________________
૨૪૮
શ્રાવક કવિ ઋષભદાસ કૃત દેવોના જે સ્વાભાવિક વસ્ત્ર અને અલંકાર હોય તે શાશ્વત હોય છે પરંતુ ઉતર વૈક્રિય દ્વારા બનાવેલા વસ્ત્ર કે અલંકાર ૧૫ દિવસથી વધારે ટકી શકતા નથી. વેક્રિય શરીર ચારે ગતિના જીવોને હોઈ શકે છે. ૩) આહારક શરીર –
“ચૌદપૂર્વધારી મુનિ તીર્થંકરના અતિશયને જોવા આદિના પ્રયોજનથી વિશિષ્ટ ‘આહારક” નામક લબ્ધિથી જે શરીરનું નિર્માણ કરે છે તે આહારક શરીર કહેવાય છે. ‘ કુન એ સૂત્રથી કર્મ અર્થમાં “ઇqત્ર’ પ્રત્યય થઈને આહારક શબ્દ સિદ્ધ થાય છે. જેમ કે “ હું કહ્યું પણ છે. પ્રયોજન ઉત્પન્ન થતા કેવળીને ત્યાં જવાને માટે વિશિષ્ટ લબ્ધિના નિમિત્તથી જે શરીર નિર્મિત કરાય છે તે આહારક શરીર કહેવાય છે. આ શરીર ક્રિય શરીરની અપેક્ષાએ ઉત્પન્ન શુભ અને સ્વચ્છ સ્ફટિક શિલાના સદશ શુભ પુદ્ગલોના સમૂહથી રચાય છે.
(પન્નવણા સૂત્ર - ૧ ઘાસીલાલજી મ.સા. પૃ. ૬૦૦) આહારક શરીર એક ભવમાં બે વાર તથા સંપૂર્ણ સંસારચક્રમાં ચાર વાર પ્રાપ્ત કરી શકે છે. ચોથી વાર કરે એ તે જ ભવમાં મોક્ષમાં જાય છે.
આહારક શરીર બનાવવાના ચાર કારણ જીવાભિગમ આદિ સૂત્રોમાં બતાવ્યા છે એ ચારમાંથી કોઈ પણ કારણ હોય તો આહારક શરીર બનાવે છે. જેમ કે ૧) તીર્થંકર - દેવાધિદેવની ઋદ્ધિનો સદ્ભાવ જાણવા માટે ૨) ભરત - ઈરવત ક્ષેત્રમાં કેવળીનો અભાવ હોય ત્યારે તત્ત્વોમાં સંશયને દૂર કરવા માટે મહાવિદેહ ક્ષેત્રમાં જ્યાં કેવળી હોય ત્યાં જવા માટે. ૩) સૂક્ષ્મ પદાર્થોનો નિર્ણય કરવા માટે કે ચૌદપૂર્વના જ્ઞાનમાં રહેલી અધૂરાશ પૂર્ણ કરવા માટે. ૪) જીવદયા - પ્રાણીદયાના પાલન માટે. જે ક્ષેત્રમાં જીવહિંસા ખૂબ થતી હોય ત્યાં પૂતળા દ્વારા જીવહિંસાના દુષ્પરિણામ સંબંધી આકાશવાણી કરે.
આ ચાર કારણ માટે ઉત્તમ પુદ્ગલોનો આહાર લઈને જઘન્ય હાથ ન્યૂન ઉત્કૃષ્ટ એક હાથનું સ્ફટિક સમાન સફેદ કોઈ ન દેખે એવું સર્વાગ સુંદર શરીર બનાવે. આવું શરીર ફોરવ્યા પછી આલોયણા લેવી પડે. આલોયણા લે તો આરાધક અને ન લે તો. વિરાધક ગણાય છે. આહારક શરીર કોઈનો વ્યાઘાત ન કરે તેમ જ કોઈથી વ્યાઘાતીતા ન થાય.
જે શરીર દ્વારા કેવળી પાસે જઈને સૂક્ષ્મ પદાર્થોનું આહરણ (ગ્રહણ) કરાયા અથવા તો જેના દ્વારા આત્મા સૂક્ષ્મ પદાર્થોને ગ્રહણ કરે છે એને આહારક શરીર કહે છે.
આ શરીર રસાદિક સપ્તધાતુથી રહિત, સંઘયણ રહિત, સમચતુરંત્ર સંસ્થાનવાળું હોય છે. આ શરીર કોઈ ન જોઈ શકે એવું હોવા છતાં દેખાડવું હોય તો દેખાડી શકાય છે. આ શરીરની પ્રાપ્તિ માત્ર ૧૪ પૂર્વધર અપ્રમત્ત સાધુને જ થાય છે. માટે માત્ર