________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૨૪૯ મનુષ્ય ગતિમાં જ હોય છે. વેક્રિય શરીર હોય તેને જ હોય. સાધ્વીને ન હોય. આહારક વર્ગણા ઓદારિક અને ક્રિય શરીરથી સૂક્ષ્મ હોય છે. લોકમાં આહારક શરીરવાળા
ક્યારેક હોય, ક્યારેક ન હોય. જો હોય તો એક - બે - ત્રણથી કરીને પ્રત્યેક (૨ થી ૯) હજાર વધારેમાં વધારે હોઈ શકે એનાથી વધારે નહિ. ૪) તૈજસ શરીર -
તેજથી અર્થાત્ તેજસ પુદ્ગલોથી જે બને છે તે તેજસ શરીર કહેવાય છે. આ શરીર ખાધેલા આહારના પરિણમનનું કારણ હોય છે અને ઉષ્મારૂપ હોય છે. આ શરીરના નિમિત્તથી જ વિશિષ્ટતપસ્વી પુરૂષના શરીરથી તેજનું નિર્ગમન થાય છે. કહ્યું પણ છે જે શરીર બધા સંસારી જીવોને હોય છે, શરીરની ઉષ્ણતાથી જેની પ્રતીતિ. થાય છે, જે આહારને પચાવીને તેને રસ આદિ રૂપમાં પરિણત કરે છે અથવા જે તેજસ લબ્ધિથી ઉત્પન્ન થાય છે તે તેજસ શરીર કહેવાય છે.
(શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ૨૧ મું પદ સૂત્ર -૧ ઘાસીલાલજી મ.સા. પૃ. ૬૦૦) શરીર સ્કંધના પદ્મરાગ મણિ સમાન વર્ણનું નામ તેજ છે તથા શરીરમાંથી નીકળેલી રશ્મિકલાનું નામ પ્રભા છે. એમાં જ થાય છે તે તેજસ શરીર છે.
(ધવલા ૧૪/૫, ૬,૨૪૦/૩૨૭/૧૩ રીર ધસ્થ શરીરનું I) આ પાચન કરાવનારૂં શરીર સર્વ જીવોને હોય છે. પરંતુ તપ આદિ વિશિષ્ટ ગુણોને લીધે તેજસ લબ્ધિ જે પ્રગટ થાય છે તે લબ્ધિ પ્રત્યયિક તેજસ શરીર કોઈક આત્માઓને જ હોય છે. - તે લબ્ધિના પ્રતાપે અપકાર કરવાની બુદ્ધિથી શ્રાપરૂપ અને ઉપકાર કરવાની બુદ્ધિથી ઠારવારૂપ તે જોવર્ગણાનાં પુદ્ગલોનું જ શરીર બનાવી સામેના જીવ પર મૂકવામાં આવે છે. તેને અનુક્રમે તેજલેશ્યા અને શીતલેશ્યા કહેવાય છે. ૫) કામણ શરીર –
જે શરીર કર્મથી ઉત્પન્ન થાય તે અથવા જે કર્મનો વિકાર હોય તે કાર્મણ શરીર કહેવાય છે. એ જ પ્રકારે કર્મ પરમાણુ જ આત્મપ્રદેશોની સાથે દૂધ - પાણીની જેમ એકમેક થઈને પરસ્પર મળી શરીરના રૂપમાં પરિણત થઈ જાય તે કાર્મણ શરીર કહેવાય છે. કહ્યું પણ છે કે કામણ શરીર કર્મોનો વિકાર (કાર્યો છે, તે આઠ પ્રકારના કર્મોથી નિષ્પન્ન થાય છે આ શરીર બીજા બધા શરીરોનું કારણ છે. એમ જાણવું જોઈએ. સંસાર પ્રપંચરૂપી અંકુરનું બીજ આ કાર્મણ શરીર જ છે જયારે તેનો સમૂલ ઉચ્છેદ થઈ જાય છે ત્યારે શેષ શરીરનો પ્રાદુર્ભાવ થતો નથી. તેજસ અને કાર્મણ શરીરની સાથે જ્યારે મૃત્યુસ્થાનનો ત્યાગ કરીને પોતાના નવીન જન્મની જગ્યાએ જાય છે ત્યારે કર્મ પુદ્ગલોની અત્યંત સૂક્ષ્મતાને કારણે આ બંને શરીરોથી યુક્ત થતાં જીવ પણ આંખેથી દેખાતો નથી.
(શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ૨૧ મું પદ સૂત્ર -૧ ઘાસીલાલજી મ.સા. પૃ. ૬૦૦)