________________
૨૫૦
શ્રાવક કવિ ઋષભદાસ કૃત ધવલા અનુસાર
કર્મ એમાં ઊગે છે એટલે કામણ શરીર પ્રરોહણ કહેવાય છે. સર્વ કર્મોનો આધાર છે. સુખ અને દુઃખોનું બીજ પણ છે. એના દ્વારા નામકર્મના અવયવરૂપ કાર્મણ શરીરની પ્રરૂપણા કરી છે.
હવે આઠે કર્મોના કલાપરૂપ કાર્મણ શરીરના લક્ષણ પ્રતિપાદકપનની અપેક્ષાથી આ સૂત્રનું વ્યાખ્યાન કરે છે. જેમ કે આગામી બધા કર્મોનો પ્રરોહણ, ઉત્પાદક અને ત્રિકાલ વિષયક સમસ્ત સુખદુઃખોનું બીજ છે એટલે આઠે કર્મોનો સમુદાય કાર્મણા શરીર છે. કારણ કે કર્મમાં થયો એટલે કાશ્મણ શરીર છે. અથવા કર્મ જ કામણ છે એ રીતે આ કાર્મણ શબ્દની વ્યુત્પત્તિ છે.”
(ધવલા ૧૪/૫, ૬,૨૪૦/૩૨૭/૧૩ શરીરધી ..... શરીરમ્ I) આપણો અસંખ્યાત પ્રદેશી આત્મા આખા શરીરમાં વ્યાપીને રહે છે. શરીર અને આત્મા ભિન્ન છે.
પ્રત્યેક સંસારી જીવના તેજસ તેમ જ કાર્મણ શરીર ભિન્ન ભિન્ન હોય છે તેથી તે શરીર અનંત છે. ઓદારિક અને ક્રિય શરીર અસંખ્યાતા હોય છે. અને આહારક શરીર સંખ્યાતા હોય છે.
દારિક શરીર જીવરહિત પણ દેખાય છે (મૂઆ પછી પડેલું કલેવર, લાકડું વનસ્પતિકાયનું દારિક શરીર છે). શેષ ચાર શરીર જીવરહિત હોય તો ટકતા પણ નથી અને દેખાતા પણ નથી.
આહારક સિવાયના ચાર શરીર આખા લોકમાં હોઈ શકે. આહારક શરીર માત્ર ત્રસનાડી અને તિસ્કૃલોકમાં અઢીદ્વીપમાં જ હોય. પાંચ શરીરમાં દારિક, વક્રિય, આહારક એ ત્રણ બાહ્ય શરીર છે. તેજસ, કાર્મણ આવ્યંતર શરીર છે. આ બે જોડિયા ભાઈ જેવા છે જે સાથે ને સાથે રહે છે. બાહ્ય શરીર છૂટે પણ આત્યંતર શરીર ન છૂટે. બાહ્ય શરીરનું છૂટવું એનું નામ મૃત્યુ છે. જ્યારે આત્યંતર શરીર છૂટે ત્યારે નિર્વાણ થાય છે. અર્થાત્ એકવાર આત્યંતર શરીર છૂટ્યા પછી ક્યારેય પ્રાપ્ત ન થાય. મોક્ષ પ્રાપ્ત થઈ ગયા પછી પાંચમાંથી એકે શરીરની પ્રાપ્તિ થતી નથી. આત્યંતર શરીર વગરનો એક પણ સંસારી જીવ ન હોય. બાકીના ત્રણ શરીર ક્યારેક હોય ક્યારેક ના હોય એવું બને. વાટે વહેતાં જીવમાં (એક ભવમાંથી બીજા ભવમાં જવાવાળા) બાહ્ય શરીર ન હોય પણ આત્યંતર શરીર હોય. આત્યંતર શરીર રોકાય નહિ. પર્વત, પાણી, અગ્નિમાંથી નીકળી જાય, કોઈને રોકે પણ નહિ. ભગવદ્ ગોમંડળ પૃષ્ઠ ૮૨૭૫ પર બતાવ્યા મુજબ વિવિધ ધર્મ – દર્શન -
મતમાં શરીર ભગવદ્ગીતા - અનુસાર પરિવર્તનશીલ શરીરનું કોઈ સ્થાયીત્વ નથી. આધુનિક તબીબી વિજ્ઞાને પણ સ્વીકાર્યું છે કે વિભિન્ન કોષોની ક્રિયા પ્રતિક્રિયા દ્વારા શરીર