________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૨૬૭ સંજ્ઞી મનુષ્ય અને સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયમાં છ સંઘયણ ૪૦ ભેદ
કુલ પ૬૩ ભેદ
સંસ્થાના પ્રાપ્ત શરીરના આકારનું વર્ણન.
સંસ્થાન એટલે આકૃતિ કે આકાર-સંડાણ. સમસ્થાન = સંસ્થાન. સંસ્થાનની વ્યાખ્યા-વિવિધ શાસ્ત્રોને આધારે ૧) શરીરની શુભાશુભ આકૃતિ. (થો. ૯૭) ૨) સંસ્થાનનો અર્થ આકૃતિ છે. જેના ઉદયથી જીવે ધારણ કરેલ દારિકાદિ શરીરોની આકૃતિ બને છે તે સંસ્થાન નામ કર્મ છે.
| (સ. સિ. ૮/૧૧/૩૯૦/૩, રા.વા. ૩/૮/૩/૧૭૦/૧૪) અજીવના પણ પાંચ સંસ્થાન છે. ૩) જે સંસ્થિત હોય છે કે જેના દ્વારા સંસ્થિત થાય છે અથવા તો સંસ્થિતિને સંસ્થાન કહે છે. (રા.વા. ૫/૨૪/૧/૪૮૫/૧૩, સંતિષ્ઠતે... સંસ્થાનમ્ I) ૪) શરીરના અંગ - પ્રતિઅંગોના માપનું વર્ણન જેમાં કરવામાં આવ્યું હોય તેવા શાસ્ત્રને ‘સામુદ્રિક શાસ્ત્ર કહેવાય છે. તે સામુદ્રિક શાસ્ત્રના આધારે શરીરના અંગ - ઉપાંગોની રચના હોય તો તે શરીરનો આકાર શુભ કહેવાય, અને તેના માપથી વિપરીત માપવાળા અંગો હોય તો તે આકાર અશુભ કહેવાય છે. તેથી સંસ્થાન એટલે શરીરના અંગ - પ્રતિઅંગોની રચના.
સંસારી જીવોના શરીરના સંસ્થાનના પ્રકાર - છ પ્રકાર છે. ૧) સમચતુરસ્ત્ર કે સમાચૌરસ સંસ્થાન - તે પગથી માથા સુધી શોભાયમાન હોય. પલાંઠીવાળી બેસતાં ચારે બાજુ સરખી આકૃતિ થાય. (શ્રી બૃહ જેન થોક સંગ્રહ સં. કાંતિભાઈ, જશવંતભાઈ પૃ. ૯૭) શરીરના સઘળા અવયવો સામુદ્રિક શાસ્ત્રમાં કહ્યા મુજબના પ્રમાણયુક્ત હોય અથવા પર્યકાસના બેઠેલા પુરૂષના બે ઢીંચણનું અંતર, ડાબા ખભા અને જમણા ઢીંચણનું અંતર, જમણા ખભા અને ડાબા ઢીંચણનું અંત લલાટ અને આસનનું અંતર એમ આ ચારે ખૂણા જેના સરખા હોય, સમ = સરખા છે, ચતુર = ચારે, અસ્ત્ર = ખૂણા જેના તે સંસ્થાન સમચતુરંસ્ત્ર સંસ્થાન કહેવાય છે.
(કર્મગ્રંથ ભા.૧ ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા, પૃ.૧૪૪) અથવા ઉપર, નીચે અને મધ્યમાં કુશળ શિલ્પીઓ દ્વારા બનાવવામાં આવેલા સમચક્રની જેમ ચારે બાજુથી સમાન રૂપથી શરીરના અવયવોની રચના થવી તેને સમચતુસ્ત્ર શરીર સંસ્થાન કહે છે. (દંડકઃ એક અધ્યયન . ૨૧૭) ૧૦૮ આંગલા પ્રમાણનું શરીર તે સમચતુરંત્ર સંડાણ. પલાંઠી વાળી બેસતા ચારે બાજુ પ્રમાણોપેતા સરખી આકૃતિ થાય અને પોતાના આંગુલ પ્રમાણે ૧૦૮ આંગુલ પ્રમાણે શરીર ભરાય
(શ્રી જૈનજ્ઞાન સાગર. વિરાણીનું પૃ. ૧૦૦)