨/૨) જે કર્મના ઉદયથી પૂર્વોક્ત પાંચ સંસ્થાનથી વ્યતિરિક્ત, એકત્રીશ ભેદ ભિન્ન અન્ય સંસ્થાન ઉત્પન્ન થાય છે એ શરીર હુંડ સંસ્થાન સંજ્ઞાવાળું છે.
| (દં. એ. એ. પૃ. ૨૧૮ ધવલા ૬/૧,૯,૧,૩૪/૭૨/૨) પુદ્ગલનો જે અસાધારણ ધર્મ છે એમાંથી સંસ્થાન પણ એક છે. એના બે ભેદ છે. (૧) ઇલ્વસ્થ અને (૨) અનિત્યંસ્થ. (૧) જેના ચોરસ, ત્રિકોણદિ આકાર નિયત હોય તે ઇલ્વસ્થ કહેવાય છે. અને (૨) જેનો કોઈ નિર્ણત આકાર ન હોય તેને અનિત્ય સંસ્થાન કહેવાય છે.
આ જીવે ગ્રહણ કરેલા કે ગ્રહણ કરીને મૂકી દીધેલ શરીર આશ્રી સંસ્થાન છે એવી જ રીતે પુદ્ગલના બે પ્રદેશી ઢંધથી માંડીને અનંતપ્રદેશી ઢંધોના વિવિધ સંસ્થાન હોય છે એના પણ મુખ્યત્વે ૫ પ્રકાર છે. (૧) પરિમંડળ = બંગડી જેવો ગોળ (૨) વૃત્ત - એના બે પ્રકાર છે. ઘનવૃત્ત = દડા જેવું, પ્રતરવૃત્ત = રોટલી જેવું (૩) વ્યસ્ત્ર - ત્રિકોણાકાર સંસ્થાન (૪) ચતુરસ્ત્ર = ચોરસ આકારનું સંસ્થાન (૫) આયત સંહાણ - તે સીધી લાઈન કે લાકડી જેવું.
જડ કે જીવ કોઈપણ પદાર્થ આકાર વિનાનો નથી. આધુનિક વિજ્ઞાન પણ આકારને માન્યતા આપે છે.
સજીવોના આકાર તથા તેની આંતરિક રચના સુંદર અને રૂચિકર હોય છે. વર્તમાન વિશ્વમાં એક પ્લેટોના સમયથી પદાર્થ અને તેની આકૃતિ વચ્ચેના સંબંધની ચર્ચા થતી. આવી છે. ચેતન્ય સ્વરૂપમાં સહજ અંતહિત હોય છે.
વનસ્પતિ સૃષ્ટિમાં રૂપનું અપાર વૈવિધ્ય જોવા મળે છે, જેને લીધે તેના પ્રત્યેક