________________
૨૫૨
શ્રાવક કવિ ઋષભદાસ કૃત ન્યાયમત પ્રમાણે - શરીર એ બાર માંહેનું એક પ્રમેય. પ્રમેય બાર છે - આત્મા, શરીર, ઇંદ્રિય, અર્થ, બુદ્ધિ, ધર્મ, પ્રવૃત્તિ, દોષ, પ્રેત્યભાવ, ફળ, દુઃખ અને અપવર્ગ.
આમ દરેક મત, સંપ્રદાય કે દર્શનમાં શરીરનું નિરૂપણ છે. જેના દર્શનમાં પણ પન્નવણા પદ ૨૧ માં શરીરના ૧૬ દ્વાર બતાવ્યા છે જેમાં એના નામ સંસ્થાના પ્રદેશાદિનું વિસ્તૃત વર્ણન છે.
ભગવતી સૂત્ર શતક - ૧ ઉદ્દેશા સપ્તમાં ગર્ભવિચાર અંતર્ગત શરીરની રચના બતાવી છે.
શ્રી જીવાભિગમ સૂત્ર પ્રતિપત્તિ ૧ મધ્યે ૨૪ દંડકની અંતર્ગત પણ શરીર દ્વાર છે. જેમાં દંડકમાં કયા જીવોને કયું શરીર હોય તેની પ્રરૂપણા કરાઈ છે. અહીં પણ શ્રાવક કવિ ઋષભદાસે ક્યા જીવોને કયું શરીર હોય તે બતાવ્યું છે. જુઓ નીચેની ગાથાઓ.. ગાથા ૭૨. એકંદ્રીનિ ચ્યાર શરીર,
તેજસ, કારમણ દારિક જોય, શરીર વઇકરી તેહનઈ હોય. અહીં એકેન્દ્રિયને ચાર શરીર કહ્યા છે પણ એકેન્દ્રિયના પાંચ ભેદ છે. તેમાંથી પૃથ્વી, પાણી, અગ્નિ અને વનસ્પતિકાયમાં માત્ર ત્રણ જ શરીર હોય. વેક્રિય શરીર માત્ર વાયરાના પર્યાપ્તામાં જ હોય. સૂક્ષ્મ જીવોમાં પણ ત્રણ જ શરીર હોય. લોકના નિષ્ફટ-અલોકને અડીને રહેલો લોકનો ખૂણા ખાંચાવાળો ભાગ તે-નિષ્ફટ (છેડે) ભાગમાં રહેલો વાયરો વેક્રિય શરીર ફોરવી (બનાવી) શકતો નથી કારણ કે ક્રિય શરીર બનાવવા માટે છ દિશામાંથી પુદ્ગલ મળવા જોઈએ, જ્યારે લોકના છેડે છ દિશામાંથી પુદ્ગલ મળતા નથી માટે ત્યાં રહેલા જીવો વૈક્રિય શરીર ન બનાવી શકે. બાકીના સર્વ ક્ષેત્રમાં ક્રિય શરીર બનાવી શકે. જો કે વાયરાના બધા જીવોને ક્રિય શરીર ન હોય. ઉત્તર વેકિય કરતા હોય ત્યારે વાયરાના જીવો મરે નહિ.
વાયરાના કયા જીવો પાસે વેક્રિય શરીર ન હોય -
જે જીવો સ્થાવર તથા વિકસેન્દ્રિયમાં એક પલ્યના અસંખ્યાતમા ભાગ સુધી રહી આવ્યા હોય અને ત્યાંથી વાયરાપણે ઉત્પન્ન થાય તે જીવો પાસે વેકિય શરીર ન હોય કારણ કે સ્થાવર અને વિફલેન્દ્રિયમાં વૈક્રિય નામ કર્મનો નવો બંધ થતો નથી. અને સત્તામાં રહેલા એ કર્મ એક પલ્યના અસંખ્યાતમા ભાગમાં ‘ઉલના કરણ” દ્વારા સત્તારહિત થઈ જાય છે.
બાદર વાયરાના જીવો અસંખ્યાતા છે. તેનો એક અસંખ્યાતમો ભાગ નિયમો વેક્રિય કરેલો શાશ્વત લાભે છે. વાયરો ઉત્તર વેક્રિય કરે એટલે એક પણ નવું શરીર બનાવ્યા વગર પોતાના મૂળ શરીરને પહેલાં કરતાં અસંખ્યાતગણું મોટું કરે તો પણ એ શરીરની અવગાહના આંગુલના અસંખ્યાતમા ભાગની જ થાય. બેઈન્દ્રિય, ઈન્દ્રિય, ચોરેન્દ્રિયમાં શરીર -