________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૨૪૭ ઝાઝેરું હોવાને કારણે સૌથી મોટું છે.
તેજસ્વી - દેવોથી પણ અધિક તેજવાળું તીર્થંકર ભગવંતોનું દારિક શરીર હોય છે. જેની સામે લોકો બરાબર જોઈ શકતા નથી. તેથી તેમના તેજને સંહરવા પાછળ ભામંડળ રખાય છે. તેથી આ શરીર સૌથી વધારે તેજવાળું છે.
દાનેશ્વરી -ક્રિયાદિ ચાર શરીર આત્માને સાંસારિક સંપત્તિનું દાન કરી શકે છે. જયારે ઓદારિક શરીર મોક્ષરૂપી લક્ષ્મીનું દાન કરી શકે છે માટે સૌથી વધુ દાનેશ્વરી છે.
ઉદારનો એક અર્થ સ્થૂળ છે ૧૬ વર્ગણામાંથી ઓદારિકની વર્ગણા સે પ્રથમ આવે છે જે બાકીની વર્ગણાઓથી સ્થૂળ છે માટે દારિક નામ પડયું હશે એમ લાગે છે. આ શરીર આખા લોકમાં હોય છે. પણ મનુષ્ય અને તિર્યંચ ગતિના જીવોને જ હોય છે.
૨) વૈકિચ શરીર ઃ
જે શરીર દ્વારા વિશિષ્ટ, વિલક્ષણ અથવા વિવિધ ક્રિયાઓ થાય તે વેક્રિય શરીર કહેવાય. જે શરીરો એક હોવા છતાં અનેક બની જાય છે, અનેક હોવા છતાં એક થઈ જાય, નાના મોટા થઈ જાય, મોટા નાના થઈ જાય. આકાશચારીમાંથી ભૂચર અને ભૂચરથી આકાશચારી બની જાય. દશ્ય હોવા છતાં અદશ્ય અને અદશ્ય હોવા છતાં દશ્ય થઈ જાય તે વૈક્રિય શરીર કહેવાય છે. તે બે પ્રકારના છે. ૧) જન્મજાત - ઉપપાત જન્મવાળા દેવો નારકીને જન્મજાત ક્રિય શરીર હોય. ૨) લબ્ધિનિમિત્તક – તિર્યંચો અને મનુષ્યોમાં કોઈ કોઈ જીવોને આ શરીર હોય. * (પન્નવણા સૂત્ર - ૧ ઘાસીલાલજી મ.સા. પૃ. ૫૯૯).
આણિમા, મહિમા આદિ આઠ ગુણોના એશ્વર્યનાસંબંધથી વિવિધ રૂપો બનાવે છે. જે શરીર સડે નહિ, પડે નહિ, વિણસે નહિ, બગડે નહિ, મુવા પછી કલેવર વિસરાલ (કપૂરની ગોટીની માફક ઓગળી જાય) થાય તે ક્રિય શરીર’ કહેવાય અથવા વિવિધગુણ ઋદ્ધિઓથી યુક્ત હોય એટલે વૈક્રિય શરીર કહેવાય છે. દેવ - નારકીને વૈક્રિય શરીર ભવધારણીય હોવાથી ઉત્તર વૈક્રિય (મૂળ શરીર ઉપરાંત જે રૂપ વગેરે બનાવવા તે) માટે બહારના પુદ્ગલની જરૂર પડતી નથી. દારિક શરીરવાળા વૈક્રિયરૂપ બનાવવા માટે બહારના પુદ્ગલ લે. ઉત્તર ક્રિયથી બનાવેલું શરીર કેટલો સમય રહે એ માટે જીવાભિગમ સૂત્રની ત્રીજી પ્રતિપત્તિમાં નરકના ત્રીજા ઉદ્દેશામાં બીજી ગાથામાં આ પ્રમાણે બતાવ્યું છે કે
भिन्न महतो नएस, होति तिरिचमणएसं चत्तारि।
(૧) ઝાલાસો, ઝરોસ વિશ્વ મળિયાII જીવાભિગમ ૩/૩/૨ અર્થાત્ - નારકીના ઉત્તર ક્રિય શરીરની ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્તની, તિર્યંચ અને મનુષ્યની - ચાર ભિન્ન - ખંડિત મુહૂર્ત = અંતર્મુહૂર્તની અને દેવની પંદર દિવસની. ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવી.