________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૨૫૩ ૯૨ શરીર ત્રણિ તસ કહીઈ, તેજસ કારમણ અનિ ઉદારિક જિનવર ભાખ્યા લહીઇ. ૧૦૦ àઅંદ્રીનો કહું વીચાર, શરીર ત્રણિ તસ ભાખ્યાં સાર,
તેજસ કારમણ દારિક જોય,... ૧૦૯ શરીર ત્રણિ તસ હોયરે, તેજસ કારમણ ઓદારીક ત્રીજું કહું એ... - આ ત્રણે ગાથામાં અનુકમે બેઈન્દ્રિય, ઇન્દ્રિય અને ચોરેન્દ્રિય માં ત્રણ શરીર હોય એ બતાવ્યું છે. પંચેદ્રિયમાં શરીર – ૧૧૯પાંચ શરીર નિ ષ સંસ્થાન...
સમુચ્ચય પંચેન્દ્રિયમાં પાંચે શરીર કહ્યા પણ નારકી, તિર્યંચ, દેવ અને મનુષ્ય આશ્રી શરીર નીચે મુજબ છે.
દેવગતિમાં શરીર-વેક્રિય, તેજસ અને કાર્મણ એ ત્રણ હોય જો કે કવિએ અહીં ગાથામાં એનો ઉલ્લેખ કર્યો નથી. મનુષ્ય ગતિમાં શરીર – ૧૪૭ મધુરી વાણી બોલ્યા વીર, માનવની હુઈ પાંચ શરીર,
તેજસ કારમણ દારિક જોય, વઇકરી આહારક પાંચમું સોય.
માનવીને પાંચે શરીર હોય એમાંથી આહારક શરીર મનુષ્યાણીમાં ન હોય, માત્ર ચોદપૂર્વધારી સાધુને જ હોય, સાધ્વીને નહિ. અમુક આસન સ્ત્રી નથી કરી શકતી કારણ કે તેની શારીરિક રચના એવી છે અને ગંભીરતા ઓછી હોય માટે આહારક શરીર ન હોય. સંમૂચ્છિક મનુષ્યમાં શરીર – ૧૮૬... શરીર ત્રણ તણુ તસમાન.
તેજસ નિ કારમણ કહીઈ, ઓદારીક ત્રીજું લહીઈ.
સંમૂર્સ્કિમ મનુષ્યમાં ત્રણ શરીર હોય. એવી જ રીતે મનુષ્ય જુગલિયામાં પણ આ જ ત્રણ શરીર હોય જો કે કવિએ તેનું વિવરણ નથી કર્યું. તિર્યંચમાં શરીર – ૧૮૯ ચ્યાર શરીર ત્રીજંચ નિં લહં વઇક્રી તેજસ કારમણ કહું,
ચઉર્દૂ શરીર ઓદારીક હોય, ષ સંસ્કાન તીહાં કણિ જોય. આ ગાથા સંખ્યાતા વર્ષના સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયની છે. એમાં ચાર શરીર હોય, પરંતુ અસંખ્યાતા વર્ષના તિર્યંચમાં ત્રણ શરીર જ હોય ઉપરમાંથી વેક્રિય ન હોય, તેઓ યુગલિક છે અને યુગલિકમાં વેક્રિય શરીર ન હોય. સમષ્ઠિમ તિર્યંચમાં શરીર – ૨૦૧ વલી બોલ્યા શ્રી જિનવર વીર, તેહનઇ ભાખ્યા ત્રણિ શરીર,તેજસ કારમણ ઉદારિક જોય, ત્રીજંચ જીવ તણાઈ વલી સોય. સંમૂચ્છુિમ તિર્યંચ પંચેન્દ્રિયમાં પણ વૈક્રિય સિવાયના ત્રણ શરીર હોય. નારકીમાં શરીર – ૨૬૪ . ત્રણિ શરીર જેહનિં વિખ્યાત.