________________
૨૬૮
શ્રાવક કવિ ઋષભદાસ કૃત
૨) ન્યગ્રોધ પરિમંડળ સંસ્થાન – નિગોહ પરિમંડળ
ન્યગ્રોધ એટલે વડલાનું વૃક્ષ, પરિમંડળ = તેના જેવો આકાર વિશેષ. જેમ વડનું વૃક્ષ ઉપરના ભાગે સુંદર શાખા - પ્રશાખા - પાંદડાં અને ફળવાળું હોય છે અને નીચેના ભાગમાં લાંબી લાંબી વડવાઇઓ લટકતી હોવાથી તેવા પ્રકારની શોભાવાળું હોતું નથી તેવી રીતે પ્રાણીઓના શરીરનો નાભિથી ઉપરનો અર્ધભાગ સુંદર હોય પ્રમાણયુક્ત હોય અને નીચેનો અર્ધભાગ તેવો શોભાવાળો ન હોય પરંતુ લક્ષણો અને પ્રમાણો વિનાનો હોય તે ન્યગ્રોધ પરિમંડળ સંસ્થાન.
જે શરીર નીચે સૂક્ષ્મ અને ઉપર વિશાળ હોય છે તે ન્યગ્રોધ પરિમંડળ. (કર્મગ્રંથ ભા.૧ ૧ પૃ. ૧૪૫૪/૬/૧,૯,૧,૪/૭૧/૨)
જે શરીરના નાભિથી ઉપરના અવયવો અંગશાસ્ત્રના નિયમ પ્રમાણે પ્રમાણસર હોય અને નાભિથી નીચેના સાથળ વગેરે અવયવો હીનાધિક પ્રમાણવાળા હોય તેનું નામ ન્યગ્રોધ પરિમંડળ સંસ્થાન. (શ્રી જૈનજ્ઞાન સાગર. વિરાણીનું પૃ. ૧૨૩) ૩) સાદિ સંસ્થાન – અથવા સાચી કે સ્વાતિ સંસ્થાન -
શરીરમાં નાભિથી ઉપરનો ભાગ લક્ષણ અને પ્રમાણ વિનાનો હોય અને નાભિથી નીચેનો ભાગ લક્ષણોથી અને પ્રમાણથી યુક્ત હોય તે સાદિસંસ્થાન. આદિ ભાગ એટલે નીચેનો ભાગ. તે પ્રમાણયુક્ત હોવાથી તે ભાગ સહિત જે સંસ્થાન તેને સ + આદિ = સંસ્થાન કહેવાય છે. અથવા સાચી એટલે શાલ્મલી કે સ્વાતિ વૃક્ષ જેમ નીચેથી શોભાવાળું હોય છે અને ઉપરના ભાગમાં તેવું શોભાવાળું હોતું નથી તેની જેમ જે શરીરમાં ઉપરનો ભાગ પ્રમાણશૂન્ય અને નીચેનો ભાગ પ્રમાણયુક્ત હોય તે સાચી કે સ્વાતિ સંસ્થાન. (કર્મગ્રંથ ભા.૧ પૃ. ૧૪૫)
૪) કુબ્જ સંસ્થાન –
શરીરના મુખ્ય ચાર અંગો મસ્તક, ગ્રીવા, હાથ અને પગ. આ ચાર અંગો સામુદ્રિક શાસ્ત્રમાં કહેલ લક્ષણો અને પ્રમાણોથી યુક્ત હોય અને બાકીના ઉર - ઉદર - પીઠ ઈત્યાદિ શેષ અંગો લક્ષણહીન હોય તે કુબ્જ સંસ્થાન.
(કર્મગ્રંથ ભા.૧ પૃ. ૧૪૫) કુબડા શરીરને કુબ્જ શરીર કહે છે. જે કર્મના ઉદયથી શાખાઓની દીર્ઘતા અને મધ્યભાગની હસ્વતા હોય છે તેને કુબ્જ શરીર કહે છે. (ધવલા. ૬/૧,૯,૧,૩૪/૭૧/૬) પીઠ પર ઘણાં પુદ્ગલોનો પિંડ થઈ જાય તેને કુબ્જ સંસ્થાન કહે છે. (રાજવાર્તિક ૮/૧૧/૮/૫૭૭/૩)
૫) વામન સંસ્થાન –
મસ્તક, ગ્રીવા, હાથ અને પગ આ ચાર જેમાં લક્ષણહીન હોય અને શેષ ઉર - ઉદર પીઠ ઇત્યાદિ અવયવો પ્રમાણયુક્ત હોય તે વામન સંસ્થાન. (કર્મગ્રંથ ભા.૧ પૃ. ૧૪૫) ઠીંગણું સંસ્થાન. (શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ સં. કાંતિભાઈ, જશવંતભાઈ પૃ.