________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૨૫૧ પ્રતિક્ષણ બદલાતું રહે છે. એ રીતે શરીરમાં વૃદ્ધિ થાય છે તથા વૃદ્ધાવસ્થા આવે છે. પરંતુ શરીર તથા મનમાં સતત પરિવર્તન ચાલુ કરતું હોવા છતાં આત્મા એકસમાન રીતે ચિરસ્થાયી રહે છે. | વેદાંત અનુસાર - શરીર અંત્યાવયવી હોઈને ચેષ્ટાનો આશ્રય હોય તે દ્રવ્ય શરીર કહેવાય છે. મનુષ્યાદિમાં શરીર હાથપગ વગેરે અવયવથી થયેલા હોઈને આખું શરીર કોઈનો અવયવ નથી તથા તે હિતાહિતની પ્રાપ્તિ નિવૃત્તિરૂપ તથા પરિહારરૂપ ક્રિયા પોતાની મેળે કરી શકે છે. ચેતનાનો આશ્રય છે માટે તેમાં શરીરનું લક્ષણ ઘટે છે.
વળી સુખ કે દુઃખ બેમાંથી ગમે તે એકનો સાક્ષાત્કાર જેમાં થાય એવું ભોગ ભોગવવાનું સ્થળ તે શરીર.
તેનો સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એવા ત્રણ ભેદ છે. તાર્કિકોને મતે - યોનિજ અને અયોનિજ એવા પણ તેના બે ભેદ છે. ન્યાય મતે શરીરને ભોગોનું આયતન કે આધાર કહે છે. જૈન મતે - જીવનું ક્રિયા કરવાનું સાધન શરીર કહેવાય છે. જેનો શરીરના પાંચ પ્રકાર માને છે જેનું વિવરણ આગળ થઈ ગયું. સાંખ્ય મતે - ત્રણ પ્રકારના શરીર છે. એક સૂક્ષ્મ, બીજું અધિષ્ઠાન અને ત્રીજું સ્થૂળ.
સાંખ્ય કટિકામાં તથા તત્ત્વકૌમુદીમાં પણ ત્રણ પ્રકારના શરીરો માન્ય છે જેમ કે - સૂક્ષ્મ શરીર, માતાપિતૃજ શરીર અને મહાભૂત.
માતાપિતૃજ શરીરને પાકોશિક સદી પણ કહે છે. કારણ કે તે શરીર લોમ, લોહિત અર્થાતુ લોહી, માંસ, સ્નાયુ, અસ્થિ અને મજ્જાથી બનેલું છે.
તત્ત્વકોમુદીમાં પણ ત્રણ શરીરો બતાવ્યા છે. સૂક્ષ્મ શરીર પહેલો વિશેષ, માતપિતૃજ બીજો વિશેષ અને મહાભૂત એ ત્રીજો વિશેષ. સૂક્ષ્મ જંતુ શરીરની ગરમીથી થાય છે તેથી તે ઉષ્મજ. પંખીના શરીર ઇંડામાંથી થાય છે તેથી તે અંડજ. મનુષ્ય અને પશુના શરીર ગર્ભમાં થાય છે તેથી તે જરાયુજ. વૃક્ષના શરીર પૃથ્વી ફાડીને નીકળે છે તેથી ઉદભિજ. સૃષ્ટિની શરૂઆતમાં અયોનિજ શરીર હોવાથી તે સાંકલ્પિક અને સાંસિદ્ધિક કહેવાય છે. વૈજ્ઞાનિક દૃષ્ટિએ આપણું શરીર અબજો કોષોનું બનેલું છે. ૨૨૦ પ્રકારના કોષ આપણા શરીરમાં હોય છે. અને દરેક પ્રકારના સેલ પોતપોતાની કામગીરી બજાવતા રહે છે. સત્યાર્થ પ્રકાશમાં શરીરની ચાર અવસ્થા છે. ૧) વૃદ્ધિ - તેમાં ૧૬ વર્ષથી ૨૫ વર્ષ સુધી સર્વ ધાતુઓનો વધારો થાય છે. (૨) ચીવન - ૨૫ થી ૪૦ વર્ષ સુધીનો સમય (૩) સંપૂર્ણતા - આમાં ૪૦ વર્ષની આસપાસ સર્વ ધાતુઓની પુષ્ટિ થાય છે અને (૪) કિંચિત્પરિહાણિ-આ સમયમાં જે વધારાની ધાતુ શરીરમાં હોય છે તે પ્રસ્વેદાદિ દ્વારા બહાર નીકળી જાય છે.